________________
૪૨૮
બેધામૃત પુરુષાર્થ કર્યા જ કરે ઘટે છેજી. શ્રી સદ્ગુરુપ્રસાદમાંથી વારંવાર વીતરાગ-મુદ્રા-દર્શન દ્વારા તે મહાપુરુષની અલૌકિક દશામાં તન્મય થવાય એ જ કર્તવ્ય છેજ. » શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ તા. ૨૩-૮-૪૩ * ‘દિવસે તેલ નાખું નહીં” = પુરુષે દિવસેય માથામાં તેલ નાખવું નહીં, એટલે કે નાખવું જ નહીં, કારણ કે હજામત, સ્નાન વગેરે સાધનેથી શિર સ્વચ્છ રહેવાનું કારણ પુરુષને બને છે. રાત્રિએ તેલ માથામાં નાખનાર એટલે વેશ્યાદિ તથા અત્યંત મહાસક્ત સ્ત્રીઓ હોય. સામાન્ય સ્ત્રીઓ તે દિવસે શરીર-સંસ્કાર કરી લે છે. વાળ ઉપર જેટલી આસક્તિ છે એટલે દેહાધ્યાસ છે, એ સહજ વિચારે સમજાય તેવી વાત છે. માથું હળતાં વાળ કાંસકા ઉપર આવ્યા હોય તેને ઘરના કેઈ ખૂણામાં પણ રાખવા કઈ ઈચ્છતું નથી, તથા હજામત કરાવેલા વાળ દૂર ફેંકી દે છે. કેઈ કપડામાં ભરાયે હોય તે ખૂચ ખૂચ કરે. તેવી નિરર્થક ચીજમાં વારંવાર વૃત્તિ રાખી તેની ઠીકઠાકમાં મનુષ્યભવની મેંદી પળે ગુમાવવી એ વિચારવાનને કેમ પાલવે ? ઘણું સ્ત્રી-પુરુષોને વારંવાર માથાના વાળ ઠીક કરવા કે જેમ હળીને રાખી મૂક્યા હોય તેવા રહ્યા છે કે નહીં તેની પરીક્ષા કરવા માથે હાથ ફેરવતા જોઈએ છીએ અને તે ટેવનું રૂપ લે છે એટલે વગર કારણે શિર પર હાથ ફર્યા કરે છે. આ મેહની ઘેલછા છે. તેનું સૂક્ષમ અવકન કરી અંતવૃત્તિઓને તપાસી તેને સન્માર્ગે વાળવી ઘટે છે. જેમને દેહાપ્યાસ એ મહાદોષ ભાસ્યો છે અને જે સંસારથી વિરક્ત થયા છે તે મહાપુરુષ તે કેશને કલેશરૂપ જાણી, મેહનાં મૂળ જાણ તે પરમપુરુષ શ્રી તીર્થકર જેવા તે તેને મૂળથી ઉખેડી નાખે છે.
“કુટિલ, ધૂર્ત વિલાસ-વાસ ગણ કેશ-લેચ તે કરતા રે; તજી શણગાર, અણગાર બની તે મહાવતે ઉચરતા રે;
પોપકારકારક પરમાત્મા ઊઠયા જગ ઉદ્ધરવા રે.” (પ્રજ્ઞા. ૧૦૩) દરેક બાબતને ઊંડો વિચાર કરતાં શીખે એ જ વિનંતી.
અગાસ
હાથીના બે દાંત સમ, સજજનના ગણ બોલ,
વચન દઈ વર્તે નહીં, તે તરણને તેલ. આપને પત્ર મળે. ત્યાંની મુશ્કેલીઓની હકીકત લખી તે જાણી. સાથે મુમુક્ષુતામાં હાનિ થતી આવી છે તે પણ જાણી ખેદ થયા. હિંમત હારવી નહીં. લીધેલું વ્રત બને તેટલી ધર્મભાવના અને ચીવટ, દાઝ રાખી પાળવું ઘટે છે.
ધર્મ અર્થે ઈહાં પ્રાણનેજી, છાંડે પણ નહિ ધર્મ, પ્રાણ અર્થે સંકટ પડેઝ, જુઓ એ દષ્ટિને મર્મ -
મનમેહન જિનજી, મીઠી તાહરી વાણુ.” જુઓ સાતસે મહાનીતિઃ આંક ૬૫૪-૬૫૫.