________________
પત્રસુધા
૪૦૩
મૂળ મારગ સાંભળો જિનને રે, કરી વૃત્તિ અખંડ સન્મુખ-મૂળ” એ પદ “તત્વજ્ઞાનમાં છે તે મુખપાઠ ન કર્યું હોય તે મુખપાઠ કરી લેવા ભલામણ છે તથા તેને વિચારમાં વૃત્તિ જેડી જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્માની વિશેષ વિચારે ઓળખાણ કરી તેમાં આનંદ જીવને આવે તેમ કર્તવ્ય છેજી.
હવે સ્વાધ્યાય પૂરો થયા પહેલાં કુદરતી હાજત વગેરેને કારણે તે તૂટક થાય કે કેમ? એવા ભાવને તમે પ્રશ્ન કર્યો છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે બનતા સુધી નિત્યનિયમ કરવને વખત એ રાખો કે તેવી હાજતે પતી ગયા પછી અવકાશે ઘડી ચિત્ત સ્થિર થાય તે ધર્મધ્યાનમાં વિક્ષેપ ન પડે, એટલે વીસ કલાકમાંથી ગમે ત્યારે અનુકૂળ વખતે નિત્યનિયમ – વીસ દેહા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ – આટલું એકચિત્તે કરી લેવું. પછી માળા દ્વારા મંત્રનું સ્મરણ કરવામાં પણ અમુક માળા અને ઓછામાં ઓછી એક માળા તે નિવિઘ પૂરી થાય તેવી ટેક રાખવી. જે છત્રીસ માળાને ક્રમ રાખ્યું હોય અને આસન બહુ વાર બદલવાની જરૂર ન પડતી હોય તે તેમાં પણ ૧૮ માળા સાથે લગી એક આસને ફેરવવાની રહે તે આસન-જયરૂપ ગુણ થવા સંભવ છે. આ બધું ઉતાવળ કરી કરવું નથી, પણ ક્રમે કમે કરી શકાશે.
- હવે નિત્યનિયમ ઉપરાંત મુખપાઠ કરેલાં કે બીજે પરમકૃપાળુદેવનાં વચને વાંચવા, ગોખવા, બોલી જવા કે વિચારવા માટે વખત મળે તે વખતે, કામ હાથમાં લીધું હોય તેમાંથી પેરેગ્રાફ, પાન કે અમુક પદ પૂરું થયે તે કામ પડી મૂકી બીજા કામે જરૂર પડે લાગવું ઠીક છેજ. પણ શરીરની ટટ્ટી આદિ હાજતે ન રેકવાનું શાસ્ત્રમાં જણાવ્યું છે તે પણ લક્ષમાં રાખવું યોગ્ય છે . એટલે ધર્મધ્યાન કરતા પહેલાં વખત નક્કી ન કર્યો હોય કે પરમકૃપાળુ દેવની આજ્ઞા અમુક વખત સુધીની ન લીધી હોય તે તે કામ જરૂર લાગે બંધ કરી બીજા કામમાં ચિત્ત દેવામાં હરકત નથી; પણ વખત એક કલાક કે બે ઘડી નક્કી કરી આજ્ઞા લીધી હોય તે તે પાળવામાં વિશેષ લાભ સમજાય છે. સહનશીલતા, કઠણાઈ વધવાને પ્રસંગ છે. બાકી અમથું પુસ્તક વાંચતાં કે વિચારતાં ગમે ત્યારે તે કામ પડી મૂકવું પડે તે કંઈ બાધ નથી. સહનશીલતા વધારતા રહે તેને સમાધિમરણ કરવામાં સુગમતા થાય છે જી. અત્યારની દશા દેખી નિરાશ થવા જેવું નથી, વૈરાગ્ય અને અભ્યાસથી સર્વ શકય છે.
તમારા પિતાના વિચારે ઉદાર છે, મને પણ તે સંમત છે; પણ તમને મનમાં ખેંચ રહેતી હોય કે “અધૂરો અભ્યાસ પડી મૂક નથી”, “હાથમાં લીધું તે કામ પૂરું કરવું તે જ અભ્યાસને બે આવી તબિયતમાં માથે ઉઠાવ, નહીં તે જેમ ઘણું વિદ્યાર્થીઓ ઊઠી ગયા તે ઊઠી જ ગયા છે તેમ વિચાર માંડી વાળવે હોય તે પણ કંઈ ખોટું નથી. વૃત્તિમાં તેનું મહત્ત્વ રહેવું ન જોઈએ. કરવું હોય તે કરી લેવું એટલે તેના વિચાર આવતા મટે અને જે મનમાંથી તે વાત નીકળી ગઈ હોય તે ફરી ઊભી કરવા યોગ્ય નથીજી.
હવે તમારા માતાપિતા પ્રત્યે કેમ વર્તવું તે સંબંધી તમને ગૂંચવણ રહે છે તેના ઉત્તરમાં જણાવવાનું કે તેમની સલાહ આપણું હિત કરવાની ભાવનાથી હોય છે. માત્ર તેમની સમજમાં ફેર હેવાથી જુદારૂપે લાગે. જે આપણા ભાવો સ્પષ્ટ તે સમજે તે આપણને દુઃખી