________________
૪૫૪
બેધામૃત અનંત વાર પ્રાપ્ત થઈ, તે તે સર્વને વિયોગ પણ થયો. પણ જે અનંત વાર ચાખી, સ્પર્શ, સૂંઘી, સાંભળી, જોઈ, વિચારી તે તે વસ્તુઓ પ્રત્યેની વાસના પ્રીતિ હજી એમને એમ ચિત્તમાં ચાલી આવી છે, તે સર્વ પ્રત્યેથી ઉદાસ થઈ, કંટાળો લાવી, અત્યંત અપ્રીતિકર અને અહિતહેતુ જાણું, કદી સ્વપ્નમાં પણ તે તે વસ્તુઓ પ્રીતિકર ન લાગે તેવી તે તે વસ્તુઓ પ્રત્યેની તુરછતા વિચારી, તે તે વાસનાઓ ઓકી કાઢવા જેવી છે, વિસ્મરણ કરવા જેવી છે એવી દઢતા હદયમાં ધારી; જે અપૂર્વ પદાર્થ કદી જોયે નથી, જાણે નથી, અનુભવ્યું નથી, જેનું કંઈ પણ યથાર્થ ભાન-સમાધિ-સુખની પ્રાપ્તિ એક ક્ષણ પણ થઈ નથી છતાં તે પદાર્થ છે એવું સદ્ગુરુનાં વચન દ્વારા હૃદય કબૂલ કરે છે, તે જ નિત્ય છે, આ નજરે દેખાય છે તે બધું તે નાશવંત છે. તે જ પ્રાપ્ત કરવા યોગ્ય છે અને તેના ઉપાય શ્રવણ, મનન, નિદિધ્યાસન, જ્ઞાન,દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સદગુરુએ ઉપદેશ્યા છે તે પરમ સત્ય છે. જીવ ધારે તે તે આરાધી શકે તેવા છે. તે જ આ મનુષ્યભવમાં પ્રાપ્ત કરી લેવા ગ્ય છે. ગમે તેવાં શારીરિક કષ્ટો વેઠીને પણ જેની ઉપાસના કરવા યોગ્ય છે, જેને માટે મૂરવા યોગ્ય છે, મરણિયા થવા યોગ્ય છે અને જેની પ્રાપ્તિથી અનંતકાળના દુઃખની નિવૃત્તિ થઈ પરમપદની પ્રાપ્તિ હોય છે, પરમ શાંતિ અનુભવાય છે, નિરંતર અનંત સુખ અનંતકાળ સુધી જેથી મળે છે, એવા અપૂર્વ પદાર્થની પ્રાપ્તિનું સાધન આત્મજ્ઞાની પુરુષની આજ્ઞા આ ભવમાં પ્રાપ્ત થઈ છે, તે તે અનન્ય ભાવે ઉપાસવા ગ્ય છે, અત્યંત અત્યંત તેમાં જાગૃતિ રાખવા ગ્ય છે, એમ વિચારી એક ક્ષણ પણ સ્મરણમંત્રનું વિસ્મરણ ન થાય તથા આ જ વેગથી જીવને અપ્રાપ્ય વસ્તુની પ્રાપ્તિ થવા યોગ્ય છે એવી શ્રદ્ધા દઢ કરી અહોનિશ યથાશક્તિ પરમપ્રેમે પરમકૃપાળુદેવને શરણે તેની આજ્ઞાનું આરાધન, તેમાં તન્મયતા–એકતાન થવાય તેમ કરતા રહેવા ભલામણ છે.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
४७४
અગાસ, તા. ૧૭-૨-૪૪, ગુરુ તમારો પત્ર આજે મળે. વળી પુછાવો છે કે ઈંટર આસમાં શું option હિતકારી છે? હવે તમે તમારો અભ્યાસ વિચારીને જેમાં ચિત્તમાં રસ પડતું હોય તે વિષય પસંદ કરવા
ગ્ય છે. તમને જે ઠીક પડે અને ચિંતાનું કારણ ન થઈ પડે તે માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે. બહુ મહેનત કરી distinction માટે મથવા કરતાં સહજ પ્રયત્નથી થાય અને પરીક્ષાને બોજો ન લાગતાં ચિત્તને અન્ય ઉચ્ચ આદર્શો ભણી પણ જતું ન રેકવું પડે, તેને ક્રમ સ્વીકારવા ભલામણ છે. ઘણા યુનિવર્સિટીમાં ઊંચા નંબર મેળવેલા પછીના જીવનમાં કયાંય સંતાઈ જાય છે, દટાઈ જાય છે, માટે વિદ્યારસિક વૃત્તિ થાય અને તત્ત્વજ્ઞાનની જિજ્ઞાસા પિલાતી રહે તેની હાલ જરૂર છે. વખત મળ્યું જેમાં પ્રીતિ છે એવી સદ્દગુરુની આજ્ઞામાં વૃત્તિ વાળતા રહેવું, નહીં તે વૅકેશન જેવા વખતમાં ધાર્મિક વાચન બને તે પ્રયત્ન કર, અને તેવા પ્રસંગ પણ પ્રાપ્ત ન થાય તે પણ નિરાશા ભજવા યોગ્ય નથી. પરમકૃપાળુદેવ લખે છે – “કેવળ નિરાશા પામવાથી જીવને સત્સમાગમને પ્રાપ્ત લાભ પણ શિથિલ થઈ જાય છે. સત્સમાગમના અભાવને ખેદ રાખતાં છતાં પણ સત્સમાગમ થયે છે એ પરમપુણ્ય