________________
પત્રસુધા
૪૩૫
૫. વંદન – સંસારભાવમાંથી વૃત્તિ વાળીને સદ્ગુરુચરણે રાખવાને પુરુષાર્થ; “એક વાર પ્રભુવંદના (પ્રભુને ઓળખીને) આગમ રીતે થાય.” “ફવિ નમુaો વિનવવસહસ્ત वद्धमाणस्स, संसारसागराओ तारेइ नरे व नारी वा."
૬. ધ્યાન – આર્તધ્યાન, રૌદ્રધ્યાન છેડી ધર્મધ્યાન, શુક્લધ્યાનને પુરુષાર્થ, એક સદ્ગુરુચરણે ચિત્તને બાંધવું, સંસારને ભૂલી જ
૭. લઘુતા – “અધમાધમ અધિક પતિત, સકળ જગતમાં હુંય.” મારું કંઈ નથી. સર્વ દોષ મારામાં છે. માટે મને ગમે તે હલકાં અયોગ્ય વચન કહે, નિંદે તે તેવાં કર્મ કરેલાં માટે તેને લાયક જ હું છું. મારે કોઈને શત્રુ માન નથી. બધા ભલા છે એમ જેવું. બધા આત્મા છે, તેમનું ભલું થાઓ એમ ગણવું.
૮. સમતા – આમ કરવાથી રાગદ્વેષ ન થાય એટલે સમતા આવે. એ જ તરવાનું સત્સાધન છે, પ્રભુતા પામવાને માર્ગ છે.
૯. એકતા - સમતા, ક્ષમા, શાંતિ સેવતાં ભગવાન જેવું જ પિતાનું સ્વરૂપ પ્રગટે. અસંગાપણું એ જ એકતા છે. એ પરાભક્તિ છે જી.
# શાંતિઃ શાંતિઃ શાંતિઃ
४५४
અગાસ, તા. ૧-૧૦-૪૩ તત્વ છેસત્
. આ સુદ ૨, શુક્ર, ૧૯૯૯ વિ. તમારું કાર્ડ મળ્યું. ઉત્તરમાં જણાવવાનું કે જે વ્રત દઢપણે પાળી શકાય તે લેવું અને જે પાળી ન જોયું હોય તે થોડો વખત પાળી જોઈ, એમ લાગે કે હવે સારી રીતે પ્રસન્ન મનથી પાળી શકાશે તે વ્રત પરમકૃપાળુદેવની સાક્ષીએ લેવાં ઘટે છે. એકાસણા એક દિવસને આંતરે તમે કરતા હો અને તમને લાગતું હોય કે એક વર્ષ સુધી થઈ શકશે તે પણ તેની હમણું ઉતાવળ કરી બાર માસનું વ્રત નહીં લેતાં ચાર માસનું કે હેળી સુધીનું લેવા ભલામણ છે, પછી ઠીક લાગે તે વધારવું; કારણ કે તેમાં અશક્તિ આદિના કારણે પછી આર્તધ્યાન થવાનો સંભવ જાણી ઉતાવળ કરી લાંબી મુદત ન રાખવા લખ્યું છે. ફરી તે મુદત પૂરી થયે ઉત્સાહ ચાલુ રહે તે ફરી બે-ચાર માસનું વ્રત લેવું વળી તે મુદત પૂરી થતાં ફરીથી યંગ્ય લાગે તેટલી મુદતનું લેવું, પણ એકદમ લાંબી મુદતનું વ્રત લઈ લીધા પછી અશક્તિ, વ્યાધિ કે બીજા કારણે તેડવું પડે તે ઠીક નથી. રાત્રિભોજન, કંદમૂળ, લીલેરી વગેરેને જે પ્રમાણે તમે ધાર્યો છે તે પ્રમાણે ત્યાગ કરવામાં પ્રતિબંધ નથી. તથા નિત્યનિયમમાં શ્રી આત્મસિદ્ધિ, આલેચનાદિ જે ભાવપૂર્વક થઈ શકે તેટલું લાગે તેને નિયમ લઈ લેવામાં બાધા નથી. ધર્મકાર્ય બને તેટલું ભાવપૂર્વક કરવાથી જ લાભ છે. વેઠ જેવું થાય તે ઠીક નથી. અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી બને તે સત્સંગયોગ મેળવી મુશ્કેલી વેઠીને પણ આત્મહિતનું કાર્ય કર્યું હશે તે જ સાથે આવશે. ધનધાન્ય માટે કેટલી તનતોડ મહેનત કરીએ છીએ ? પણ તે તે બધું શરીરને અર્થે છે અને અહીં પડી રહેનાર છે. માટે આત્મા જે શાશ્વત પદાર્થ અને આપણું ખરું ધન છે તેની સંભાળ રાખશોજી.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ