________________
બેધામૃત
પૂ. ભાઈ.... તથા તમારા કુટુંબના સર્વે દિવસમાં એકાદ વખત સમૂહભક્તિમાં બેસતાં હશે. બધાને અનુકૂળ હોય તે એક કે અર્ધો કલાક સાથે ભક્તિ રાખવાથી નાનાં મોટાં સર્વને ધર્મના સંસ્કાર દઢ થાય, ઉત્તમ વાતાવરણને શોખ લાગે, પિતાને અવકાશે ભક્તિવાચન વગેરે માટે વૃત્તિ જાગે. માટે તેવો ક્રમ રાખે ન હોય તે થોડો વખત બીજી ફેકલાજ તજી સાથે ભક્તિ કરવાની ટેવ પાડવા ભલામણ છેજી. ગવાસિષ્ઠ મહારામાયણ ત્યાં મળી શકે તે વૈરાગ્ય અને મુમુક્ષુ એ બે પ્રકરણો વાંચવા યોગ્ય છેજી. વૈરાગ્યદશાની વૃદ્ધિ માટે ઉપયોગી છે જી. એ જ વિનંતી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૮૪
અગાસ, તા. ૨૩-૩-૪૪, ગુરુ
તત્ સત્ આપના પિતાશ્રીને દેહ-અવસાનના સમાચાર મળ્યા. તથા તમારે શિર બધી જવાબદારી આવી પડી છે એમ સાંભળ્યું. પૂર્વ કર્મ અનેક રૂપ લઈને આવે છે, તેમાં આપણે કટી થઈ રહી છે. પુરુષના આશ્રિતને છાજે તેવી રીતે હિમ્મત હાર્યા વિના તથા જ્ઞાની પુરુષની આજ્ઞાનું વિસ્મરણ થાય નહીં તેમ જે કંઈ આડું આવે તે યથાયોગ્ય રીતે કોરે કરવાનું છે, ખસેડવાનું છે. પથ્થર તળે હાથ આવ્યો હોય તે કળે કળે કરીને કાઢી લેવાને છે. પરમકૃપાળુદેવે એક સુંદર શિખામણ આવા પ્રસંગે લક્ષમાં રાખવા યોગ્ય જણાવી છે કે “બાહ્યભાવે જગતમાં વર્તી અને અંતરંગમાં એકાંત શીતલીભૂત-નિલેપ રહો.” (૭૨) આ શિખામણ પોતે અમલમાં મૂકીને પ્રદર્શિત કરી છે. આપણે તેના શરણે તેમને પગલે પગલે અબંધ થવા પુરુષાર્થ કરવાને છે. | નાના છોકરાને કોઈ ડરાવે ત્યારે તેની મા તરફ જેમ દોડી જાય છે તેમ કર્મના ત્રાસમાં પરમકૃપાળુદેવ એક શરણરૂપ છે. તેનાં અમૃતમય વાકયોમાંથી કોઈ એકનું અવલંબન લઈને તેની અલૌકિક દશાની સ્મૃતિમાં આશ્ચર્ય અને આનંદ સહિત ઉપાધિને પ્રસંગ વ્યતીત થાય તેમ કરવા ભલામણ છે. વિશેષ વાચનને વખત ન મળતું હોય તે જે મુખપાઠ કર્યું છે તેના વિચાર ટ્રેન વગેરેમાં મુસાફરી કરતાં કે ફરવા જતાં પણ ચાલુ રહે એવી ટેવ પાડશો તે આ મુશ્કેલી એક સારી આદત બેસાડવારૂપ ઉપકારકર્તા નીવડશેજી. બીજું કંઈ ન બને તે સ્મરણમાં વારંવાર વૃત્તિ રાખતા રહેવાથી ઘણાં કર્મથી બચી જવાનું કારણ થાય તેમ છે. ભલે ઉપાધિપ્રસંગ વધતું જાય પણ આપણું વીર્યબળ વધારવાને પુરુષાર્થ આપણે વિશેષ જાગ્રત કરતા રહેવાની જરૂર છે, નહીં તે આ કાળમાં પરમાર્થનું કામ પડ્યું રહે અને નિષ્ફળ પ્રવૃત્તિઓમાં આખું જીવન વ્યતીત થાય તેવે વખત આવી લાગે છે. માટે “ચેતતા નર સદા સુખી” કહેવાય છે તેમ કાલે શું થશે તેની ક્યાં ખબર છે? માટે વૈરાગ્યની વૃદ્ધિ કરી, સંસારને જાળરૂપ જાણી, મનની વૃત્તિ નિવૃત્તિ તરફ વારંવાર વળે અને પરમ શાંતિપ્રેરક પરમકૃપાળુદેવની શાંત, વીતરાગ મુખમુદ્રા સ્મૃતિમાં આવે તેમ લક્ષ લેવા યોગ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ