________________
પત્ર સુધા તમે હાલ ધર્મપ્રયત્નમાં કેમ વર્તે છે તે વિશેષ વિસ્તારથી જણાવ્યું નથી તેથી ઉત્તર પણ વિગતવાર આપી શક્યો નથી. નિત્યનિયમ તે કરતા હશો અને સ્મરણ અવકાશને વખતે કર્યા કરે છે એમ જણાવ્યું છે. હવે સ્મરણ કેટલી માળાનું થાય છે તેની ગણતરી રાખવા ભલામણ છે. માળા ન રાખો તે આંગળીના વેઢાથી પણ ગણતરી કરતા રહી રોજ કેટલી માળા થાય છે તેની નોંધ ખાનગી નોટમાં રોજ રાખવી. તેથી વધે છે, ઘટે છે કે તેટલી જ માળા થયા કરે છે તે સમજાશે. માળાની શરૂઆતથી અંત સુધી પૂરી માળા ફેરવવાને અવકાશ હોય ત્યારે લક્ષ સ્મરણ ઉપરાંત એક દોષ દૂર કરવાના નિશ્ચયને કે એકાદ ગુણ પ્રગટ કરવાની ભાવનાને રાખો, જેમ કે અત્યારે બે-પાંચ મિનિટ અવકાશ છે તે જરૂર એક-બે માળા ફેરવાશે એમ લાગે ત્યારે પહેલી માળામાં કોધ દૂર કરવાને એટલે કઈ પણ પ્રાણી પ્રત્યે ક્રોધ કરવો. નથી, પ્રાણ લેવા કોઈ અત્યારે આવે તેના પ્રત્યે પણ ક્રોધ કરે નથી, એ નિશ્ચય કે ક્ષમાગુણ પ્રગટ કરે છે એવી ભાવના રાખવી. સામાન્ય રીતે એક મંત્ર બેલા હોય ત્યારે મન ડી વારે બીજી કઈ બાબતમાં ખેંચાઈ જાય છે. મંત્ર ઉપરાંત કંઈક કરી શકે તેવી તેનામાં શક્તિ હોય ત્યારે તે મંત્રને મૂકી દઈને પણ બીજી બાબતમાં તણાઈ જવાની તેની નિર્બળતા દેખી આવી સલાહ જ્ઞાની પુરુષેએ આપી છે કે તેને જરૂર પડે તે આ નક્કી કરેલી બાબત હાથ પર લેવી; પણ ગમે ત્યાં ભટકતું તેને રે કર્યું છે. બીજી માળા ફેરવતાં માન દૂર કરી વિનયગુણ વધારવાના પ્રયત્નમાં જરૂર પડશે રેકવું. ત્રીજીમાં માયા તજી સરળતા ધારણ કરવા, ચિથીમાં લેભ ઘટાડી સંતેષ વધારવા મનને વાળવું. આમ જે તેને કઈ પણ રીતે મંત્ર કે કઈ ગુણના વિચારમાં રોકવા પ્રયત્ન કરી જે તે જરૂર તમે ઈચ્છે છે તેથી સુંદર અને આનંદદાયી ફળ મળશે. આમાં મદદ મળે માટે સમાધિસોપાનમાંથી ઉત્તમ ક્ષમા, માર્દવ, આર્જવ, સત્ય, શૌચ આદિ દશલક્ષણરૂપ ધર્મનું પ્રકરણ છે તે કાળજીપૂર્વક વાંચતા રહેવા ભલામણ છે. નવરાશ હોય તે ઓફિસમાં પણ એકાદ પુસ્તક રાખવું કે લેતા જવું, અને બીજા બીડી, ચા કે ગપ્પાંમાં વખત ગળે ત્યારે આપણે સલ્ફાસ્ત્રમાંથી કંઈક વાંચવું, વિચારવું કે કંઈ ન બને તે સ્મરણમાં મનને જોડવું. જે નવરું મન રહ્યું છે તે નખેદ વાળે તે તેને સ્વભાવ છેછે.
“આહાર તે એડકાર” – “અન્ન તેવું મન' એવી કહેવત છે, તે વૃત્તિને ઉશ્કેરે તેવા મસાલા આદિ તામસી ચીજો આહારમાંથી ઓછી થાય તેમ હોય તે તે પણ અજમાવી જેવા ભલામણ છે. આપણાથી બને તેટલે વિચાર કરી મનને સવિચારમાં, ભક્તિ, સ્મરણ, ગોખવામાં કે લખવામાં જોડી રાખવું ઘટે છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
४१०
અગાસ, તા, ૨૨-૫-૪૩ તત છે તું
વૈશાખ વદ ૩, શનિ, ૧૯૯૯ “અબ તક મેહ્યો દેખતાં, સુંદર જડ-પર્યાય, અધિક અધિક વધી બંધને, થયું ભ્રમણ ભવમાંય.
26