________________
પગસુધા સર્વ સાધવા યોગ્ય છે. માત્ર એક્ષ અભિલાષ” એ આત્માર્થી જીવનું લક્ષણ છે. તે લક્ષ ચુકાય નહીં એમ સર્વત્ર પ્રવર્તાવા યોગ્ય છે. " તમે બ્રહ્મચર્ય સંબંધી છ માસ માટે અનુજ્ઞાનું લખ્યું તે સંબંધી મારી અનુમોદના છેજી. પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ તમે બન્ને પતિપત્ની પવિત્રભાવે મોક્ષ થવાની ભાવનાએ છ માસ સુધી મૈથુનત્યાગરૂપ વ્રતની, નમસ્કાર કરી ભાવના કરી લેશોજી. આ વ્રતના અભાવે આ કાળમાં ઘણા રેગોની ઉત્પત્તિને સંભવ સમજાય છેજ. કોઈ વિચારવાન વૈદ્ય તમને મળે લાગે છે. ભાવતું હતું અને વૈદે કહ્યું એમ જાણું ધર્મ-આરાધન અર્થે એટલે આત્માર્થે આ વ્રત પાળું છું, દેહને માટે નહીં એટલી ભાવના જે તમારા અંતરમાં છે તે જ સબળ રહેશે તે આ વ્યાધિએ તમને લાભ કર્યો એમ સમજવા યોગ્ય છેજી. વ્રત લીધા પછી પ્રાણુતે પણ તૂટે નહીં એટલી દઢતા બનેએ અત્યારથી મનમાં ગાંઠ વાળી દે તેમ ઊડી ઉતારી દેવી. રોગ તે કાલે મટી જાય પણ છ માસ સુધી બ્રહ્મચર્ય તે જરૂર પાળવું છે એવી ઉત્કટ ઈરછા બનેની હોય તે જ વ્રત પરમકૃપાળુદેવની સાક્ષીએ લેશોજી. તેવી દઢતા ટકે તેમ ન લાગતું હોય તે વગર વ્રત લીધે પળાય તેટલે કાળ પાળવાનું નક્કી કરવું. વ્રત લીધાથી જે બળ મળે છે તેના કરતાં વ્રત તેડવાથી જીવને વિશેષ બંધન થાય છે માટે વિચારીને વર્તવા લખ્યું છે જી. “આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ” એવો માર્ગ છે ત્યાં આજ્ઞાને લેપ એ ધર્મના ત્યાગ સમાન છે.
ધર્મ અર્થે ઇહાં પ્રાણુનેજી, – છાંડે, પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડે, જુઓ એ દષ્ટિને મર્મ;
| મનમોહન જિનજી, મીઠી તાહરી વાણું. એવું આઠ ગદષ્ટિની ચોથી દષ્ટિમાં કહેલું છે, તે લક્ષ રાખી આત્મહિત થાય તેમ વર્તવા ભલામણ છેજ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
જખૌ-કચ્છ, તા. ૨૦-૧૨-૪૩. પરમકૃપાળુ પરમાત્મા, સદા છે શુદ્ધ તે આત્મા;
ખરા હૃદયે કરું વંદન, ખરું ભવતાપહર ચંદન. તમે સંસ્કૃત શીખો છો તે જાણી સંતોષ થયે છે. મહેનત લેશે તે અલેખે નહીં જાય. ગુજરાતી વધારે સારું સમજી શકાશે, વિચારમાં મદદ મળશે. પણ “હું કંઈ જ જાણું નહી” એ નિશ્ચય દઢ કરી રાખવા ગ્ય છે, નહીં તે અહંકારને આમંત્રણ આપવા જે બધો અભ્યાસ છે. હું મારું હૃદયેથી ટાળ, પરમારથમાં પિંડ જ ગાળ” – એ વચન હૃદયમાં કોતરી રાખવા યોગ્ય મારે તમારે બધાને છેજી.
“પગ મૂકતાં પાપ છે, જેમાં ઝેર છે, અને માથે મરણ રહ્યું છે, એ વિચારી આજના દિવસમાં પ્રવેશ કર.” (પુષ્પમાળા – ૩૫) આવાં વચને મુખપાઠ કરી લક્ષ લેવા વિનંતી છે.
પહેલાં લખેલા પત્રો ફરી ફરી વાંચવા ભલામણ છે. હવે તે વિશેષ સમજી શકાશે. સર્વનું આત્મહિત ઈચ્છી પત્ર પૂર્ણ કરું છું.