________________
૫૦૬
પગસુધા ૫૪૧
અગાસ, તા. ૨૩–૧૦-૪૪ તન કે સત્ર,
કાર્તિક સુદ ૭, મંગળ, ૨૦૦૧ જ્ઞાનસ્વરૈપ ગુરુરાજ હે! કરુણાના ભંડાર ભવભ્રમણ મુજ ટાળજે, નવું વારંવાર મરણ-પ્રસંગ વિચારતાં, જાતિસ્મૃતિ થયું જ્ઞાન, જન્મમરણ ટાળી ગયા, રાજચંદ્ર ભગવાન. કળિમાં આયુષ અપ છે, વતી જતાં ને વાર; સુખદુખની કરી કલપના, હર્ષ શેક ના ધાર. સહનશીલતા ધાર, ભાવે સમતા ભાવ;
વૃત્તિ વાળે અંતરે, અલભ્ય આ ત્રણ લહાવ. આપને આવી પડેલ વૈધવ્યના દુખદ સમાચાર જાણ્યા તથા તમે ધીરજસહિત ભક્તિભાવમાં કાળ ગાળે છે અને પૂ... આપની પાસે શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાંથી વાંચી સંભળાવે છે એમ જાણી ધર્મ સ્નેહને લઈને પત્ર લખવા વૃત્તિ ઊઠી. પરમકૃપાળુદેવનાં વચને સર્વ પ્રસંગમાં અમૃત તુલ્ય છે, પરંતુ આફતના વખતે તે સાચા આધારરૂપ અને આશ્વાસન દેનાર છે; વૈરાગ્યરંગમાં જીવને તરબોળ કરી સંસારનાં દુઃખની વિસ્મૃતિ કરાવે તેવી છે. અણસમજણને લીધે, સ્વપ્ન જે અનિત્ય અસાર સાગવિયેગથી વ્યાકુળ સંસારસાગર, જીવને મૂંઝવે છે; પણ જેને સદ્દગુરુનો વેગ થયે છે, સગુરુનાં વચનરૂપી અમૃત જેણે પીધું છે અને માયાનાં સુખને જેણે તજવા ગ્ય અને દુઃખરૂપ જાણ્યાં છે, વિચાર્યા છે, માન્યાં છે, તેને આવા પ્રસંગે વધારે બળ પ્રેરે છે. જેવું સદ્દગુરુ ભગવાને સંસારનું દુઃખમય, ભયંકર સ્વરૂપ બેઠું છે તેવું જ તેને અનુભવમાં આવે છે અને સદ્દગુરુની શ્રદ્ધા વિશેષ દઢ થાય છે, સદ્ગુરુનાં સર્વ વચનમાં તેની નિકતા વધે છે, પોતાના સ્વરૂપને જાગ્રત કરે તે વૈરાગ્ય અંતરમાં કુર્યા કરે છે અને આવા દુખપૂર્ણ સંસારમાં ફરી જન્મવું ન પડે તેવા ઉપાયમાં વૃત્તિ વાળે છે.
એનું સ્વપ્ન જે દર્શન પામે છે, તેનું મન ન ચઢે બીજે ભામે રે, થાયે સદ્દગુરુને લેશ પ્રસંગે રે, તેને ન ગમે સંસારીને સંગ રે.. હસતાં રમતાં પ્રગટ પ્રભુ દેખું રે, મારું જીવ્યું સફળ તવ લેખું રે,
મુક્તાનંદને નાથ વિહારી રે, સંતે જીવનદોરી અમારી રે.” એવી ભાવના આત્મસાક્ષાત્કાર માટે ભવ્ય જીવને આવા પ્રસંગમાં જાગે છે. માટે જે સત્સાધન તમને મળ્યું છે, તેમાં વિશેષ કાળ ગાળ, વાંચવું, સાંભળવું, સમજવું; પણ શોકના વિચારમાં પડી આર્તધ્યાન થવા ન દેવું. આપણે પણ આ મનુષ્યભવનું આયુષ્ય પહોંચે છે ત્યાં સુધીમાં સમાધિમરણની તૈયારી કરી લેવી છે એ વાત હૃદયમાંથી વીસરાય નહીં એવી કાળજી રાખ્યા કરવી. “પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” એવું પરમકૃપાળુદેવે કહ્યું છે. માટે ક્લેશિત થવા
ગ્ય નથી. સત્સાધનમાં વૃત્તિ વારંવાર વાળવાને પુરુષાર્થ કર્તવ્ય છે”. પૂ.ને ધન્યવાદ ઘટે. છે કે આવા પ્રસંગે સહાયક બની ધર્મવૃત્તિ પિષે છેજી. જી શાંતિઃ શાંતિઃ શાંતિઃ