________________
પ૦૦
બેધામૃત
સ્તવનમાં આવે છે. તેમ તે કળિકાળના ઝેરી વાતાવરણથી બચીને પરમ પુરુષના બોધરૂપ કપવૃક્ષની છાયાની શીતળતા વર્તમાનમાં અનુભવે છે અને ભવિષ્યમાં તે કલ્પવૃક્ષનાં અમૃતફળને પામશે. માટે પ્રારબ્ધ પ્રમાણે જે સંગે મળી આવે તેમાં તન્મય ન થતાં પરમકૃપાળુદેવનું શરણું, તેની ભક્તિ અને તેની પરમકૃપારૂપ મહામંત્રમાં વૃત્તિ રાખવા વિનંતી છે.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ
૫૩૭ કળિકાળ અને અસત્સંગના ઘેરાવામાં જીવ બળ કરે તે જ ધર્મમાં વૃત્તિ રાખી શકે. સશાસ્ત્ર, ભક્તિ, સ્મરણ અને સ્વાધ્યાય એ હાલ ઉપગી છેછે. પહેલાં શીખેલું ભુલાઈ ગયું હોય તે તાજું કરી લેવું અને રોજ નવું શીખવાને, ગોખવાને અમુક વખત રાખે. અમુક વખત વાંચવા-વિચારવાને રાખે. બને તે પુસ્તકમાં જોઈ જોઈને લખવાને મહાવરે, ટેવ રાખવા ગ્ય છે", તેથી ચિત્તની એકાગ્રતા અને વિચાર કરવાને અવકાશ પણ મળશે. જે મુખપાઠ કરવું હોય તે જ લખવાનું રાખવાથી થેડી મહેનતે યાદ પણ રહે તેમ છે. ગમે તે પ્રકારે કાળ જ્ઞાનીનાં વચને વાંચવા, લખવા, વિચારવા કે મુખપાઠ કરવામાં જાય અને સમજીને ભાવની વૃદ્ધિ થાય, નિર્મળતા થાય તેમ કર્તવ્ય છે. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૩૮
અગાસ, તા. ૧૯-૧૦-૪૪ તત 8 સત
કાર્તિક સુદ ૨, ૨૦૦૧ “મન ન મૈ નહીં, તારૈ સા નિઃ . बाल, तरुण नहि वृद्ध हूँ, ये सब पुद्गल अक।।" સહનશીલતા ને ક્ષમા, ધીરજ સમતારૂપ;
સમ્યક્ શ્રદ્ધા સહિત એ, આપે આત્મસ્વરૂપ. આપને પત્ર મળે. વિગત જાણી. ત્રણ બાબતે તમે જે લખી જણાવી તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે : (૧) જ્ઞાની પુરુષના સ્વમુખે જે આજ્ઞા જીવને મળે છે તે એક પ્રકાર છે. (૨) પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જેને આજ્ઞા કરી હોય તેની મારફતે જીવને આજ્ઞા પ્રાપ્ત થાય, અને (૩) ત્રીજો પ્રકાર – પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ મારફતે પ્રાપ્ત થયેલી આજ્ઞા કેઈ જીવ આરાધતે હોય તેની પાસેથી તેનું માહાસ્ય સમજી તે આજ્ઞા-આરાધકની પેઠે જે જીવ, જ્ઞાનીની આજ્ઞા છે એમ જાણી, હિતકર માની આરાધે છે. આ ત્રણે પ્રકાર જ્ઞાનીની આજ્ઞા આરાધવા અર્થ છે અને ત્રણેથી કલ્યાણ થાય છે. પહેલા ભેદનું દષ્ટાંત – શ્રી ગૌતમસ્વામી ભગવાન મહાવીર પાસેથી રૂબરૂમાં ધર્મ પામ્યા. બીજા ભેદનું દષ્ટાંત – ભગવાન મહાવીરના નિર્વાણને દિવસે શ્રી ગૌતમસ્વામીને ભગવાને કહ્યું કે અમુક બ્રાહ્મણને તમે આ પ્રકારે ધર્મ સંભળાવજે. ત્રીજા ભેદનું દષ્ટાંત – લરછી અને મલ્લી નામના ક્ષત્રિ(કૌરવપાંડ જેવા)ના યુદ્ધમાં (મહાવીર સ્વામીના સમયમાં) ચેડા મહારાજાના પક્ષમાં એક વણાગનટવર નામને શ્રાવક રાજા ભક્તિવાળો હતે. તેને મોટા રાજા – ચેડા મહારાજાને હુકમ થવાથી યુદ્ધમાં ઊતરવાનું હતું. તે બે ઉપવાસ કરી એક દિવસ પારણું કરે અને ફરી બે ઉપવાસ કરે એવી તપસ્યા કરતે