________________
બધામૃત
નથી; જન્મમરણ છૂટે એવું સત્સાધન પરમકૃપાળુદેવની કૃપાથી આ ભવમાં મળ્યું છે, તે હરતાં, ફરતાં, કામ કરતાં, રાંધતાં, સીંધતાં, જાગતાં હોઈએ ત્યાં સુધી પરમપુરુષની પ્રસાદીરૂપ મંત્રનું સ્મરણ ચાલુ જ જીભે રટાયા કરે એવી ટેવ પાડી મૂકી હોય તે કેવી કમાણી થયા કરે ! ફિકર, ચિંતા, ક્રોધ, અરતિ, કલેશ, કંકાસ, શેક, દુઃખ બધાં આર્તધ્યાનના કારણે, કૂતરાં લાકડી દેખી નાસી જાય તેમ એકદમ દૂર થઈ જાય અને આ સંસારતાપમાં તપતા બિચારા આત્માને શાંતિ, સુખ, આનંદ અને ભક્તિને ઉલ્લાસ તુર્ત જ વર્તમાનમાં અનુભવાય
અને પરભવ પણ સુધરે તથા મેક્ષમાર્ગ સુખે સુખે આગળ વધાય એવું સત્સાધનનું આરાધન નિશ્ચય કરી કરીએ તે બની શકે એવું છે. માટે બીજા કામ કરતાં પણ આત્માની દયા ન વિસરાય, લખોરાશીના ફેરા ફરતાં દુઃખી થઈ રહેલે આત્મા આ મનુષ્યભવમાં બિચારો થાક ખાવા આવે ત્યાં તે હજારો ફિકર અને લેશની હળીમાં તેને ઘાંચીના બળદની પેઠે આંખે પાટા બાંધી હોમી દીધું. હવે તેની દયા ખાવા જેવું છે. આ ભવમાં ધર્મ-આરાધન થયું હશે તે તેને સુખ શોધવું નહીં પડે, એની મેળે મળી રહેશે. માટે સ્મરણ રાતદિવસ કર્યા કરવાની અને પરમકૃપાળુદેવને આશ્રય દઢ થાય તેવી ભાવના ચાલુ રાખવાની ટેવ પાડશે. તે
તા. ક. – રોજ સૂતાં પહેલાં પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ બની શકે તેમ હોય તે બ્રહ્મચર્યની ભાવના કરી સૂઈ જવું અને ઊઠીએ ત્યારે પણ જોગવાઈ હોય ત્યાં સુધી વ્રત એક દિવસનું પણ લઈ લેવું તે લેખે આવશે.
૪૬૫
અગાસ, તા. ૪-૧૧-૪૩ તત્ સત
કાર્તિક સુદ ૭, ૨૦૦૦ કમલ મલમૂત્રાદિ સમ, સમ ચંદન ને ડામ; સમતા સ્વામી રાજચંદ્ર-ચરણે ભાવ પ્રણામ. “પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન,
પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.” આપની તબિયત સંબંધી જણાવ્યું તે વિષે જણાવવાનું કે જેને સદ્દગુરુશરણ, સત્સાધન પ્રાપ્ત થયેલ છે તેણે આ મનુષ્યદેહને રત્નકરંડ (રત્નની ડબ્બી) સમાન સાચવવા ગ્ય છે. જેમ ધન સંબંધી આપણી નજર પહોંચે તે પ્રમાણે વિચાર કરી કાળજીપૂર્વક વર્તીએ છીએ તેથી વિશેષ કાળજી મનુષ્યદેહ જે “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળ્યો છે તે ધર્મકાર્યમાં વાપરવા માટે વિશેષ ટકે તે સારું એ ભાવનાથી તેની કાળજી લેવી ઘટે છે. બાકી મહને અર્થે દેહની મમતા તે અનંતકાળથી જીવ કરતે આવ્યા છે. એમાં કહેવું પડે તેમ નથી.પણ આ દેહે જ્ઞાની પુરુષની આજ્ઞા આરાધી શકાય તે લાભ પ્રગટ જાયે તે તે અર્થે દેહની સંભાળ કર્તવ્ય છે.જી. પછી તે જે થવાનું હોય તે થાય. તેને માટે નિર્ભયતા પણ સંઘરી રાખવી ઘટે છે. આપણું ધાર્યું બધું થતું નથી, પણ થાય તેટલું કરી છૂટવું. અને તે છૂટવામાં મદદ કરનાર છે. માટે આ લક્ષે જે દવા તથા ચરી વા બ્રહ્મચર્ય આચરવાં ઘટે તે