________________
૪૧૮
બેધામૃત તેઓશ્રીએ જણાવ્યું કે સ્વાદને જય તે ખરે ઉપવાસ છે; ઈન્દ્રિય જીતવા પ્રથમ સ્વાદની આસક્તિ તજવી. જે વસ્તુ વધારે પ્રિય, પુષ્ટિકારક કે મનને આહ્લાદક લાગે તે બીજાને આપી દેવી, પોતે ન વાપરવી. બહુ સ્વાદ આવે ત્યારે બેસ્વાદ કરવા પાણીનો ઉપયોગ પણ કરે. દાળ વગેરે બહુ સરસ લાગે તે અંદર પાણી ઉમેરી દેવું, તેવું જ શાક વગેરે માટે. ભાણામાં પાણી રેડવાની હિંમત ન ચાલે તે મુખમાં કોળિયે ભર્યા પછી તુરત પાણી લઈ ઉતારી જવું. જેને હવે આ જીભની પરાધીનતાથી મુક્ત થવું હોય તેણે તે જમતી વખતે સ્વાદમાં તલ્લીન થઈ સ્મરણ વગેરે ધર્મકાર્ય ભૂલવું ન ઘટે. મનને કાં તે સ્મરણમાં કે આહારની તુચ્છતા વિચારવામાં, ગમે તેવા સ્વાદિષ્ટ ખોરાકનું બીજે દિવસે કેવું પરિણામ આવવાનું છે તેનું કે ઊલટી થાય તે કેવા રૂપે બહાર નીકળે? તેને ખાવાની ઈરછા કેમ થતી નથી ? વગેરે સ્વાદથી વિપરીત ભાવના વિચાર કરી, તેથી ઈન્દ્રિય-જય અને આખરે સમકિતનું વિધ્ધ દૂર કરનાર જાણી સંયમમાં વૃત્તિ દોરાય, મોક્ષ સમાન કોઈ ચીજ મધુર નથી તેવી ભાવના ખાઈ રહેતાં સુધી ટકે તેવા પ્રયત્નો કંઈ ને કંઈ કરતા રહેવા ભલામણ છેજી“એકાંત સુખી મુનિ વીતરાગ” આદિ યોગ્ય વચનેની મનમાં ધૂન ચાલતી રહે તેવી ગોઠવણ રડા તરફ જતાં પહેલાં કરવી ઘટે છે. પુરુષાર્થ, અભ્યાસ અને આત્મોન્નતિની જિજ્ઞાસા દિન દિન પ્રતિ વર્ધમાન થાય એ જ સરળ માર્ગ છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૫
અગાસ, તા. ૧૯-૭–૪૩ જે મહાપુરુષના આશ્રિત જે છે તે મહાપુરુષોના હૃદયમાં રહેલી “અદીનતા” સમજે છે, આદરે છે, ભાવે છે અને ઉપાસે છે.
"एगाहं नत्थि मे कोइ नाहं अण्णस्स कस्सइ ।
___ एवं अदीणमणसो अप्पाणं अणुसासइ ।।" ભાવાર્થ : હું એકલું છું, મારું કોઈ નથી તેમજ હું કોઈને નથી, એમ મુમુક્ષુ જીવ અદીનભાવે (દીનતા દાખવ્યા વિના) પિતાના આત્માને શિખામણ આપે.
તમે મુશ્કેલીમાં ફસાએ એવી ઈચ્છા શત્રુ સિવાય કોઈ ન કરે, પરંતુ કર્મના ફળરૂપે તેવા પ્રસંગમાં આવી ફસાયા હો ત્યારે મુમુક્ષુને ઘટે તેવી રીતે તે પ્રસંગે વર્તન રાખી તમારી મુમુક્ષતા દીપાવે એમ આપના ઓળખીતા સર્વ સજ્જને છે. પિતાની ફરજ સમજી જે મદદ કરે તે તેના આત્માની ઉજજવળતાનું કારણ છે, પરંતુ કોઈને ફરજ પાડવારૂપ ઈરછા પણું ન કરવી એમાં આપની મહત્તા છે. શ્રી સદ્દગુરુ દ્વારા જેને યથાર્થ સમજણ પ્રાપ્ત થઈ હોય તેમે આવા પ્રસંગે આગળ વધારનારા થઈ પડે છેજી. * શ્રી અનાથી મુનિરાજને અસહ્ય શારીરિક વેદનાને પ્રસંગ પ્રાપ્ત થયે, તેમને મદદ કરવા તેમના પિતાએ પોતાનું સર્વ ધન આપવા તત્પરતા બતાવી, તેમની માતા તથા પત્નીએ તનતોડ મહેનત અને ઉજાગરા કરી સેવા બજાવી, નિપુણ વૈદ્યોએ સર્વ પ્રયોગ અજમાવી જોયા; પણ પુત્રપ્રેમ, પતિભક્તિ કે વિદ્યાબળ ત્યાં નિષ્ફળ નીવડ્યાં. પરંતુ શ્રી અનાથીકુમાર તે તે વખતે કોઈને પ્રત્યે દષ્ટિ ન દેતાં પોતાનું અનાથપણું વિચારી, ભૂતકાળની ભૂલથી આવી