________________
પત્રસુધા
૩૪૭
બને તેટલે પુરુષાર્થ, તન, મન, વચન, ધન આદિથી કરી, હવે તે એક આત્મકલ્યાણ અર્થે જ જીવતા રહ્યા છીએ એ ભૂલવા યોગ્ય નથી.
બધાંની સાથે મોટરમાં હોત તે આ ઉપાધિ લાંબી ટૂંકી કરવા કે તે ઉપાધિથી દુઃખી થવા ક્યાં આવવાનું હતું? માટે આટલું મફતનું જીવવાનું મળ્યું છે એમ માની જે થાય તે સમભાવ રાખી જોયા કરવું અને ધર્મકાર્યમાંથી ચિત્તને બહાર કાઢી વારંવાર ઉપાધિ કાર્યમાં ન જોડવું. જે પ્રારબ્ધમાં હશે એટલે પૂર્વનું પુણ્ય જ્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી, કેઈથી કંઈ આઘુંપાછું થઈ શકે તેમ નથી. નસીબમાંથી કઈ તૂટી જાય તેવું નથી એમ વિચારી કશાની ફિકર રાખ્યા વિના સદ્ગુરુની આજ્ઞા અખંડિત હદયમાં રાખવી.
બ્રહ્મચારી પૂ....બહેનના મા જ્યારે વિધવા થયા ત્યારે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી પાસે આવેલાં. તેને દુઃખી દેખીને કરુણામૂર્તિ પૂ. પ્રભુશ્રીજીએ ‘હિંમત ન હારવી, બનનાર છે તે ફરનાર નથી, હિંમતે મરદા તે મદદે ખુદા” વગેરે વચને કહી કહ્યું કે આમાં શું ગભરાઈ જાય છે? મેટા પુરુષોને કેવાં કેવાં દુઃખ આવી પડેલાં–રામને વનવાસ, પાંડેને વનવાસ તથા દુર્યોધનની પજવણી, ગજસુકુમારની ક્ષમા–વગેરે શબ્દોથી ધીરજ બંધાવી કહ્યું કે આથી વધારે આવી પડશે ત્યારે શું કરીશ ? તે વખતે તેમને લાગેલું કે આથી વધારે દુઃખ વળી કેવું આવી શકે? પછી તે પિતાને ગામે ગયાં. થોડા દિવસમાં તેમનાં ઘર લાગ્યાં એટલે તે તે ચિત્રપટ તથા પુસ્તકો વગેરે લઈને બહાર નીકળી ગયાં અને પૂ. પ્રભુશ્રીજીએ કહેલું તે સંભારવા લાગ્યાં કે થવાનું હોય તે જરૂર થાય છે, શેક કર્યું કંઈ લાભ નથી. દૂર રહે રહે ઘર લાગતાં જોયા કર્યું પણ હિંમત છોડી દઈ ગભરાઈ ન ગયાં. પતિને દેહ છૂટી ગયે, ઘર બળી ગયાં, કરાં નાના હતા; છતાં જે થવાનું છે તે મિથ્યા કેમ થાય? એમ વિચારી હિંમત રાખી. તેમ તમારે પણ ગંભીરતાથી સર્વનું સાંભળ્યા કરવું. ભલે લોકો કહે કે એને છોકરા ઉપર ભાવ નહીં તેથી રડતી નથી કે કંઈ ગણતી નથી, પણ તેથી નુકસાન નથી. પણ જે આર્તધ્યાનમાં ચિત્ત રહેશે અને રેવા-કકળવામાં જેટલે કાળ ગાળશો, તે વખતે કર્મ બંધાશે તે ભગવતી વખતે આકરાં લાગશે. અને લોકો સારાં સારાં કહેશે તેથી કંઈ કર્મ ઓછાં નહીં બંધાય. માટે જ્ઞાની પુરુષની આજ્ઞામાં ચિત્ત રાખી સદાચાર અને નીતિપૂર્વક વર્તવાનું રાખવું. કોઈના ઉપર શ્રેષબુદ્ધિ ન આવે તેમ જ કોઈ પ્રત્યે કિંચિત્માત્ર પણ રાગવડે પ્રતિબંધ ન થાય તેવું વર્તન રાખવાને અવસર આવ્યો છે. તેને વારંવાર વિચાર કરી જેટલી સમતા સેવાશે તેટલી સમાધિમરણની તૈયારી થાય છે એમ જરૂર માનશે. જે ભાવ મરણ વખતે આખરે રાખવાના છે તે અત્યારથી જ સેવવા જે કેડ બાંધી પુરુષાર્થ કરશે તેને સમાધિમરણ મહોત્સવરૂપે લાગશે. મરણપ્રસંગ વિકટ દુઃખદાયી નહીં લાગે. માટે શાંતિ સ્વસ્થતા આત્મામાં વર્તે તે અર્થે મંત્રસ્મરણ, ભક્તિ, સત્સંગની ઉપાસના કરવી.
પૂ. ને ભલામણ છે કે પત્ર વાંચી-વિચારી તમારાં બહેનને વાંચી સંભળાવતા રહેશોજી. સત્સંગ અર્થે જ તમે ગયા છે તે ચૂકશે નહીં. કલાજમાં તમારાં બહેન તણાય નહીં તેવી ચેતવણી આપતા રહેશે. એ જ વિનંતી. ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ