________________
પત્રસુધા
૫૦૧
હતા. પારણાને દિવસે હુકમ મળ્યા એટલે તેણે વિચાર્યું કે પારણું કરીને પાપ કરવા જવા કરતાં ત્રીજો ઉપવાસ આજે કરું. એ વિચાર તેણે ગુરુ આગળ જણાવ્યેા, એટલે ગુરુએ તેને ઉપવાસની સ'મતિ આપી અને જણાવ્યું કે યુદ્ધમાં એમ લાગે કે હવે દેહ વિશેષ ટકે તેમ નથી ત્યારે સારથિને કહીને રથ એકાંતમાં ટુકાવી નીચે ઊતરી જમીન ઉપર સ્વસ્થ સૂઈ ને મંત્રનું આરાધનભક્તિ કરવી. તે વાત તેને સારથિ પણ સાંભળતા હતા. તેણે પણ વિચાર્યું કે તે રાજા કરે એમ મારે પણ આખર વખતે કરવું. પછી યુદ્ધમાં ગયા. સામે લડવા આવેલાએ પ્રથમ ઘા કરવા કહ્યું ત્યારે એણે ના પાડી કે હું તે માત્ર બચાવ કરવાનો છું. તેથી પેલા માણસે તે શૂરવીરપણું ખતાવવા ખાતર પાંચ ખાણ રાજાને, પાંચ સારથિને અને પાંચ પાંચ બાણુ ઘેાડાએને માર્યાં, પણ રાજા બચાવ કરી શકયો નહીં; અને મરણુ પમાડે તેવાં તે ખાણુ જાણી તેણે સારથિને રથ એક બાજુ નદી તરફ લઈ જવા કહ્યું. તેણે તે પ્રકારે કર્યું. ત્યાં જઈને ઊતરીને ઘેાડાનાં ખાણ કાઢી નાખ્યાં, તે તે પ્રાણરહિત થયાં. તેવી જ પેાતાની દશા થશે એમ જાણી નદીની રેતીમાં તે રાજા સૂઈ ગયા. સારથિએ પણ તે કરે તેમ કરવા માંડ્યું. પછી તે રાજાએ હાથ જોડી પ્રાના શરૂ કરી. તે દાસને પ્રાર્થના આવડતી નહેાતી, પણ એવા ભાવ કર્યાં કે હે ભગવાન ! હું ક'ઈ જાણતા નથી, પણ આ રાજા જ્ઞાનીનું કહેલું ક'ઈ કરે છે અને તેવું જ મારે પણ કરવું છે; પણ મને આવડતું નથી, પણ તેને હે। તે મને હા. એવી ભાવના તે કરવા લાગ્યા. પછી તેણે બાણુ પાતાની છાતીમાંથી ખે’ચી કાઢ્યાં તેમ તે દાસે પણુ કર્યુ અને બન્નેના દેહ છૂટી ગયા. રાજા દેવલાકમાં ગયા અને દાસનું પુણ્ય તેટલું નહેાતુ તેથી વિદે ક્ષેત્રમાં મનુષ્ય થયેા. ત્યાં તેને જ્ઞાની મળ્યા અને મેાક્ષમાર્ગ આરાધી તે મુક્ત થયા. હજી તે રાજા તે દેવલાકમાં છે. આમ ભાવના કરવાથી જીવનું કલ્યાણ થાય છે, પણ જ્ઞાનીએ જાણ્યા છે તે આત્મા છે તે અર્થે કરવું. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૩૯
અગાસ
પરમકૃપાળુદેવની જન્મતિથિના દિવસ આપણે માટે પરમ માંગલિક છેજી. આપણા કલ્યાણુકર્તા જે દિવસે જન્મ્યા ત્યારથી જ આપણા કલ્યાણને પણ જન્મ ગણવા યોગ્ય છેજી. જેમ એ'જિનને ડખા લગાડેલા હાય તે એજિનની સાથે જ ગતિ કરે છે એટલે જે ગતિ એજિનની, તે જ ગતિ પાછળના બધા ડખાની થાય છે; તેમ પરમકૃપાળુદેવના સાચા દિલથી મેાક્ષને અર્થે જેણે આશ્રય લીધા છે તેને બીજી મતિ કેમ હોય ? ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી વારવાર કહેતા કે પરમકૃપાળુદેવને ભજનારનું અહિત થાય તે તેના અમે જામીનદાર બનીએ છીએ, વીમે ઉતરાવીએ છીએ; એના જેવું બીજુ જોખમવાળું કોઈ કામ નથી એમ જાણીએ છીએ, પણુ સાચી વાત છે તેથી છાતી ઠોકીને કહીએ છીએ કે પરમકૃપાળુદેવની ભક્તિ કરનારનું કલ્યાણુ થશે. આ વાતા જેણે સાંભળી હોય તેણે તે માથું મૂકીને હવે તે જ ક!મ આ ભવમાં મુખ્યપણે કબ્ય છે એવા દૃઢ નિશ્ચય કરી લેવા ઘટે છેજી; અને પરમકૃપાળુદેવની જન્મતિથિ ઉપર આપણને નવું જીવન પ્રાપ્ત થાય તેવા ઉલ્લાસથી ભક્તિ કવ્ય છેજી.