________________
પત્રસુધા
૪૭
આવે જ્યાં એવી દશા, સદ્ગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજજ્ઞાન;
જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ.” – શ્રીમદ્ રાજચંદ્ર જીવને જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ આંજી નાખે છે એટલે નવપૂર્વ ને ચૌદપૂર્વને વિસ્તાર વાંચી અધધધ થઈ જાય છે. પણ દર્શન મેહનું કાર્ય વિષ સમાન છે. દશ-પંદર મણ દૂધ કઈ વાસણમાં હોય પણ તેમાં નવટાંક સેમલ નાખે તે કઈ કામનું તે દૂધ રહે નહીં. તેમ ચૌદપૂર્વનું જ્ઞાન અને અગિયારમા ગુણસ્થાનક સુધીનું ચારિત્ર ને માત્ર દષ્ટિ ફરતાં, લેભ એટલે પુદ્ગલનું માહામ્ય લાગતાં જેને આધારે તે દશા થઈ હતી તે દેર હાથથી છૂટી જાય છે અને પહેલે ગુણસ્થાનકે આત્મશ્રદ્ધહીન થઈ પડે છે જી. સગુરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય” એમ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં જણાવ્યું છે. તે આધાર છૂટી જતાં તે જ્ઞાન ઉપર આવરણ આવ્યા પહેલાં એટલે હજી ચૌદ પૂર્વધારી કહેવાય પણ શ્રદ્ધાધન ખોઈ બેઠો તેથી લૌકિક છે જેવી વાસનાને આધીન થઈ પામર બની જાય છેજી. સમકિત નવિ લહ્યું રે એ તે રૂલ્ય ચતુર્ગતિમાંહી” એમ શ્રી દેવચંદ્રજીએ ગાયું છે અને પરમકૃપાળુદેવે પણ કહ્યું છે ? “અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત્ મળ્યા નથી, સત્ સુર્યું નથી અને સત્ શ્રધ્યું નથી અને એ મળે, એ સુયે અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.” (૧૬૬) “અઢા પરમ ટુરા” એવું વારંવાર પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા. શાસ્ત્રજ્ઞાન દુર્લભ નથી, પણ સમ્યક્દર્શન દુર્લભ તે દુર્લભ જ છેજ.
છૂટે દેહાધ્યાસ તે, નહિ કર્તા / કર્મ;
નહિ ભક્તા તું તેહને, એ જ ધર્મને મર્મ.” આટલામાં બધાં શાસ્ત્રને સાર, ચારિત્રને સાર મૂકી દીધો છે. તે સમયે અને આચર્યું છૂટકે છે. વિશેષ શું કહેવું? આ કાળમાં પરમકૃપાળુદેવે પણ જેને માટે વારંવાર ગૂરણ કરી છે અને જેનું માહાસ્ય દર્શાવવા અનેક પત્રો લખ્યા છે એ એક સત્સંગ નામને પદાર્થ સર્વથી પહેલે નિરંતર ઉપાસવા ગ્ય છે, ભાવના કરવા યોગ્ય છેજ. તે સિવાય નિઃશંક થવાય તેમ નથી. માટે બનતા પ્રયને ગમે તેટલા ભેગે, શરીરની દરકાર જતી કરીને પણ સત્સંગ અર્થે આટલે ભવ ગાળ છે એમ નિર્ણય થશે તે જરૂર તમે જે ધારણું રાખો છો સમાધિમરણની, તેનું તે અચૂક કારણ છેજી. જોકે પુણ્યને ઉદય જીવને જોઈએ છીએ, તે વિના બનતું નથી. છતાં પુણ્યના ઉદયને પણ શિથિલ ચિત્તને લઈને નિષ્ફળતા મળે, ઢીલ થાય, ધકેલે જાય તે તે પુણ્યને ઉદય દિવસે દિવસે ખવાતે જાય અને પાપને ઉદય આવે ત્યારે કંઈ કરવું હોય તે પણ બનવું અશક્ય થઈ પડે તેમ છે. માટે ઘણી વખત ઉત્તર લખતાં લખતાં મનમાં એમ થઈ આવે છે કે તમને શિથિલતાનું કારણ આ પત્રવ્યવહાર તે નહીં થતું હોય? તેથી સંતોષ માની જીવ ઢીલે તે મૂળે છે અને ઢીલા થવાનું કારણ
32