________________
૫૧૦
પત્રસુધી તૃણ ઊંડે ટોળીએ – ખરી. જીવ અસત્યે તેમ રે – ખરી ભમે ભવે ચિરકાળ રે! ખરી જૂઠ ન દેતી ક્ષેમ રે. – ખરી. સ્પર્શ કૌચને દુઃખ દે – ખરી. તેમ અદત્તાદાન રે, – ખરી, પરધન – દારા-પ્રીતિ દે – ખરી. ચિંતા ચિતા સમાન રે. – ખરી, મૈથુન મન્મથ – દાસને – ખરી. નરકે ઢસડી જાય રે; – ખરી. જેમ જમાદાર વડે – ખરી. કેદીજન ઢસડાય રે. – ખરી પરિગ્રહ – કુગ્રહે સહે- ખરી. ભારે દુઃખે સર્વ રે – ખરી.
કાદવમાં "કરીવર કળે – ખરી. તેમ રસાદિ – ગર્વ રે. – ખરી. (પ્રજ્ઞા. ૧૦૦) મહા વ૮ ૧૩ ને દિવસે યાત્રામાંથી ત્રણ મહિને આશ્રમમાં પાછું આવવું થયું છે. અત્રે સર્વની શરીરપ્રકૃતિ ઠીક છે. એક માસથી કંઈક વધારે મારવાડમાં આહોર, નાકોડાજી કાવું થયું હતું ઈંદોર દસેક દિવસ રહેવું થયું હતું. ત્યાંથી ૨૪-૨૫ મુમુક્ષુવર્ગ સહિત અલાહાબાદ, કાશી, પટણા, સારનાથ, રાજગૃહી, નાલંદા, કુંડલપુર, ગુણવા, ઈસરી (ઈશ્વરી), મધુવન, સમેતશિખર, ગયા, અધ્યા, મથુરા થઈ આશ્રમમાં સુખરૂપ આવી ગયા છીએ. સમેતશિખર ઉપર વીસ તીર્થંકરો મે ગયા છે, પાવાપુરીમાં શ્રી મહાવીર મેક્ષે પધારેલા, મથુરામાં શ્રી જંબુસ્વામી મોક્ષે ગયેલા. અયોધ્યા અનેક તીર્થકરો અને શ્રી રામની જન્મભૂમિ છે. સારનાથમાં શ્રી શ્રેયાંસનાથનાં ચાર કલ્યાણક છે. કાશીમાં શ્રી પાર્શ્વનાથ અને શ્રી સુપાર્શ્વનાથનાં ચાર કલ્યાણક છે. કુંડલપુરમાં શ્રી મહાવીર સ્વામીને જન્મ થયેલે. મથુરામાં શ્રીકૃષ્ણનો જન્મ થયેલ. ગુણાવામાં શ્રી ગૌતમસ્વામી નિર્વાણ પામેલા. રાજગૃહીમાં શ્રી મુનિસુવ્રતનાથનાં કલ્યાણક તથા શ્રી મહાવીર સ્વામીએ ચૌદ માસાં કરેલાં, તેમ જ શ્રી શ્રેણિક રાજાની રાજધાની હતી. પટણામાં શ્રી સુદર્શન શેઠ બ્રહ્મચર્ય માટે પ્રખ્યાત છે, તે મોક્ષે ગયેલા અને શ્રી સ્થૂલિભદ્ર બ્રહ્મચર્યમાં ઘણું અડેલ ગણાય છે, તેમનાં પાદુકાછ ત્યાં છે. એમ અનેક સ્થળમાં ઘણું મહાપુરુષનાં આશ્ચર્યકારક પરાક્રમની સ્મૃતિ થાય તેવાં પવિત્ર સ્થળોએ પુણ્યયોગે યાત્રાર્થે જવાનું બન્યું હતું. તે કારણે કેઈને પત્રોત્તરને વખત નહીં હવાથી લખાયું નથી.
આપણને આ મનુષ્યભવ, ઉત્તમ કુળ, સદ્ગુરુને સમાગમ, સદ્બોધ અને મહામંત્રને લાભ થયો છે, તેની સફળતા માટે બનતે પુરુષાર્થ કરી મોક્ષમાર્ગમાં આગળ ને આગળ વધાય તેવા ભાવ દિનપ્રતિદિન ચઢિયાતા કરતા રહેવાની જરૂર છે. જ્યાં સુધી શરીર કામ આપી શકે એવું છે ત્યાં સુધી જંપીને બેસવા જેવું નથી. શરીરની ઘણી સેવા કરી, તેને આટલાં વર્ષ પાળ્યું છે, તે હવે મોક્ષમાર્ગમાં કામ લાગે તે બધું લેખે આવે તેમ છે. શરીરમાં ને શરીરમાં જેની બુદ્ધિ છે તેને બીજા શરીરરૂપ કેદખાનામાં જરૂર જવું પડશે અને જેને સદુગુરુના બધે દેહાદિથી ભિન્ન, ઉપયોગસ્વરૂપ, અવિનાશી, પરમ પવિત્ર એવા આત્માની શ્રદ્ધા, સમજ થઈ છે, તેણે તે આત્માની ભાવના કરવાથી આત્મશુદ્ધિ કરી કેવળજ્ઞાન અને મોક્ષની કમાણી કરી લેવાની છે. “આતમભાવના ભાવતાં જીવ લહે કેવળજ્ઞાન રે, જીવ લહે કેવળજ્ઞાન રે.”
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૧ સુખ ૨ કંચના કાંટા કરડ્યા કર ૩ કામવિકાર
ભૂત ૫ માટે હાથી; સુખ-અહંકાર ૬ રસગર્વ, સિદ્ધિગર્વ.શાતાગર્વ