________________
બેધામૃત ટૂંકામાં આપણને જે આજ્ઞા મળી છે તેનું આરાધન વિશેષ વિશેષ થશે તેમ તેમ વિશેષપણે નિર્મળ વિચાર થશે અને નથી સમજાતું તે સમજાતું જશે, એટલું ખાસ સમજવા યોગ્ય છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૪૦૩
અગાસ, તા. ૧૫-૪-૪૩ “હું પામર શું કરી શકું? એ નથી વિવેક
ચરણશરણ ધીરજ નથી, મરણ સુધીની છે.” આપની ધર્મભાવના જાણી સંતોષ થયે છેજ. ધર્મપ્રયત્નમાં કેઈના તરફ દષ્ટિ કરી બીજાની દશાની સાથે પોતાની સરખામણી કરવા ગ્ય નથી. પૂર્વે કરેલાં કર્મોનું ફળ અત્યારે દેખાય છે. વર્તમાનમાં મંદ કષાય આદિ વર્તતાં હોય તે વિચારવાની હોય તેને જ સમજાય તેમ છે. પણ પિતે પિતાના દેશે જોઈ તે દોષ કાઢવા કે પ્રયત્ન કરે છે તેની પિતે સંભાળ રાખતા રહેવી ઘટે છે. બીજાની સાથે મેળ મળે તેમ નથી. આપણને જાગૃતિ રહે અને આગળ વધવામાં બળ મળે તે અર્થે બીજાના ગુણ જોઈ રાજી થવું, પિતે તે થવા પ્રવર્તવું, સંયમ આદિની અભિલાષા રાખવી, પણ ખેદ કરી અટકી રહેવા જેવું નથી. યોગ્યતા વધે તેને માટે પુરુષાર્થ, કાળજી, વિચાર વિશેષ કર્તવ્ય છે. “યા માવના વય, સિદ્ધિર્મવતિ તાદૃશ” જેની જેવી ભાવના તેવી તેને સિદ્ધિ મળે છે. “ખેદ નહીં કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં એક્ષપાટણ સુલભ જ છે” (૮૧૯) એમ પરમકૃપાળુદેવે કહ્યું છે તે પત્ર વારંવાર વિચારવા ભલામણ છે.
બીજું, ચૈત્ર વદ ૫ એ પરમકૃપાળુદેવના દેહવિલયની તિથિ મહાપર્વરૂપ છે. તે દિવસે અવકાશ લઈ, બને તે ઉપવાસ આદિ સંયમભાવ સહિત ભક્તિમાં તે દિવસ-રાત્રિમાંથી યથાશક્તિ વખત બચાવી આત્મહિત સાધી લેવા પુરુષાર્થ કર્તવ્ય છે. “આલોચનાદિ પદસંગ્રહમાં વિરહનાં પદો છે તે, તે દિવસે અહીં ગવાશે. આત્મસિદ્ધિ તથા જીવનકળા આદિમાંથી અવકાશ પ્રમાણે વાંચી-વિચારી આત્મભાવના જાગ્રત-પુષ્ટ થાય તેમ કર્તવ્ય છેજ. સત્સંગી ભાઈબહેનને યોગ છે તે સમૂહમાં ભક્તિ કર્તવ્ય છે. તેમ ન બને તે વ્યક્તિગત પુરુષાર્થ તે ચૂકવા યોગ્ય નથી. એ જ વિનંતી. તેની નિષ્કારણ કરુણને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સત્પરુષે તેના ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહે !” (૪૯૩)
| # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
અગાસ, તા. ૨૪-૪-૪૩ તત્ ૩ સત્
ચૈત્ર વદ ૪, શનિ, ૧૯૯૯ આપની ભાવના આશ્રમમાં આવવાની અને કંઈ લેભ છેડવાની રહે છે એમ જાણી શુભ ભાવના પૂરતે સંતેષ થયે છેજ. પણ આ મનુષ્યભવમાં જેને સદ્દગુરુનો યોગ થયે છે, તેની આજ્ઞા ભક્તિ સ્મરણમંત્ર આદિ રૂપે પ્રાપ્ત ધંઈ છે તેણે આવા પ્રસંગે આત્મકલ્યાણ અર્થે પરમ ઉપકારી પરમકૃપાળુદેવનું એક શરણ, તેને જ આશ્રય, તે જ વીતરાગતા, શુદ્ધ સ્વરૂપ અને અલૌકિક દશામાં જ વૃત્તિ નિરંતર રાખવા યોગ્ય છેજી. વારંવાર પ. પૂ. પ્રભુશ્રીજી કહેતા