________________
બેધામૃત
ગમતું કહી બેસે તે દુઃખ લાગે છે તેવું દુઃખ – ધર્મ નહીં આરાધીએ તે, નથી ગમતું એવા દુખથી અનંતગણું દુઃખ આવી પડશે એવાં કર્મ બંધાશે તેનું – લાગતું નથી. તેથી ધર્મકાર્યમાં પ્રમાદ થાય છે, તે નહીં કરીએ તે આજે ચાલશે એમ કંઈ અંશે રહેતું હોવાથી અવશ્ય કરવા યોગ્ય ધર્મ કાર્ય કોઈ દિવસે ભુલાઈ પણ જાય છે. મૂંઝવણભર્યા પ્રસંગે વધારે સાંભરવું જોઈએ એવું જે જ્ઞાનીનું કહેલું, તેનું માહાસ્ય જોઈએ તેટલું નહીં હોવાથી વીસરાઈ જાય છે, નહીં તે મુશ્કેલીના પ્રસંગે ખરે આધાર તે જ્ઞાનીનાં વચન, તેનું પ્રબળભાવે ગ્રહેલું શરણ છે.
હવે તે એવી ભાવના કર્યા કરવી ઘટે છે કે હે ભગવાન! મારે કોઈ તમારા સિવાય આધાર નથી; તમારે આધારે જ બાકી રહેલી જિંદગીના દિવસે જાઓ. આટલા કાળ સુધી તે મને આપના તરણતારણ પ્રભાવનું ભાન નહતું, તેથી મૂંઝવી મારે તેવા આધાર ગ્રહણ કરીને દહાડા એળે ગાળ્યા. પણ હવે મારા આત્માનું જરૂર આપના શરણે કલ્યાણ થશે, એવી અંતરમાં શ્રદ્ધા પ્રગટી છે તે જ મારે આધારરૂપ છે. આ દેહનું ગમે તેમ થાઓ, ગમે તેટલી મૂંઝવણે આવી પડે, પડોશી, ઘરનાં માણસ કે આખું જગત વિરોધ કરીને કનડતું હોય તોપણ એક જે તમારી આજ્ઞા, મંત્રસ્મરણ મારા હૃદયમાં સદાય જાગ્રત હોય તે મને કોઈ મૂંઝાવી શકે તેમ નથી. મારા આત્માને વાંકે વાળ નહીં થાય એટલી આપની શક્તિને મને વિશ્વાસ છે. જગતના તરફ નજર રાખીને આખે આવરદા ગાળે, પણ પાણી વચ્ચે માખણ ન નીકળે તેમ મારા આત્માનું તેથી કંઈ કલ્યાણ થયું નહીં. પણ હવે તે તમારી આજ્ઞા આરાધવામાં જેટલે પુરુષાર્થ કરીશ તેટલે મારો આત્મા તમારી સમીપ આવશે, તમારા જેવો થશે. માટે હવે તે મારી જ ખામી છે, મારો જ પ્રમાદ મને નડે છે તેને હવે નહીં ગણતાં જરૂર જેટલું ખાવાનું, ઊંઘવાનું કે ઘરનું જરૂરનું કામ પતી ગયું કે હવે તે હે પ્રભુ! આપની આજ્ઞા અહોરાત્રે આરાધવાની અંતરમાં દઢ ભાવના-પ્રતિજ્ઞા જેવી-કરવી છે કે એ આરાધના અને મરણ વખતે, રેગ વખતે, ક્રોધાદિ વિકારોના પ્રસંગે કર્મબંધથી બચાવે. આ પુરુષાર્થ આ ભવમાં નહીં કરું અને અચાનક દેહ છૂટી જશે તે કરવાનું છે તે મનમાં રહી જશે; અને આજ સુધી આંધળાની પેઠે પિતાને દુશ્મન બની મેં પિતાને દુઃખ દેવામાં બાકી રાખી નથી, અનેક કર્મો બાંધ્યાં છે, તે ભોગવવા કેવાય ભવમાં ભમવું પડશે. માટે જ્યાં સુધી આ મનુષ્યભવ છે ત્યાં સુધી કાળ પ્રમાદ તજીને જરૂર આત્મહિત થાય તેમ જ ગાળી લઉં, એ દઢ નિશ્ચય કરી કંઈ ને કંઈ કામ કરતાં પણ ધર્મકાર્યમાં ચિત્ત રાખ્યા કરવાની ટેવ પાડી મૂકવા ગ્ય છે. મેહને મારવાને લાગ આવ્યું છે તે વખતે ઊંડ્યા કરીશ તે વેદના, મરણ કે તેવા મૂંઝવણના પ્રસંગમાં મહને વશ થઈ તેમાં તણાઈ જવાથી માઠી ગતિમાં ઘસડાઈ જવાને પ્રસંગ આવશે. માટે હવે તે મેહ-નિદ્રામાંથી જાગ્રત જાગ્રત થવાની, રહેવાની જરૂર છેજ. મેહશત્રુને મારવાને લાગ આવ્યું છે, તે વખતે પ્રમાદ આડે કરવાનું તે કાર્ય રહી ન જાય તેની ફિકર હદયમાં રાખીને, જે કંઈ કરવા ધાર્યું હોય તે કર્તવ્ય છેછે. બીજી વસ્તુઓ તરફને પ્રેમ તે જરૂર ઘટાડે જ પડશે તે વિના છૂટકે નથી. તે વિષે વારંવાર વિચાર કરતા રહેવાની જરૂર છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ