________________
૫૩૦
બેધામૃત પણ દીન, ગુનેગાર, રંક બનાવી દે છે, પણ પુરુષના ગે તે ભાવ દબાઈ જવા ગ્ય છે. આવા લૌકિક ઉદયથી મનને સંકોચ નહીં કરતાં મહામુનિઓ આનંદમાં રહે છે અને નીચે પ્રમાણે પરમાર્થ વિચારે છે – “અસત્સંગ સહેજે દૂર થશે; મારાપણું આખા જગતનું છોડ્યું હતું અને તેમાં લપિયા સંઘાડાને લઈને કંઈ વળગ્યું હતું તે સહેજે છૂટ્યું, એ પરમ કૃપા શ્રી સદ્ગુરુની છે. હવે તે હે જીવ! તારે ગ૭, તારો મત, તારે સંઘાડો ઘણું મોટો થયો, ચૌદ રાજલેક જેઘડે થયે. ષટે દર્શન ઉપર સમભાવ અને મૈત્રીભાવ રાખી નિર્મમત્વભાવે, વીતરાગભાવે આત્મસાધનને બહોળો અવકાશ મળે.'
જેની વૃત્તિ અંદર આત્મભોવમાં ઊતરતી જાય છે તેને ક્ષેત્ર, કાળ, દ્રવ્ય, ભાવ કંઈ નડતાં જણાતાં નથી. તેને કાળ, દ્રવ્ય, ભાવ, ક્ષેત્ર માત્ર દેહને નિમમત્વભાવે ભાડું આપવા માટે ગષવા છે. તે ગમે તે શહેરમાં, ગામમાં, ગામડામાં આત્મનિવૃત્તિ બનતી હોય તે ત્યાં અડચણ આવશે નહીં. ભેગાવલિ કર્મ પ્રમાણે સઘળી વસ્તુઓ, ભેગે, સુખદુઃખ વગેરે કર્મ અનુસાર આવ્યા જશે, માટે વિકલ્પરહિત જ્ઞાની સદ્દગુરુની આજ્ઞા અનુસાર કરવા આપની વૃત્તિ છે તે બહુ જ ઉત્તમ છે. મારાપણું સમૂળું જાય એમ મનને પ્રબળ કરવાથી, કાયાને પ્રબળ કરવાથી તે લાભ થાય, પણ આત્માને અતિ બળવાન કરવાથી પૂર્ણ લાભ થાય છે. નિર્મળ એવું જ ખારા સમુદ્ર ભેગું મળવાથી શાંત પડી રહેવા ઈચ્છતું નથી, પણ સૂર્યની ગરમીના વેગે વરાળરૂપ થઈ, વાદળારૂપ થઈ જગતને અમૃતમય થવા સર્વ સ્થળે પડે છે, તેમ જ આપ જેવા મહામુનિઓ સત્ એવા પરમસ્વરૂપને જાણ્યાથી નિર્મળ જલરૂપ થઈ આખા જગતના હિતને માટે મારાપણું છોડી, ગ૭મતાદિની કલ્પનાથી રહિત થઈ. આખા લેકને અમૃતમય કરવા વીતરાગ ભાવ સેવે છે. કોઈ પણ કોઈ પણને છૂટો કરવા ભેગો કરવા માગે તે થઈ શકતું હોય એમ જણાતું નથી. જીવ અજ્ઞાન, મિથ્યાત્વભાવમાં જ્યાં સુધી છે ત્યાં સુધી મિથ્યાત્વમાં, આ ગચ્છમાં, તે ગરછમાં જ્ઞાની તેને ગણે છે. મિથ્યા ગયા પછી સમકિત પ્રાપ્ત થવા છતાં તેને તે તે નાત, જાત, ટોળી, મત, ગ૭માં ગયે અને તેરમે ગુણઠાણે ગયે કે ચૌદમે છે તે પણ દેહધારીના ગચ્છમાં ગણયે, પણ શુદ્ધ નિર્મળ, શુદ્ધ સચ્ચિદાનંદ, સિદ્ધસ્વરૂપ પ્રગટ્યું ત્યારે તે કૃતાર્થ થયે, સર્વથી ભિન્ન નિર્મળ થયે એમ મનને નિશ્ચય વતે છે. શુભ-અશુભ ઉદયમાં જેની વૃત્તિ પૂર્ણ આત્મભાવ, વીતરાગભાવ તરફ પ્રયાસ કરે છે તેના મહાન વીતરાગભાવમાં આ લેક રજરેણુવત્, નહીં જેવો છે જે નજરે પણ આવતો નથી; એવા પરમ આત્મભાવમાં રમનાર મહામુનિઓને વારંવાર નમસ્કાર છે. વિચારમાળા પર વૃત્તિ ચડી જવાથી ઉપરનું લખાણું છે. આપ મુનિઓના ચરણ સેવવા લાયક હું રંક અલ્પજ્ઞ હોવાથી અને ભાન થવાથી કલમ અટકી ગઈ છે. અવિનય લખાણને માટે ક્ષમા આપશે. બાળ ઉપર અનુકંપા લાવી એવા ભાવે મારામાં આવે એમ પ્રેરશો. દોષનું નિવારણ કરશે.”
અગાસ, તા. ૨૦-૫-૪૫
૫૮૦ પરમકૃપાળુનું શરણું, તરણતારણ જાણે અંત સમય સુધી રહે, નિરંતર સુખખાણુ.