________________
૪૪૦
બેધામૃત તેવું સમ્યફત્વપણું તેના હૃદયમાં પ્રગટે છે. એ વદન મને તમને સર્વને સહજ સ્વભાવે પ્રાપ્ત હે એ જ ભાવના પરમકૃપાળુદેવ પ્રત્યે છે.
“જે સત્પરુષોએ જન્મ, જરા, મરણને નાશ કરવાવાળો, સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે, એવા સર્વ સપુરુષ, તેના ચરણરવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે !” (૪૯૩)
“પર પ્રેમ-પ્રવાહ બઢે પ્રભુસે, સબ આગમ ભેદ સુ ઉર બસે; વહ કેવલકે બીજ જ્ઞાની કહે, નિજ કે અનુભવ બતલાઈ દિયે.”
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૬૦
અગાસ, આસો વદ ૧૪, ૧૯૯૯ પરમકૃપાળુદેવે જે લખ્યું છેઃ “જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે ગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે, પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તે જ આ સંસારમાં રહેવું યોગ્ય છે.” (૩૧) તે વારંવાર વિચારતા રહેવા ભલામણ છેછે. તેવા પ્રકારની ભાવના, વૃત્તિથી વર્તવાની ટેવ પાડનાર મુઝાતે નથી; સર્વ અવસ્થામાં તેને જેમ બની આવે તેમ ગ્ય જ બને છે એવું લાગ્યા કરે તે હર્ષશોકનું કારણ રહેતું નથી. જેમ બનવાનું હોય છે તેમ બન્યું જાય છે, તેવા આ પ્રારબ્ધજાળથી પ્રવર્તતાં સંસારમાં આપણું ધાર્યું કાંઈ બનતું નથી. આપણા ભાવ કેવા રાખવા તે આપણા હાથની વાત છે. તેમાં જે પુરુષાર્થ કરવા ધારે તે જીવ કરી શકે તેમ છે. તેને વીસરી જઈ, જગતની ચીજોને આઘીપાછી કરી, “આ મેં સારું કર્યું કે આ મેં ખોટું કર્યું, આણે અન્યાય કર્યો કે આણે પોપકાર કર્યો એમ વિચારી, જીવ બીજી ગડમથલમાં પડી પારકી પંચાતમાં બહુ બેટી થયે છે, તેને હવે તે જે થાય તે જોયા કરવા તરફ વાળવાની જરૂર છે, તે શાંતિને માર્ગ છે. અવશ્ય બનવાની વાતે ફરનાર નથી. તેમાં કલ્પનાઓ કરી આત્મહિત શા માટે ગુમાવવું? જે સહજે બની આવે તે કરતા રહી “શું થશે ? કેમ થશે ?' એની ચિંતા તજી દઈ “સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા યોગ્ય નથી. અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે. સદ્દવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે. તેને પ્રથમ સાક્ષાત્ ઉપાય જ્ઞાની પુરુષની આજ્ઞાને વિચારવી એ જ જણાય છે.” (૪૬૦) આના વિચાર અને વર્તન તરફ વિશેષ પુરુષાર્થ કરતા રહી જે થાય તે જોયા કરવાને અભ્યાસ પરમકૃપાળુદેવે ઉપદે છે તે અમલમાં મૂકવાને ખરેખર પ્રસંગ પ્રાપ્ત થયેલ છે. તેમાં જ આપણું હિત છે એમ માની નિઃશંક, નિર્ભય અને નિઃખેદ ચિત્ત રાખવા ભલામણ છેજી,
“ગઈ વસ્તુ શે નહીં, આગમ વાંછા નહિ; વર્તમાન વર્ત સદા, સે જ્ઞાની જગમાંહિ.”