________________
પત્રસુધા
૪૩૯
અગાસ
અનન્ય શરણના આ૫નાર એવા શ્રી સદગુરુ શ્રીમદ રાજચંદ્ર પ્રભુને અત્યંત ઉપકાર મરી પરમપ્રેમે નમસકાર હે ! નમસ્કાર હે !
શ્રવા, જીર્તન, ચિંતવન, કવન, ચિંતન, ધ્યાના
"ધુતા, “ક્ષમતા, પ્રતા, નવધા મત્તા પ્રમાણ છે” વિ. એકમ ઉપર શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ભક્તિ બહુ ઉલ્લાસભાવે અપૂર્વ આનંદ સાથે થઈ હતીછ. ઘણા છે એ નિમિત્તે પુણ્યદયથી આવી ગયા હતા. સભામંડપ અને તેની બહારની ખુલ્લી જગામાં પણ માઈ શક્યા ન હતા તેથી કેટલાક તે દેરાસરમાં રહીને નમસ્કાર કરતા હતા. આ કાળના જીવોના કલ્યાણને અર્થે રચાયેલ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રનું અગમ્ય માહાય તે પૂ. શ્રી લઘુરાજસ્વામીએ યથાર્થ જાણેલું અને તેથી ઘણા ઉલ્લાસથી તેનાં વખાણ કરતા. “જાણે તે જ માણે, માણે તે જ વખાણે.” તે ભક્તિને કંઈક રંગ ભવિષ્યમાં જીવને લાગવાનું નિમિત્ત બને તે અર્થે એકમના દિવસને પિતાને જન્મદિવસ જણાવી તે તિથિને બમણા વેગબળવાળી બનાવી છે. તેને અનુભવ જે હાજર હોય તે જ કંઈ જાણી, ચાખી શકે તેમ છે. આ તે માત્ર શબ્દ દ્વારા દિગ્દર્શન કરાવ્યું.
આપે ઉપરના દેહરાને પાંચ પ્રકાર વંદનભક્તિ વિષે પુછાવ્યું તેને કંઈક ખ્યાલ એકમને દિવસે હાજર રહી શક્યા હોત તે પ્રત્યક્ષ સમજાત. પણ તે સુગ પ્રાપ્ત થયે નથી એટલે શબ્દથી સંતોષ માનવો રહ્યો.
इक्को वि नमुक्कारो जिणवर वसहस्स बद्धमाणस्स ।
संसार सागराओ तारेइ नरं व नारी वा ॥ અર્થ : એક જ વંદન સાચું, જિનવરપતિ શ્રી વર્ધમાન પ્રતિ (પદે),
નર નારીને તારે, ભયંકર ભવસાગરથી. તમે પુછાવેલી ગાથાને આ અર્થ છે. જી હજી નમસ્કાર પણ કર્યા નથી, દર્શન પણ કર્યા નથી, બધ પણ સાંભળ્યો નથી એમ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા હતા, તેથી શરીરથી નમસ્કાર કરીએ તેની ગણતરી તેમણે ગણી નથી. માત્ર પુણ્ય બંધાય એમ પણ કહેતા. કેને નમસ્કાર કરે છે એમ પણ પૂછતા, અને આત્મા પ્રત્યે દષ્ટિ કરાવવા અથાગ શ્રમ લેતા હતા પણ આ અભાગિયા જીવને તે વખતે તે અનંત ઉપકારી પ્રભુનું જોઈએ તેવું માહાન્ય લાગતું નહીં. જે સામાન્ય કરી નાખ્યું છે એમ પણ વારંવાર કહેતા તે હવે વારંવાર સાંભરી આવે છે. તે વખતના ઉપરના ભાવે તે ઘણુ હતા, પરંતુ જ્ઞાની પુરુષ માગે તેવી ગ્યતાની ખામીને લીધે જેટલે લાભ એ સત્પરુષને લેવું જોઈએ તેટલે લઈ શકાય નથી. તેને હજી ખેદ વર્તે છે. ઘણી વખત ગળું બતાવી કહેતા, આટલા સુધી ભર્યું છે પણ ક્યાં કહીએ ? કોને કહીએ ? કહેવાનું સ્થળ જોઈએ ને?
જેને વંદન કરવા છે તેને જાણ્યા વગર વંદન થાય તે દ્રવ્ય વંદન કે બાહ્ય શરીરનું વંદન ગણાય; પણ આત્મા જ્યારે આત્મા ભણી ખેંચાય, તે મહાભ્ય પ્રત્યે ઉ૯લાસ આવતાં સહેજે તે પરમપુરુષની દશામાં રંગાય, તેના ચરણારવિંદ હૃદયમાં સ્થપાય, તેને જ્ઞાની પુરુષ વંદન કહે છે. અને એવા એક વાર વંદન થતાં ગમે તે સ્ત્રી કે પુરુષ ભવસાગર તરી જાય