________________
પત્રસુધા
૪૧૯
પડેલી આફતનું જેમ થવું હોય તેમ થાઓ પણ ભવિષ્યજીવન કેમ સુધરે, મનુષ્યભવની સફળતા શામાં રહી છે, આ મટયા પછી શું કરવું એવા પ્રશ્નોના નિકાલ લાવતા હતા અને પ્રતિજ્ઞા પણ કરી લીધી કે આ લપ છૂટી જાય કે સમસ્ત વ્યવહાર પ્રસંગને ત્યાગી એક પરમાર્થ અર્થ જ જીવવું. તે પ્રતિજ્ઞા પાળી તે આપણે તેમને પરમાત્મારૂપે વંદીએ છીએ, પૂજીએ છીએ, ધ્યાન ધરીએ છીએ.
એ પુરાણી વાત કરતાં તાજી – શ્રી ભાગ્યભાઈની અનેક મૂંઝવણમાં પરમકૃપાળુદેવે જે નિસ્પૃહતા ઉપદેશી છે તે તે દરેક પત્રમાં આપણને નિષ્કાંક્ષિત અંગે સ્પષ્ટ પ્રગટ થતું દેખાય છે. સમ્યક્દર્શનની જેને પિપાસા છે તેણે તો જરૂર નિષ્કાંક્ષિત અને નિઃશંકિત અંગ ઉપાસ્યા વિના છૂટકો નથી. તેમાં કંઈ ઊંડી ખામી હશે તે દૂર કરાવવા પરમકૃપાળુદેવે આવો પ્રસંગ મોકલ્યો છે એમ સમજી અદીનપણે જે થાય તે જોયા કરવાની શ્રી ભાગ્યભાઈને પરમકૃપાળુદેવે શિખામણ આપી છે તે ચિંતામણિ રત્ન તુલ્ય છે એમ સમજી તે ઉપાસવા આગ્રહપૂર્વક ભલામણ છે. “મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ” એવું એક કાઠિયાવાડી કવિએ ગાયું છે, તે વિચાર દઢતા આપનાર છે. “નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા.” (૧૫)
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ
જેમ દુકાન વગેરેની કાળજી રાખે છે, શરીર વગેરેની સંભાળ રાખે છે, તેમ આત્માની કાળજી દેહ કરતાં અનંતગણ લેવા ગ્ય છે એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે નહીં ભૂલવા ભલામણ છે. સ્મરણ મંત્રને અભ્યાસ દિવસે દિવસે વધારતા રહેતા હશેજી. ભઠ્ઠીમાંથી લો બહાર કાઢીને તુર્ત ટીપે તે જે ઘાટ ઘડો હોય તે ઘડાય, પણ જે પ્રમાદ કરી લુહાર વાતેમાં પડી જાય તે લેડું ઠંડું પડી જતાં પછી ગમે તેટલા ઘણના ઘા મારે તે પણ જોઈએ તે ઘાટ થાય નહીં. તે દષ્ટાંતે કાળજી રાખીને જે જે ભાવે અહીંથી જતી વખતે ઉદ્ભવ્યા હોય તે વૃદ્ધિ પામે તેમ વર્તવા ભલામણ છેછે. શ્રીમદ્ રાજચંદ્ર મંદિર બંધાવી જે ખર્ચ અને પરિશ્રમ વેઠયો છે તેનો લાભ પૂરેપૂરો લેવા ચૂકતા નહીં હો. પ્રમાદમાં ગયેલી એક પણ પળ પાછી મળવાની નથી તે બને તેટલી કરકસર કરીને જિંદગીની પળે બચે તેટલી ભક્તિભાવમાં,
સ્મરણમાં, સત્સંગમાં, સપુરુષનાં વચનો આશય અનુસાર વર્તવામાં ગળાય તેવી તાકીદ રાખવા સૂચના છેy.
પૂ. ખુશાલભાઈ ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીની સેવામાં અને આશ્રમમાં આત્માથે રહેલ. તેમણે પાંચ-સાત દિવસથી ખાવું, પીવું, બેસવું છોડી સ્મરણમાં રહેવાનું કંઈ અંતરંગ પચખાણ જેવું લીધું લાગે છે. વાતચીત કરતા નથી એટલે તેમને અભિપ્રાય સ્પષ્ટ જણાતે નથી, પણ કષાયાદિનું કારણ નથી. એકાદ માસથી આહાર, અન્યને પ્રસંગ છે કરી દીધે હતું. આ બીના સહજ જાણવા લખી છે. આપણે તે કેઈને પુરુષાર્થ કરતે જાણું આપણે પુરુષાર્થ વધે તેમ લક્ષ રાખ ઘટે છેજ. તેમણે ખાવું-પીવું છેડી ભક્તિભાવને લક્ષ રાખે