________________
૫૦
બેધામૃત
અગાસ, તા. ૨૪-૨-૪પ તત્ સત્
ફાગણ સુદ ૧૩, શનિ, ૨૦૦૧ "कृपा तिहारी ऐसी हाय, जनम मरण मिटावा मेोय ।
बार बार मैं विनती करूँ, तुम सेवे भवसागर तरूँ ।।" શિખરિણી – મહાદ્રોહી મિથ્યા, – તિમિરપટ ટાળે તરત આ,
મને ના દેખાયે, મુજ ગુણ છતાં ચેતન મહા; ગણાઉ સંસારી, કરમવશ બેભાન બનતાં,
કરે કૃપા એવી, અલખ નિધિ દેખું સહજમાં. આપે તે ઘણું વાંચ્યું-વિચાર્યું હશે, પરંતુ હવે પરમકૃપાળુદેવની ભક્તિ અને વૈરાગ્યઉપશમની વૃદ્ધિસહ જે જે આરાધના કરશે તે વિશેષ ઊંડા ઊતરવાનું કારણ થશે. આપે પત્રમાં જણાવેલ છે તે ઉપરાંત “છપદને પત્ર” અને “મૂળમારગ સાંભળે જિનને રે’ એ પદ પરમકૃપાળુદેવની આજ્ઞા લઈ વિશેષ વિશેષ વિચારવા ભલામણ છે. છપદના પત્રના છેવટના ભાગમાં પરમકૃપાળુદેવ જણાવે છે – “જે સત્પરુષે એ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વરછંદ મટે અને સહેજે આત્મબંધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે પુરુષોને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હો!” આવી ભક્તિ આદરી તેમાં જણાવેલું ફળ પ્રાપ્ત કરી લેવું છે એવો દઢ નિશ્ચય કર્તવ્ય છેજી. વળી, પત્રાંક ૭૧૯, શ્રી લઘુરાજ સ્વામીને શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મેકલેલું તેની સાથે પરમકૃપાળુદેવે મોકલેલે પત્ર ત્યાગી મહાત્માઓ અર્થે જ લખેલ છે, તે બહુ ઊંડા ઊતરી વિચાર અને બને તે મુખપાઠ કર ઘટે છેછે. શ્રદ્ધાની દઢતા અને જ્ઞાન પરિણામ પામવાને માર્ગ વગેરે તેમાં જણાવેલ છે, તે વિચારી ઉરમાં અચળ કરવા ગ્ય છે. તેમાં છેવટે જણાવ્યું છે – “અનંત વાર દેહને અર્થે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાથની કલ્પના છેડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે એ મુમુક્ષુજીવને અવશ્ય નિશ્ચય જોઈએ. શ્રી સહજાન્મસ્વરૂપ.”
હવે કલાજ, કરંજન કે લૌકિક ભાવ તજી આત્મા માટે પરમકૃપાળુદેવની ભક્તિ પરમ સાધન સમજી આત્મસ્વરૂપ અર્થે ગૂરણ જાગે, તે જ મુખ્ય કર્તવ્ય દષ્ટિ સન્મુખ રહ્યા કરે તે જીવનપલટો કર્તવ્ય છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૬૫
અગાસ, તા. ૨૮–૨-૪૫ તત સત્
ફાગણ વદ ૧, બુધ, ૨૦૦૧ આપના પત્રો બને મળ્યા છે.જી. તેમાં આપે જે ભાવો આ પામર પ્રત્યે દર્શાવ્યા છે તે પરમકૃપાળુ ધીંગધણી પ્રત્યે વારંવાર અત્યંત પ્રેમે પ્રદર્શિત કરવા યંગ્ય છેછે. આપણે પ્રાર્થના એ જ ભાવે કર્તવ્ય છે જ. આપણને પ્રાર્થના કરતાં પણ પિતે જ વીસ દેહરા આદિ દ્વારા શીખવ્યું છે –