________________
૩૯૪
બોધામૃત બેધે સમજી, અંતમું પ્રવૃત્તિના અભ્યાસરૂપ યોગે એટલે અંતરાત્મા થઈ પરમાત્માની ભાવના કે તેમાં તલ્લીનતા સ્થિરતારૂપ ભેગથી મહાત્માઓ પરમાત્મપદ પામે છે. પરભાવથી છૂટી સ્વભાવમાં સ્થિર થતાં અખંડ સુખ સધાય છે.
“આ આત્મ મારે એક ને, શાશ્વત નિરંતર રૂ૫ છે, વિશુદ્ધ નિજ સ્વભાવમાં, રમી રહ્યો છે નિત્ય તે વિશ્વની સહુ વસ્તુનો નિજ કમ ઉદ્દભવે થાય છે,
નિજ કમથી વળી વસ્તુને, વિનાશ વિનિમય થાય છે.” ૨૬ ભાવાર્થ – આ કડીનું સંસ્કૃત ઉપરથી ગુજરાતી કરતાં ક્લિષ્ટતા થઈ ગઈ છે. મૂળ ગાથામાં એમ ભાવ છે કે મારે આત્મા નિર્મળ, શાશ્વત, જ્ઞાનસ્વરૂપ છે; બીજા બધા ભાવે બાહ્ય છે, અનિત્ય છે, કર્મથી થયેલા વિભાવ ભાવ છે, સ્વભાવરૂપ નથી. ગુજરાતી કરનાર ગૂંચાઈ ગયે છે તેથી લખે છે કે મારો આત્મા એક છે, નિત્ય છે, નિર્મળ સ્વભાવી છે. કમથી –મોહનીય આદિ કર્મના વિકલ્પથી સંસાર ઊભે થાય છે અને કર્મથી – પુણ્યપાપથી સારી બેટી વસ્તુઓ મળે છે અને નાશ પામે છે. પણ પહેલાં જણાવેલ અર્થ સરળ અને શુદ્ધ છે.
શાંત ચિત્તે વાંચશે તે ચારે કડીઓ ઉપર જણાવેલા અર્થની મદદથી સમજાશે, કંઈક અંતવૃત્તિ કરવાના ભાવ થશે; બીજી કડાકૂટમાંથી મન પાછું પડશે. કરવાનું એક જ છે: જગતનું વિસ્મરણ કરવું અને સના ચરણમાં ચિત્ત રાખવું. પરમકૃપાળુદેવ પ્રત્યે, તેનાં વચન પ્રત્યે, તેના વચનના આશયરૂપ આત્મા પ્રત્યે પરમપ્રેમ જાગે એવી વૃત્તિ રાખતા રહેવા વિનંતી છે.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૨
અગાસ, તા. ૧૦-૪-૪૩ તત્ સત્
ચૈત્ર સુદ ૬, શનિ, ૧૯૯૯ પરમ ઉપકારી અહો ! રાજચંદ્ર ગુરુદેવ;
જેને શરણે જીવતાં, ટળતી ભવ-ભ્રમદેવ. “પ્રભુભક્તિ ત્યાં ઉત્તમ જ્ઞાન, પ્રભુ મેળવવા ગુરુ ભગવાન; ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય, તે ઊપજવા પૂર્વિક ભાગ્ય. તેમ નહીં તે કંઈ સત્સંગ, તેમ નહીં તે કંઈ દુઃખરંગ.
સમજણ બીજી પછી કહીશ, જ્યારે ચિત્ત સ્થિર થઈશ.” (૧૦૭) પ્રશ્ન- “સપુરુષમાં જ પરમેશ્વરબુદ્ધિ એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે, જેથી સર્વ પ્રાણી વિષે પિતાનું દાસત્વ મનાય છે.” (૨૫૪) એ વાકથને ભાવાર્થ શો છે?
ઉત્તર – કલ્યાણનું કારણ સત્પરુષ, તેનું યથાર્થ ઓળખાણ, તેને બંધ અને તેની શ્રદ્ધા છેછે. એટલે જેના દ્વારા કલ્યાણ થાય એમ છે તે પુરુષની પ્રતીર્તિ, અત્યંત પ્રતીતિ એને જ્ઞાનીઓએ પરમધર્મ અથવા સમકિત કહ્યું છે. “સ્વચ્છેદ મત આગ્રહ તજી, વર્તે સદ્દગુરૂલક્ષ સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ.” “બીજું કાંઈ શોધ મા. માત્ર એક પુરુષને