________________
૪૭૪
બેધામૃત વિશ્વ કહેવાય. કેઠીમાં ઘઉં ભર્યા છે એમ કહીએ કે ઘઉંની કેડી કહીએ એ બને જેમ સરખું છે, સર્વ ઘઉંના દાણામાં એક જ પ્રકારને સરખો ગુણ છે તેમ સર્વ જીવ ચૈતન્ય અપેક્ષાએ સરખા છે. પણ ચૈતન્ય અરૂપી છે અને કર્મ પ્રગટ દેખાય છે, તેને લીધે વિવિધતા જણાય છે. તે કર્મ ટળી જતાં પણ બધા આત્મા એકરૂપ થઈ જતા નથી પણ સર્વ મુક્ત જીવ શુદ્ધ સ્વરૂપે સ્વસ્વરૂપમાં રહે છે. આ એક સામાન્ય વાત કરી. જ્યાં સુધી જીવને કર્મને સંગ છે ત્યાં સુધી જીવને કોઈને કોઈ દેહમાં રહેવું પડે છે અને કર્મને આધીન દેહ જન્મ, બાળ, યુવાન, વૃદ્ધ અને મરણની અવસ્થાવાળો જણાય તે વખતે તે તે દેહના ફેરફારો પ્રમાણે જીવ તેમાં રહેલું છે તે સ્પષ્ટ નાના-મોટા વિસ્તારવાળે દેખાય છે. ગર્ભમાં જેટલી જગા તેણે રેકેલી હોય છે તેટલી જ સંકેચવાળી જગા(દેહ)માં વ્યાપીને જીવના અસંખ્ય પ્રદેશ રહેલા છે. પૂરા માસ થયે જન્મ યોગ્ય દેહ થાય ત્યારે દેહમાં સર્વ સ્થળે વ્યાપેલે હેવાથી જીવ વિસ્તારવાળી જગા રેકે છે. જન્મ પછી વર્ષ, બે વર્ષ, પાંચ-પંદર વર્ષમાં શરીર જેટલું વધે છે તે પ્રમાણમાં આત્માના પ્રદેશે વિકાસ પામે છે એટલે દેહપ્રમાણું બની રહે છે. યુવાવસ્થામાં સ્કૂલ શરીર થાય ત્યારે તેટલી જગામાં હોય છે; વળી રેગને લીધે કે ખેરાક ઘટી જવાથી શરીર સુકાઈ જાય ત્યારે તેટલા પ્રમાણમાં રહે છે, તેમ જ વૃદ્ધાવસ્થામાં બને છે. મરણ કાળે કોઈ એ એવાં કર્મ બાંધ્યાં હોય છે કે તે વખતે દેહ છેડતાં પહેલાં જે દેહ છોડવાને છે તે દેહથી તે જ્યાં નવ દેહ ધરવાનો હોય ત્યાં સુધી પ્રદેશોની એક હાર થઈ જાય છે અને ગર્ભસ્થાન કે ઉત્પત્તિસ્થાનને સ્પર્શ કરી પાછો દેહમાં આવી જાય છે. આવી અવસ્થાને સમુદુઘાત (મરણ સમુદ્દઘાત) કહે છે. પછી દેહ છેડી જૂના દેહના આકારે જ્યાં ઉત્પત્તિ થવાની હોય ત્યાં કર્મને આધારે જીવ જાય છે, ત્યારે ગર્ભને જેટલું જ મૂળ દેહસ્થિતિરૂપ સંકેચાઈ જાય છે. આ બધી બાબતે કેવળજ્ઞાનીએ કેવળજ્ઞાનથી જેઈને વર્ણવી છે તે હાલ તે શ્રદ્ધાને આધારે માન્ય થાય તેમ છે. એમાં બુદ્ધિને પ્રવેશ થાય તેમ નથી. જ્ઞાનીએ, પરમકૃપાળુદેવે જેવું આત્માનું સ્વરૂપ પ્રગટ કર્યું છે, બોધ્યું છે, સંમત કર્યું છે તેવું મારે માનવું છે. એ શ્રદ્ધા દેઢ કરી વૈરાગ્ય ઉપશમ વધારવાથી સર્વજ્ઞદશાની શ્રદ્ધા સચોટ થાય છેજી.
વૈરાગ્ય એટલે પરવસ્તુ પ્રત્યે અનાસક્તિ અને ઉપશમ એટલે ક્રોધ, માન, માયા, લેભરૂપ કષાય-ફ્લેશ શાંત પાડે અને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષ ગુણોની વૃદ્ધિ કરવી – આ હાલ થઈ શકે તેમ છે, અને તેથી આત્મા નિર્મળ અને સુખી બને છે. પરમકૃપાળુદેવની કૃપાથી જે મંત્રની પ્રાપ્તિ થઈ છે, તે સર્વ પ્રસંગમાં ચિત્તની શાંતિ રાખવાનું સર્વોત્તમ રામબાણ ઔષધ છેછે. તેનું વિસ્મરણ થાય છે, તેટલા કષાયક્લેશથી આત્મા સંતાપ પામે છે. માટે દેવલેક કે આ લેકનાં માયિક સુખમાં ભટકતા મનને પાછું વાળી, જે થાય તે ભલું માનવામાં આવે એવા કામમાં લાવવા ગ્ય . પરમકૃપાળુદેવનું પુસ્તક વાંચતા રહેવાથી ઘણા ખુલાસા આપોઆપ થાય તેમ છેજી અને ન સમજાય તે પૂછવામાં હરકત નથીજી. આત્મહિત પિષવા માટે પરમકૃપાળુદેવનાં વચને મને તે સર્વોત્તમ લાગ્યાં છેજ. તેથી વારંવાર તે જ ભલામણ કરવા વૃત્તિ રહે છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ