________________
૪૭૨ -
બધામૃત દેવનાં વચનામૃતે સાંભળવાનાં મળે, તેની ચર્ચા થાય, મહાપુરુષના ઉપકારની સ્મૃતિ થાય, ધર્મધ્યાનમાં પ્રવર્તવાનું પ્રોત્સાહન (પ્રેરણા) મળે તેવાં સ્થાનેમાં ચાહીને, મુશ્કેલી વેઠીને પણ જવું, તેમાં બનતે ભાગ લેવે, કંઈ ન બને તે બેઠાં બેઠાં સાંભળ્યા કરવું. જ્ઞાન, ધ્યાન, ભક્તિ, ભજનમાં વર્તતાં મુમુક્ષુ ભાઈબહેનેને અનુમોદન દેવાથી પણ ધર્મધ્યાન થાય છે જી. મનુષ્યભવ છે ત્યાં સુધી આ લહાવે લઈ શકાશે.
૫૦૦
અગાસ, તા. ૧૪-૬-૪૪; બુધ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્દગુરુ પાય;
દીઠા નહિ નિજ દેણ તે, તરીએ કેણ ઉપાય?” આપનું કાર્ડ મળ્યું. આપ બન્નેની માંદગી જાણી. આવા વખતે પરમકૃપાળુદેવનું શરણ એ જ એક આધાર છે. કર્મ તે બાંધેલાં આવ્યાં છે, તે જવાનાં છે, પણ જે મંત્રનું સ્મરણ, ભક્તિભાવમાં ચિત્ત રહ્યું તે એવાં કર્મ ફરી નહીં ભોગવવાં પડે. છૂટવાનો લાગ આવ્યું છે ગણીને પરમકૃપાળુદેવને પ્રગટ આધારરૂપ માની, તેને શરણે જે થાય તે જોયા કરવું. આપણું ધાર્યું કાંઈ થતું નથી. સારું ખોટું કર્યા વિના સહનશીલતા અને ધીરજ ધારણ કરી આ આત્મા જન્મમરણથી છૂટે માટે આત્મજ્ઞાની એવા પરમકૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રનું મારે શરણું છે તે જ ભજવા ગ્ય છે, રાત્રિદિવસ તેમનું જ મને ભાન રહે, મારા આત્માના એ પરમ ઉપકારી છે, એમણે જણાવેલ મંત્ર અને અંત વખત સુધી સ્મૃતિમાં રહો, એ ભગવંતની ભક્તિ એ જ મારા જીવનનું ફળ છે, એને શરણે આટલે ભવ પૂરે થાઓ એવી ભાવના કરતા રહેવા યોગ્ય છે. આત્મા છે, તે નિત્ય છે, તે કર્મને કર્તા છે, કર્મને ભોક્તા છે, મિક્ષ છે અને મોક્ષના ઉપાય છે આ છ પદના વિચારે આત્મશ્રદ્ધા કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવે કહેલાં આ છ પદ પરમ સત્ય છે, તે જ મારું સ્વરૂપ છે. એ જ વાત મંત્રમાં પણ જણાવી છે. માટે મારે આખર વખત સુધી તે પરમકૃપાળુદેવ અને તેણે કહેલે મંત્ર આધારરૂપ છે. તે સદાય મારા હદયમાં પરમ પ્રગટ રહો. એ ભાવના કલ્યાણકારી અને સર્વ અવસ્થામાં ઉપાસવા યોગ્ય છેજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ