________________
પત્રસુધા
અગાસ, ભાદ્રપદ વદ ૮, ૧૯૯૯ નિરંતર સત્સંગની ભાવના પરમકૃપાળુદેવ જેવા પરમ પુરુષે કરી છે તે આપણે પણ તે જ કર્તવ્ય છેજ. તે ભાવનાનું બળ વધતાં તે ફળવાન થશે. જેની જેવી ભાવના, તેને તેવું ફળ (સિદ્ધિ) જરૂર મળે છેજ. છપદનો વિશેષ વિચાર કરવા ભલામણ છેજી.
૪૫૦
અગાસ, ભાદરવા વદ ૧૦, ૧૯૯૯ પરમકૃપાળુદેવની કૃપાથી જે જીવનું કલ્યાણ થવા લાગ્યા હશે તે તેની આજ્ઞા-આરાધનરૂપ સપુરુષાર્થથી થશેજી. આ કલિકાલમાં સર્વ તરફ દુઃખ, દુઃખ અને દુઃખનાં દર્શન થઈ રહ્યાં છે, ત્યાં એક વૈરાગ્ય અને ભક્તિ એ જ જીવને શરણરૂપ છે. જે જીવ મેહાધીન વર્તી સ્વાર્થમાં મશગૂલ, તલ્લીન થઈ રહ્યા છે તેમને આ સ્વપ્ન સમાન બધી માયાજાળ સત્યરૂપે ભાસે છે. “તે સ્વપ્નદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે એમ જે જીવ પરિણામ કરે તે તે સહજમાત્રમાં જાગ્રત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય, સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે.” (૪૯૩) આ વાક્ય વારંવાર વિચારવા ભલામણ છે.
૫૧
અગાસ, તા. ૨૯-૯-૪૩ “અમને અંતસમય ઉપકારી વહેલા આવજો રે. વસમી અંતસમયની વેળા, હારે ધાજો હાલા, વહેલા
પ્રણતપાળનું પહેલાં પણ પરખાવજે રે – અમને” (રત્નરાજ) વિ. આપનું કાર્ડ મળ્યું, તેથી બે બ્રહ્મચર્યવ્રતધારી પરમકૃપાળુદેવના ઉપાસક ભાઈએ આપની પાસે આજે આવે છેજી. પરમકૃપાળુદેવની કૃપાથી તેમના મુખે ભક્તિ, મંત્ર વગેરે જે જે સંભળાય છે તે મહાપ્રભુને ઉપકાર હદયમાં માની તેના શરણે આનંદવૃત્તિમાં રહેવાને અભ્યાસ રાખવા ભલામણ છેજી. ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીના સંદેશારૂપ ચેડાં વચને નીચે લખ્યાં છે. જાણે તે પ્રભુ પિતે જ સમાધિમરણ કરાવવા હાજર થયા છે એમ માની, હૃદયમાં કેતરાઈ જાય તેવા ભાવથી શ્રવણ, મનન, તેમાં કહ્યા તેવા ભાવમાં પરિણમન કરવા વિનંતી છેજીઃ “જેમ વણાગનટવરને પ્રત્યક્ષ પુરુષથી આજ્ઞા પ્રાપ્ત થયેલ ..માટે ખેદ ન કરતાં સદા આજ્ઞામાં લક્ષ-ઉપગ રાખી વર્તતા આનંદમાં રહેવું. આ જ કરવું જ એમ નિશ્ચય કરે. અને આ જ ખરું વ્રત છે, આરાધવા ગ્ય છે.” (ઉપદેશામૃત: પૃષ્ઠ ૪૮૯-૯૦)
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૫૨
અગાસ, તા. ૨૯-૯-૪૩ “જગત-જીવ હૈ કર્માધીના અચરજ કછુ ન લીના
આપ સ્વભાવમાં રે અબધુ સદા મગન મન રહેના.” (શ્રી આનંદધનજી) તમારા પત્રમાં “આજ્ઞા” શબ્દ તમે વાપર્યો છે તેની ગેરસમજૂતી ન થાય તે પૂરતું આ લખ્યું છે જી. “આજ્ઞા” એ કલ્યાણકારી, ભવભ્રમણહારી શબ્દ છે. તેનું ઉલંઘન તે જીવને
28