________________
બેધામૃત
૩૮૮ વિશેષ બળ કરીને તેનાં વચને પ્રત્યક્ષ સપુરુષ તુલ્ય ગણી ઉપાસતા રહેવાની જરૂર છે જી. જેટલી વિરહ વેદના વિશેષ તીવ્રપણે વેદાશે તેટલું કલ્યાણ વિશેષ થવા સંભવ છે. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા કે અમને પરમકૃપાળુદેવે વિયેગમાં રાખીને વિરહાગ્નિના તાપમાં તપાવીને હિત કર્યું છે. આપણા હાથમાં હવે એ રહ્યું છે કે તે તે ભાવની સ્મૃતિ, તે તે પ્રસંગો, વચને, સમાગમ અને બોધ સકુરી આવે તે અવકાશ મેળવી તેમાં વૃત્તિ જોડી રાખવી, તે પરમપુરુષના આશય સુધી પહોંચાય તેવી વિચારણા જગવવી અને તેમને જે કરાવવું હતું તે કરવા મંડી પડવું. અમરેલી તરફ કેઈ મુમુક્ષુ હોય એમ સ્મૃતિમાં નથી પણ સરખેસરખા સ્વભાવના શોધકને મળી આવવા સંભવ છે. તે ગ ન બને ત્યાં સુધી મંત્ર-આરાધના વિશેષ કરતા રહેવા ભલામણ છે. એકાગ્રતાનું, જાગૃતિનું મુમુક્ષુ જીવને એ પ્રબળ કારણ છે. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી તે એટલા સુધી કહેતા કે મંત્ર આપીએ છીએ તે આત્મા જ આપીએ છીએ, પછી જેવી જીવની યોગ્યતા. પ્રત્યક્ષ સત્સંગને યેગ ન બને ત્યારે પક્ષ સત્સગરૂપ પત્રવ્યવહાર મુમુક્ષુઓ સાથે રહે તે પણ હિતકારી છે.જી. “જબ જાએંગે આતમા, તબ લાગેંગે રંગ.” જાગે ત્યારે માગે એમ કહેવાય છે; તેમ અંતરંગમાં આત્મહિતની ભૂખ જેમ જેમ વધશે તેમ તેમ તેના રસ્તા જીવ શોધી લેશે, અને પિષણ પામતે રહેશે. “Sermons in stones & books in brooks” એમ એક સ્થળે શેસ્પિયરે લખ્યું છે તે એમ સૂચવે છે કે બેધગ્ય ભૂમિકા જીવને થાય છે ત્યારે તેને સર્વત્ર, સર્વ પ્રસંગે બોધદાયક નીવડે છે. જ્યાં વિકાર થાય તેવા પ્રસંગે પણ વિચારવાનને વૈરાગ્યનું કારણ થાય છે. જેને ગરજ નથી જાગી તેને વૈરાગ્યનાં ધામમાં પણ વિકાર કુરી આવે છે. માટે પાત્રતા, યોગ્યતા વધે તે પુરુષાર્થ કરતા રહેવાની આપણે જરૂર છે.
“વિષયવિકાર સહિત જે, રહ્યા મતિના ગ; પરિણામની વિષમતા, તેને વેગ અગ. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર; કરુણા, કોમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. રોક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ; જગત ઈષ્ટ નહિ આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. નહિ તૃષ્ણ જીવ્યાતણી, મરણ પેગ નહિ ભ; મહા પાત્ર તે માના, પરમ ગ જૈતલોભ.”(૫૪) પાત્ર વિના વસ્તુ ન રહે, પા આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવા સદા, બ્રહ્મચર્ય પ્રતિમાન.”
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૯૪
ધામણ, તા. ૩૦-૧-૪૩ તમારા બને પત્રો મળ્યા છેજી. તમે કેવું વ્રત લીધું છે, માંદગી પ્રસંગની છૂટ રાખી છે કે કેમ, તે મને ખબર નથી. પણ છૂટ રાખી હોય તે ઠીક છે, અને છૂટ ન રાખી હોય અને