________________
૪૩૫
પત્રસુધા
કરપ મુમુક્ષુછવે વિશેષ વિશેષ જાગૃતિ રાખી ઇરછાદિ દે દૂર કરતા રહેવાને પુરુષાર્થ કર્યા કરવો ઘટે છે”. સાચા અંતઃકરણે પુરુષનું એક પણ વચન ગ્રહણ થશે તે જીવનું અવશ્ય કલ્યાણું થશે એમ પરમકૃપાળુદેવે લખ્યું છે તે આપણે નિરંતર લક્ષમાં રાખતા રહેવું ઘટે છે.
માથે મરણ છે એમ વારંવાર બધમાં સાંભળ્યું છે, હાલ તે પ્રત્યક્ષ અગોળા આદિ પ્રસંગેથી તથા ગેળીબાર વગેરેના સમાચારોથી સંભળાય છે. મરણ સમીપ જ સમજીને વિચારવન જીવે વૈરાગ્યની વૃદ્ધિ કરતા રહેવાની જરૂર છે. ક્ષણ ક્ષણ આયુષ્ય ઓછું થતું જાય છે તે મરણતુલ્ય સમજી જીવન સફળ થવા, સત્સંગ થયેલે નિષ્ફળ ન થવા દેવા જ્ઞાની પુરુષના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભય હવે તે થઈ જવું ઘટે છેજ. જેટલી નિઃશંકતા તેટલી નિર્ભયતા પ્રગટે; માટે “પરમ દુરસ્ત્રદા” કહી છે તે ગમે તેમ કરી આટલા ભવમાં કરી લેવી ઘટે છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, ભાદરવા સુદ ૭, ૧૯૯૯ આત્મ-આરાધના એ મોટું કામ છે તે જેણે કરવું હોય તેણે તુચ્છ વસ્તુઓ – પરભાવ અને પરવૃત્તિઓ –ને છેડી પિતાના તરફ વૃત્તિ વાળવાની જરૂર છે. આ જીવ આટલા કાળ સુધી પારકી પંચાતમાં પડી પોતાનું હિત કરવાનું ચૂકી ગયે છે તેને લઈને આ ભવ ધારણ કરે પડ્યો છે, તે હવે તે ભાવ મંદ કરી પિતાના તરફ વિશેષ લક્ષ નહીં રાખે તે તેની શી વલે થશે? “પગ મૂકતાં પાપ છે, જોતાં ઝેર છે અને માથે મરણ રહ્યું છે” આમ પરમકૃપાળુદેવે પુષ્પમાળામાં કહ્યું છે તે હવે તે હૃદયમાં અત્યંત-અત્યંતપણે દઢ થાય એ જ મારું કર્તવ્ય છે. કાળ ગટક ખાઈ રહ્યો છે, લીધે કે લેશે એમ થઈ રહ્યું છે ત્યાં આ જીવને પારકી પંચાતમાં પડવાને વખત જ ક્યાં છે? જે આ જીવ આટલી યોગ્યતા પામ્યા છતાં નહીં ચેતે તે મરણ વખતે તે બધું લૂંટાઈ જવાનું છે તે વખતે નિષ્ફળ પશ્ચાત્તાપ કરશે.
ક્યાંય દષ્ટિ દેવા જેવું નથી. બધે બળતરા, ત્રાસ અને ભય ભય દષ્ટિગોચર થાય તે કાળ આવી પહોંચ્યો છે, તે વખતે વિચારવાન જીવે શું કરવું? કોને સંગ કરે? કેવી રીતે આ પ્રબળ લૂંટથી બચવું? તેને વારંવાર વિચાર કરી “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણને, નિઃખેદપણુને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે અને અમે પણ એ જ કહીએ છીએ” (૪૬૦) એમ પરમકૃપાળુદેવે લખ્યું છે તે ઉત્તમ દવા શાંતિનું કારણ છેજી. સમાધિમરણ પ્રાપ્ત કરાવે તેવું તે વચનમાં બળ છે પણ આ જીવ જે લક્ષમાં લે તે જ. એ જ વિનંતી.
શાંતિઃ શાંતિઃ શાંતિઃ ૪૩૬
અગાસ, ભાદરવા સુદ ૮, ૧૯૯૯ અનંત કાળથી જીવને જન્મમરણ, જન્મમરણ થયા કરે છે તેનું કારણ અણસમજણ અને કષાયભાવ છે. તે દેને દોષરૂપ જાણી તેથી સદાયને માટે છૂટવાની ભાવના સદુગુરુયોગે જાગે છે. ધર્મને નામે અનેક ઉપવાસ આદિ ક્રિયા કરવા જીવ દોડે છે પણ કષાય ઘટાડી સદૃગુરુની શિખામણ પ્રમાણે સમજણ કરવાનું જ કર્યું નથી. તે કરવાને લાગ એક