________________
પત્રસુધા
૪૦૫ અને મૂંગાપણું આપી દે છે.” (૩૦) લક્ષ્મીને વિષય તે આપ સર્વના અનુભવને છે. “પરાર્થ કરતા” એટલે બીજાનું ભલું થાય તે કરતાં પિતાનામાં આવા દોષો આવવાનો સંભવ છે. અથવા બીજાનું તે ભલું થાય કે ન પણ થાય, પણ તે કરતાં, વખતે (કદાચિત) ક્યાંક પિતાને પણ અંધાપો (અવિવેક) જોયું ન જોયું કરવારૂપ દોષ આવી જવાનો સંભવ છે. લીમી પરાર્થ માટે વપરાશે એમ કરીને કમાયા પછી પરાર્થ તે કયાંય પડી રહે અને પૈસાદાર થયો તેનો ગર્વ થઈ આવે છે, આંખ તીરછી થઈ જાય છે; વિપરીત ભાવ પ્રગટવાથી બીજાને નુકસાન કરવામાં પણ લક્ષ્મીને દુરુપયોગ કરે તો તેને આંધળો જ કહે ઘટે. આંખ સપુરુષનાં દર્શન કરવા માટે તથા સંયમને મદદ કરવા અર્થે વાપરવી ઘટે છે, તેને બદલે જે પાપમાં પ્રવેશ કરવા માટે લક્ષમીની મદદથી વપરાય તે તે અંધાપો જ ગણાય. તેમ જ કાનને સશુરુ કે સત્શાસ્ત્રના શ્રવણને અર્થે વાપરવા જોઈએ તેને બદલે જે પોતાની પ્રશંસા કે બીજાના અવગુણ સાંભળવામાં વપરાય તે તે બહેરાપણું છે; અથવા તે ગરીબની દાદ ઉપર, પ્રાર્થના પ્રત્યે ધનવાન કાન ન દે તે પણ બહેરાપણું જ છે; અને વચનને પુરુષના કે પરમાત્માના ગુણગ્રામમાં વાપરવાને બદલે તિરસ્કાર કે અપશબ્દો બોલવામાં વપરાય તે મૂંગાપણું છે કે : ધનમદને લઈને મૌન રાખે, બોલાવે પણ બોલશે તે કંઇક આપવું પડશે જાણી મૂંગા રહે તે પણ મૂંગાપણું છે. આમ સવળા અર્થમાં સપુરુષનાં વચનો સમજવા ઘટે છેજ.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૨
અગાસ, તા. ૩૧-૫-૪૩ વિ. આપને પત્ર મળ્યો. વાંચી આપની અભ્યાસ વધારવાની ભાવના જાણી. મારી સલાહ પૂછી તે વિષે જણાવવાનું કે દરેકે પોતાના મનને પૂછવું અને એમ મનમાં લાગે કે આ કામથી પાછળ પસ્તાવું નહીં પડે, લાભ થશે, તે તે કરવા યોગ્ય છેછે. આપણે પુરુષાર્થ કરી છે, પછી અંતે તે પ્રારબ્ધ પ્રમાણે બનવાનું છે, અને તેમાં સંતોષ માનવો. ખરું કર્તવ્ય આત્મહિત છે, તેને માટે સત્સંગ, સલ્ફાસ્ત્ર, પુરુષાર્થની જરૂર છે). એ લક્ષ ન ચકાય તેમ વ્યવહારમાં વતી લેવું ઘટે છે. મનુષ્યભવ એ મેટી સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેને કેવો ઉપયોગ થાય છે અને કે ઉપયોગ કરવો ઘટે છે તેને વિચાર મુમુક્ષુ જીવને રહ્યા કરે છેજ. એ જ.
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૩
અગાસ, તા. ૧-૬-૪૩ તત્ ૐ સત્
વૈશાખ વદ ૧૪, ૧૯૮૯ જે સદ્ગુરુ-ચરણથી અળગા, તે થડ છેડી ડાળે વળગ્યા, જેને સદ્ગુરુ-પશું રાગ, તેનાં જાણે પૂર્વિક ભાગ્ય.
પ્રભુ પણ નિજ સંભારોને, દુઃખને કરશે દૂર, સમય થયે રેલાવશે, પવિત્ર સુખનાં પૂર. સદ્દગુરુને સ ધથી, કરી શોધ, શ્રદ્ધા ધારજે, સત્સંગથી ઉલાસ, પુરુષાર્થમાંહિ વધારજો.