________________
બેધામૃત
અગાસ, તા. ૧૫-૯-૪૩ તત્ છે. સત્
ભાદરવા વદ ૨, બુધ, ૧૯૯૯ પૂના પત્રથી આપનાં ધર્મપત્નીને દેહત્યાગના સમાચાર મળ્યા. નાની ઉંમરમાં એ બાઈને ધર્મભાવનાના અંકુર ઊગવા લાગ્યા હતા, ત્યાં તે મનુષ્યઆયુષ્યરૂપ ધર્મધન લૂંટાઈ ગયું એ ખેદનું કારણ છે, પણ તે ખેદનું ફળ સાંસારિક પરિભ્રમણનું કારણ ન થાય તે અર્થે ખેદને વૈરાગ્યના રૂપમાં પલટાવવા વિનંતી છે. એક રીતે આ પ્રસંગ આપની, પ્રથમ પત્રોમાં જણાવતા હતા તેવી મહદ્ અભિલાષાઓને માર્ગ ખુલ્લે કરનાર સમજવા યોગ્ય છેજ. જીવન કેમ વ્યતીત કરવું તેને યથાર્થ વિચાર કરવા યોગ્ય અવસ્થામાં અત્યારે તમે મુકાયા છે તે મેહને વશ થઈ અન્યના સંકુચિત સાંસારિક વિચારોને માન આપતા પહેલાં આપણે કેવા થવું છે, અને તે કયા માર્ગે થવાય તેમ છે તે વિચારવા, જોઈતો વખત છ બાર માસ બ્રહ્મચર્ય પાળી પછી જેમ એગ્ય લાગે તે ક્રમ અંગીકાર કરે ઘટે છેછે. એટલે કેઈ સાથે વચનથી બંધાઈ ન ગયા છે તે વચન આપતા પહેલાં કેળવાયેલા માણસે કે આત્મહિતઈરછકે જે જે વિચાર કરવા ઘટે તે કર્યા પહેલાં વચન આદિ બંધનમાં ફસાઈ ન જાઓ એટલા માટે આ ચેતવણી આપી છે.જી. બનનાર તે ફરનાર નહીં અને ફરનાર તે બનનાર નહી” એવી કહેવત છે, છતાં વિચાર કરી પગલું ભરનારને પસ્તાવું પડતું નથી. પોતાને પિતાની પરીક્ષા લેવાનો પ્રસંગ આવે છે ત્યાં ઉતાવળ ન કરવી એવી સૂચના છે.
તમે અહીં ઊતરશે એમ અનુમાન કર્યું હતું, પણ તે પુણ્યસંચય નહીં હશે તેથી બાબર ત્યાં તણાવું પડ્યું. પણ પસ્તા પાછળથી થાય તેવું પગલું ઉતાવળે ન ભરવા જેટલી હિંમત રાખશે તે હિતવિચાર કરી શકશે. નિઃસ્વાર્થે સહજ વિચાર આવ્યું તે ચેતવા, ચેતાવવા ગ્ય જાણી લખે છે. એ જ વિનંતી.
* શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૪૭
અગાસ, તા. ૧૭-૯-૪૩
ભાદરવા વદ ૪, ૧૯૯૯ સત્સંગના પ્રતાપે કલ્યાણ કરવાના જીવને ભાવ થાય છે; વ્રત નિયમ પાળવાનું બળ મળે છે અને ચેતે તે આત્મહિત કરવાને દાવ આવે છે તે સાધી શકે છે. સત્સંગના વિયેગે જે જીવ કાળજી ન રાખે તે મંદ પરિણામ થવા સંભવ છે, પણ તેવા પ્રસંગમાં જે ફરી સત્સંગને વેગ થાય તે વ્રત પરિણામ, આત્મદાઝ નવપલ્લવિત, પ્રકુટિલત થાય છે.
૪૪૮
અગાસ, તા. ૨૦-૯-૪૩ જીવને વૈરાગ્યની જરૂર છેજી. તે આસક્તિ ઘટયા વિના તે પ્રગટે કે ટકી રહે તેમ નથી. જેના હદયમાં વૈરાગ્યને વાસ હોય તેને તે આ કાળ તેની વૃદ્ધિ કરે તેવી ઘટનાઓ ઉપરાઉપરી કર્યા કરે છે તેને યથાયોગ્ય વિચાર થયે એ મોક્ષમાર્ગના મિયારૂપ વૈરાગ્ય જાગે અને જરૂર મોક્ષમાર્ગે આગળ વધવાનું બળ આપે. મારે તમારે બધાને આ જ જરૂરી વસ્તુ છે. વૈરાગ્ય ને ઉપશમને જ્ઞાની પુરુષે વખાણ્યા છે તથા આરંભ પરિગ્રહના ત્યાગને ઉપદેશ બહુ ભાર દઈને કર્યો છે તે વારંવાર પરમકૃપાળુદેવનાં વચને લક્ષમાં લેવાયેગ્ય છે.