________________
પત્રસુધા
હું પામર શું કરી શકું ? એવા નથી વિવેક; ચરણુ-શરણુ ધીરજ નથી, મરણ સુધીની છેક.''
આ વિવેક-જાગૃતિની ખામી છે, તે પૂરી કરવા કયારે કમર કસીશું ? અન"તકાળથી રખડતાં રખડતાં આ જીવ આટલા સુધી થાક ખાવા જેવી જગ્યાએ આવ્યા છે, છતાં ત્યાં પણ ડહાપણ ફૂટચા વગર રહેતા નથી, એનું કયે કાળે ઠેકાણું પડશે ? એ આપણે સર્વે એ ઊંડા ઊતરીને વિચારવું ઘટે છે અને આ બિચારા અનાથ જીવની દયા દિલમાં પ્રગટાવી સદ્ગુરુશરણે મરણ સુધી છાનામાના પડ્યો રહે તેવું બળ પરમકૃપાળુદેવ પાસે યાચી વિરમું છુંજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૪૪
૫૦૫
અગાસ, તા. ૫–૧૧–૪૪ કાર્તિક વદ ૫, રવિ, ૨૦૦૧
તત્
સત્
આપના પત્ર મળ્યા હતા. તેમાં અનેક પ્રકારની વિશેષણાવલિમાં એક શબ્દ જે “સર્વજ્ઞ” ભગવાનને ચેાગ્ય તે આ પામરને લગાડી તે શબ્દનું ગૌરવ ઘટાડવા જેવું કર્યું છે. કેાઈ શબ્દ પોતાની ઇચ્છાએ સમજવા કે યેાજવા યેાગ્ય નથી, પર`તુ જ્ઞાનીની દૃષ્ટિએ સમજીને યથાયેાગ્ય પ્રયાગ થાય તે। આત્મદ્ગિતનું કારણ છે એમ સમજી તે પ્રમાણે ફરી તેવે પ્રયાગ ન કરવા નમ્ર વિન'તી છેજી.
જે પદ્મ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગેાચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ અવસર એવા કચારે આવશે ?’’
અગાસ, તા. ૫-૧૧-૪૪ કાર્તિક વદ ૫, ૨૦૦૧
૫૪૫
તત્ સત્
જ્ઞાનસ્વરૂપ ગુરુરાજ છે, કૃપા તણા અવતાર; ભવ-ભ્રમણુ મુજ ટાળશે, સૌના એ આધાર.
પ્રથમ તે સ‘ચા વગેરેનું દેવું માથે હોય તે દૂર કરવું ઘટે. પછી અનુકૂળતા પ્રમાણે આશ્રમ વગેરે તી સ્થળે જવા ભાવના હાય તેા તેમ કવ્ય છેજી. આ માત્ર સૂચના છેજી. હાલ તા પરમકૃપાળુદેવની ભક્તિ યથાશક્તિ કરતા રહી ઋણુમુક્ત થવું એ લક્ષ રાખવા ભલામણુ છેજી. જે જે ભાવેા તમે પત્રમાં પ્રગટ કર્યાં છે તે પરમકૃપાળુદેવ પ્રત્યે વારવાર વીનવવા ચેાગ્ય છેજી. આપણા બધાના એ નાથ છે. તેને આધારે બધા ધર્મ વ્યવહાર પ્રવર્તે છેજી. માટે પરમકૃપાળુદેવની ભક્તિ જે પ. પૂ. પ્રભુશ્રીજીએ અમને બધાને કરવા આજ્ઞા કરી છે તે તમને પણ જણાવી છે. માટે ખીજી કોઈ જગ્યાએ દષ્ટિ દ્વીધા વિના એક પરમકૃપાળુદેવ પ્રત્યે ‘તુદ્ધિ તુદ્ધિ'ની રટના રહે એમ વૃત્તિને વાળવા આગ્રહપૂર્ણાંક આપ સર્વાંને ભલામણ છેજી. તેમાં જ આપણું શ્રેય છેજી. પ. પૂ. પ્રભુશ્રીજીએ એ જ માર્ગ ઉપાસ્યા છે, અને એધ્યેા છેજી. તેમાં જ આત્મહિત સમાયું છેજી.