________________
બેધામૃત પડતું હોય તે પણ આબરૂની ખાતર બેલેલું સજજને પાળે છે, તે જેને આધારે આપણે મોક્ષ મેળવે છે એવા પરમકૃપાળુદેવની સાક્ષીએ કોઈ નિયમ લઈએ તે તેની આજ્ઞારૂપ તે બાધા શિરસાવંઘ ગણી, પાછું પગલું ભરવાને વિચાર જીવનપર્યત કરે ઘટતું નથી. તેવી દઢતા હાલ આપણામાં ન લાગતી હોય તે છ માસ, બાર માસ કરી લેવું કે મન દઢ રહે છે કે નહીં. નિયમ ન લીધો હોય છતાં મનમાં નિયમ લીધે છે એમ વિચારી એકાદ વર્ષ પિતાની દઢતાની પરીક્ષા કરી જોઈ, પછી નિયમ લેવાને વિચાર રાખવો હોય તે તે પણ સુવિચાર છે. અને જે અંતરથી આત્મા બળપૂર્વક નિર્ણય જણાવે તે હાલ પણ પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમે જણાવ્યું છે તેમ સટ્ટાને ત્યાગ કરવાનો નિયમ લઈ લેવામાં પ્રતિબંધ નથી.
ૐ શાંતિઃ
૫૨૭
અગાસ, તા. ૯-૯-૪૪ તત્ સત્
ભાદરવા વદ ૭, શનિ, ૨૦૦૦ ખમાવું સર્વ જીને, સર્વે જીવે ખમે મને, મૈત્રી હે સર્વની સાથે, વૈરી માનું ન કેઈને. ક્ષમાશૂર અહંતુ પ્રભુ, ક્ષમા આદિ ગુણ ધાર; સૌને ખમી ખમાવવા, પર્યુષણ દિન સાર. જહાં દયા ત્યાં ધર્મ છે, જહાં લાભ ત્યાં પાપ;
જહાં ક્રોધ ત્યાં કાળ છે, જહાં ક્ષમા ત્યાં આપ. કષાય અગ્નિ સમાન છે એમ કહેવાય છે, છતાં અહીં દરિયાપાર બનતી વાતે આટલું બધું પાણી ઓળંગીને આફ્રિકા સુધી પહોંચી બીજાનાં મન બાળે એવો કષાય-અગ્નિ તે કોઈ ચમત્કારી કહેવાય.
આ પર્વ પર્યુષણ પર્વ કહેવાય છે એટલે આત્મ-આરાધન (પરિ + ઉપાસના) કરવા વર્ષમાં એક અઠવાડિયું નિશ્ચિત થયેલું છે. તેમાં મુખ્ય કાર્ય તે પિતાને આત્મા, ક્રોધાદિ કષાય અગ્નિમાં નિરંતર બળ્યા કરે છે તેને કોઈ શાંતિના સ્થળમાં જઈ સાંસારિક વાતાવરણ ભૂલી જઈ બળતાઝળતા આત્માને નિષ્કષાયભાવરૂપ ઉપશમ-જળમાં નવરાવી પવિત્ર કરવાનો ઉદેશ આ પર્વને છે. એવા શુભ ક્ષેત્રમાં સ્થાન ન બની શકે તે જ્યાં પ્રારબ્ધના ઉદયે વસવું થતું હોય ત્યાં પણ એક અઠવાડિયું બને તે માંદગીના જેવી રજા લઈને એકાંતવાસમાં પિતાના દેશે જોઈ દોષ ટાળવા પ્રયત્ન કરી અંતરશાંતિના પ્રયાસમાં રહેવું ઘટે છે. તે દિવસોમાં મોક્ષમાળા, ઉપદેશછાયા, જીવનકળા, આલેચનાદિ પદ સંગ્રહ, તત્વજ્ઞાન વગેરેમાંથી સદ્વાંચન, વિચાર અને કોઈ પાસે સત્સંગને વેગ હોય તે બે-ચાર મુમુક્ષુના સંગે ધર્મધ્યાન, જપ, તપ, ભક્તિભાવ, જ્ઞાનચર્ચાનું નિમિત્તે દર વર્ષે રાખવા ગ્ય છેજી.
સર્વ છે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ કાયાવાળા કે કીડા-કીડી, ભમરા ભમરી, માખી, પશુપંખી, મનુષ્ય માત્ર, દેવ, નરકવાસી આદિ જે કઈ છની સાથે આ ભવ પરભવમાં અથડામણ થઈ હોય, વેરવિરોધ થયાં હોય તે સર્વ જીવો પ્રત્યે ક્ષમા ઈરછી