________________
પત્રસુધા
૪૮૭ દહાડામાં ગરમી સહન નથી થતી પણ તે જ ગરમી ચોમાસાના વરસાદનું કારણ છે. તેથી જ બારે માસના રાકને ગ્ય અનાજ પાકે છે. તેમ સત્સંગના વિયોગે જે વૈરાગ્યભાવના વધે, તે પરમકૃપાળુદેવની કૃપા થવાની નિશાની છે. માટે વિપરીત સંગોમાં વસવું થાય ત્યાં સુધી ધીરજ, સમતા, સહનશીલતા, શાંતિ આદિ ગુણો તમારામાં છે, તે વર્ધમાન પામે છે તે જ સમાધિમરણ વખતે ખરા મિત્રો સમાન છેજ. એક ક્ષણ પણ નકામી ન જાય કે આર્તધ્યાનનું કારણ ન થાય તે પ્રમાણે દિવસને કાર્યક્રમ બને તે અહીંના સભામંડપના વખતેની પેઠે બને તેટલે કાળ ધર્મ ધ્યાનમાં ગાળવાને અભ્યાસ પાડી મૂકવા યોગ્ય છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૫૧૪
અગાસ, તા. ૩-૮-૪૪
શ્રાવણ સુદ ૧૩, ૨૦૦૦ ઘણી વાર ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પાસે સાંભળ્યું છે કે મનુષ્યભવ દુર્લભ છે, ચિંતામણિરત્નતુલ્ય છે, મોક્ષનું કારણ છે, તેમ છતાં તુચ્છ વસ્તુઓનું માહામ્ય જીવને લાગ્યા કરે તે તે બધા સાંભળ્યું જ નથી એમ થયું. તે હવે તે દુર્લભ મનુષ્યભવ સફળ કરવા શું કરવું? કરવાથી જે માહાસ્ય જ્ઞાનીને લાગ્યું છે તે આપણને લાગે? આપણી ભૂલે આપણને યથાર્થ કેવા પ્રકારે શું કરવાથી સમજાય? અને શાથી તે ટળે? એને વિચાર મારે તમારે બધાએ લક્ષ રાખી વારંવાર કર્તવ્ય છે.
૫૧૫
અમાસ, તા. ૩-૮-૪ હરિગીત – પરમાર્થ દષ્ટિ શીખવે દેતું ન કઈ કઈને,
ખમવું બધું પરમાર્થ અર્થે કલેશ-કારણ બાઈને, સંગ સર્વે છૂટશે પણ જાણનારે જોઈ લે,
આ ફરી ને વેગ આવે, લાભ સાચે સાધ લે. “નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લે ગમે ત્યાંથી ભલે,
એ દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે.” વારંવાર વિચાર કરવા યોગ્ય તે જ્ઞાનીએ જાણે છે તે આત્માનું સ્વરૂપ છે, તે મહાપુરુષનાં વચનના અવલંબને બને તેટલા કષાય શમાવી શાંતભાવે વિચારવા લાગ્યા છે. સત્સંગે વિવેક જાગૃતિ થાય છે, માટે સત્સંગની ભાવના નિરંતર કર્તવ્ય છેજી. પિતાની બુદ્ધિને જે જ્ઞાનીનાં વચનરૂપ અંકુશ ન વાગ્યા કરે તે મદોન્મત્ત હાથીની પેઠે તે સર્વને નષ્ટભ્રષ્ટ કરી દે તેવી છે. માટે બુદ્ધિ દ્વારા સ્વચ્છેદ ન પિપાય પણ જ્ઞાનીની આજ્ઞાને વિચાર થાય તે લક્ષ રાખી “બાળTE ધ બળાઈ તવો” જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ ધર્મ છે, જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ તપ છે, એ વારંવાર વિચારી પોતાની મૂઢદશા વિચારવામાં સચેતપણું રાખવું ઘટે છે જી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી વારંવાર કહેતા કે તારી બુદ્ધિ ઉપર મીંડું મૂકી ચેકડી તાણવા ગ્ય છે. કારણ કે અનંત કાળથી તેણે પરિભ્રમણ કરાવારૂપ ફળની પરંપરા આ જીવને આપીને દુઃખી દુઃખી કરી નાખે છે. તે હવે આ ભવમાં તે પરમકૃપાળુદેવે સમ્મત