________________
પત્રસુધા
૪૪૧ જ્ઞાની એવા હોય તે તેના આશ્રિતને માર્ગ એ જ હોય કે બીજે? તે ઊંડા ઊતરી વિચારવા ભલામણ છે. “ફિકરકા ફાકા ભર્યા, તાકા નામ ફકીર એ જ કર્તવ્ય છે.
ક૬૧
અગાસ, તા. ૩૦-૧૦-૪૩
કાર્તિક સુદ ૧, ૨૦૦૦ | વિ. દિવાળી ઉપર સમાધિમરણ વ્રતની ૩૬-૩૬ માળા ચાર દિવસ ફેરવી હશેજી. જપ, તપ, ક્રિયા, કમાણી બધું કરીને છેવટે સમાધિમરણ કરવું છે, એ લક્ષ મુમુક્ષુના અંતરમાં હોય છે. એક વાર સમાધિમરણ થાય તેને કોઈ ભવમાં પછી અસમાધિમરણ થાય નહીં એ નિયમ છે, તે એ કેટલી બધી સાચી કમાણી ગણાય? તેને માટે પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ અનંત કરુણુ કરી અચૂક ફળ આપે એવું વ્રત કર્યું છે, પણ પ્રમાદને લઈને છ લાભ લઈ શક્તા નથી. સમજ્યા ત્યારથી સવાર ગણુને પ્રમાદથી મુક્ત થઈ સ્વરૂપને ભજવાની આજ્ઞા ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની છે, તે જ પ્રસંગે પ્રસંગે લક્ષમાં લેવા યોગ્ય છે. ન બને તે પણ મારે કરવું છે તે તે મહાપુરુષે કહેલું જ, આટલે જે લક્ષ રહે તે પણ કલ્યાણ થાય તેમ છે. એ કર્યા વિના કંઈ આરે આવે તેમ નથીજી. માટે જેમ બને તેમ ત્વરાથી કરવા ગ્ય કાર્ય કરી લેવાની કાળજી રાખી વર્તે છે તેને ધન્ય છે જ. એ જ વિનંતી.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
४६२
અગાસ, તા. ૩૦-૧૦-૪૩ તત છે. સત
કાતિક સુદ ૧, ૨૦૦૦ કવાલી – મળે સૌ સુખ જે સમજણ, ગણે દુઃખવાસ અણસમજણ;
સમજતા ના અરે ! જન જન, સમજતા તે તપોધન ધન્ય! આત્મકલ્યાણની ભાવના તમને વર્તે છે તે પ્રશંસાપાત્ર છેછે. પરંતુ જે વિનંતી કરી છે તે બધી પરમકૃપાળુદેવ પ્રત્યે રોજ કર્તવ્ય છેજી. પરમકૃપાળુદેવનું યોગબળ અપૂર્વપણે વર્તે છે.જી. અનેક છે તેના અવલંબને કલ્યાણ સાધી લેશે એમ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા. તે સાંભળીને જે જે જે પરમકૃપાળુદેવની ઉપાસનામાં જોડાશે તેનું કલ્યાણ થશેજ. ગભરાવાની જરૂર નથી. આપણે આપણાં પ્રારબ્ધ ભગવ્યા વિના છૂટકો નથી. પરંતુ તે ભોગવતાં ભાવ એક પરમકૃપાળુદેવ પ્રત્યે રહ્યા, તેણે સમ્મત કરેલું આ ભવમાં સમ્મત થાય તે જીવનું જરૂર કલ્યાણ થાય એમ છે. જગતની અનેક મેહક વસ્તુઓમાંથી જેણે પ્રેમ ઉઠાવી એક પરમકૃપાળુદેવ અને તેનાં વચનામૃતમાં સ્થાપ્યો છે, તેને પૂર્વમાં વિઘકર્તારૂપ કર્મો ભગવાઈ રહ્યું એક આત્મઆરાધના થાય તેવી સર્વ પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થવા ગ્ય છેજી. ભાવના જેની સદાય જાગ્રત છે તેને કઠણાઈને કાળ પૂરો થતાં ભાવના અનુસાર વર્તવાને વખત આવી મળે છે. માટે અનેક પ્રકારની કસોટીમાં આત્મકલ્યાણની ભાવના મંદ ન પડી જાય પણ સતેજ થતી જાય તે પુરુષાર્થ કરતા રહેવા વિનંતી છે.
ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન.”