________________
બેધામૃત રહી હાથ” ભવસાગરમાં વહેતા પ્રાણીને બચાવનાર, ઉત્તમ ધામમાં સ્થાપનાર, પરમ વિશ્રામરૂપ છે. એ પુરુષના ગુણગ્રામમાં, માવતરની સેવામાં કાળ જશે તે લેખાને છે. “એ શું સમજે ? એમને હવે સંભળાતું નથી, અત્યારે ક્યાં ભાન છે?” એમ ગણી આપણે સેવામાં પ્રસાદી થવાની જરૂર નથી. એ સાંભળે કે ન સાંભળે પણ બોલનાર તે સાંભળે છે ને! આપણે આપણી ફરજ ન ચૂકવી.
૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ દેહ છૂટતાં પહેલાં ઘણી વખત અગાઉ કહી મૂકેલું કે એ વખત આવે ત્યારે બીજી બધી વાતે, વાચન વગેરે બંધ કરી “સહજાન્મસ્વરૂપ પરમગુરૂ” મંત્રની ધૂનથી આખે ઓરડે ગાજી ઊઠે તેવું વાતાવરણ કરી મૂકવું; અને દેહ છૂટી ગયે છે એમ ખબર પડે તે પણ થોડી વાર તેમ જ કર્યા કરવું. તેઓશ્રીની આજ્ઞા પ્રમાણે તેમ જ બન્યું હતુંઅને પછી જ બારણું ખેલી બધાને ખબર આપ્યા હતા.
એક વખત પૂ. ચુનીભાઈને નાને દીકરે રસિક બે-અઢી વર્ષને મરણપથારીએ હતું ત્યારે પ્રભુશ્રીજી ગયા હતા અને તેને ઉપદેશ આપવા લાગ્યા. બધાને લાગ્યું કે આટલે નાનો છોકરો ઉપદેશ શું સમજે? એવામાં પિતે જ બોલ્યા કે “પ્રભુ, આત્મા છે ને? ભલે તે નાને હય, મૂછમાં હોય પણ આત્મા છે, તેને (ખાસ કરીને મનુષ્યને) ઉત્તમ વાતાવરણની છાપ પડે છે. એકેન્દ્રિય જીવોને પણ તેની છાયામાં મુનિ સ્વાધ્યાય કરતા હોય તે લાભ થાય છે, ઉરગતિનું કારણ થાય છે.” | માટે પરમકૃપાળુદેવનું શરણ, તેમની કથા, તેમનાં વચને, મંત્રનું સ્મરણ, ભક્તિ, ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીનાં દર્શન-સમાગમ થયો હોય તેનું સ્મરણ, સદ્ગુરુપ્રસાદમાંથી ચિત્રપટોનું દર્શન, આશ્રમમાં કે ધામણમાં જ્યાં મંત્ર મળ્યો હોય તે પ્રસંગેની યાદી આપવાથી પણ ઉલ્લાસભાવ પામી જીવ બળવાન થાય છે અને મરણસંકટને સહેલાઈથી તરી સમાધિમરણ થાય તેવા ભાવમાં આવી જાય છે. ટૂંકામાં જગતનું વિસ્મરણ અને જ્ઞાની પરમકૃપાળુદેવના શરણમાં બુદ્ધિ સ્થિર થાય તેવી મદદ તેમને મળતી રહે તેવા પુરુષાર્થની યોજના કરવા વિનંતી છે. સંભળાતું હોય અને તેમની ભાવના સાંભળવાની હોય તે “સમાધિ પાનમાંથી સમાધિમરણ,” “મૃત્યુમહોત્સવ તથા પૂ. પ્રભુશ્રીજીને નાસિકને બેધ સંભળાવતા રહેવા વિનંતી છે.જી.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ
૪૭૮ - પૂ... અહીંથી તત્ત્વજ્ઞાન સ્મરણ સાધન લઈ ગયા છે એ તેમનાં અહેભાગ્ય ગણાય. તેનું અહોરાત્ર આરાધન કરે તેનું તેથી પણ વિશેષ ધન્યભાગ્ય ગણાય. પણ એવું સુંદર સાધન મળ્યા છતાં, સત્સંગને લાભ અને તેના રૂપ “આત્મસિદ્ધિ વિવેચન” આદિ સગ્રંથ, પરમકૃપાળુદેવ અને પ. પૂ. પ્રભુશ્રીજીના ચિત્રપટ આદિ ભક્તિનાં સાધન સમીપ હોવા છતાં જે આત્મા
લેશિત રહે, બળી મરવા ઇરછે તેના જેવું દુર્ભાગી પ્રાણી કઈ દેખાતું નથી. આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ક્તા છે, મોક્ષપદ છે અને તે મોક્ષના ઉપાય