________________
૩૯૦
બેધામૃત નથી. ગમે તે ગતિમાંથી તેને મોક્ષમાર્ગ ચઢાવી આગળ વધારી ક્ષે લઈ જાય તેવું તેનું
ગબળ વર્તે છેજી. આપણા ભાવ તે પ્રવાહમાં વહે તે ફિકર નથી. અનાદિને દેહાધ્યાસ આપણને એવા પ્રસંગે ફસાવવા ફરે તે રયણાદેવી જેવો તેને ગણી તેના તરફ નજર પણ કરવા જેવી નથી. હવે તે “જેમ થાવું હોય તેમ થાજે, રૂડા રાજને ભજીએ.” એને શરણે આટલે દેહ અર્પણ હો! હવે કશું ઈચ્છવું નથી, કશું કરવું નથી, કશું જોઈતું નથી. એને હે તે મને હો! હું કંઈ જાણતો નથી.
ધીંગ ધણી માથે કિયા રે કુણ ગંજે નર બેટ, વિમલ જિન,
દીઠાં લેયણ આજ, મારાં સીધ્યાં વાંછિત કાજ, વિમલ૦ આત્મા જ્ઞાનીએ જાણ્યા તે છે, તેવું જ મારું સ્વરૂપ છે, તે નિત્ય છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષ છે, મોક્ષના ઉપાય સમ્યફ જ્ઞાન, દર્શન અને સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે. તેમાં અચળ શ્રદ્ધા મરતી વખતે પણ થઈ શકે. જ્ઞાનીએ એ કહેલું છે તે મારે માની લેવું એ જ ભાવના કલ્યાણકારી છેy.
* શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૯૬
આહાર, તા. ૧૭-૨-૪૩ નિત્યનિયમમાં વિશેષ ભાવ વર્ધમાન થતા રહે તેવી વિચારણા પૂર્વક ભક્તિ કરતા રહેવા ભલામણ છેજી. સત્સાધનની સફળતાને આધાર ભાવ જી. ભાવની મંદતા માંદગી કરતાં વધારે નુકસાનકારક છે; માટે ઉલાસપૂર્વક રેજ ભક્તિભાવ તથા તે વખત વધારતા રહેવા ભલામણ છે.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૦૭
આહાર, તા. ૧૭-૨-૪૩ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત વાંચવા-વિચારવાનું તથા સ્મરણ-ભક્તિ વગેરેમાં મન રાખવાનું કરશે તે આત્મહિતનું કારણ છે. કલ્પનાના ઘેડા દોડાવ્યા કરતાં વીસ દોહરામાં જણાવેલા ભાવ હૃદયમાં સ્થિર થાય; હું કંઈ જાણતા નથી પરંતુ પરમકૃપાળુદેવની કૃપાથી તેના ગબળે આ જીવનું કલ્યાણ થાય તેવો યોગ બન્યા છે તે સાર્થક કરી લેવો છે, તેણે આત્મસ્વરૂપ યથાર્થ પ્રગટ કરી ઉપદેશ્ય છે તે પ્રમાણે માન્યતા રાખી તે પરમપુરુષ ઉપર અનન્ય ભક્તિ રાખી આટલે ભવ તેને શરણે જશે તે જરૂર મારું કલ્યાણ થશે એવી શ્રદ્ધા દિનપ્રતિદિન વર્ધમાન અને બળવાન બને તેમ વિચારણા કર્તવ્ય છે. સાચી ઉપાસનાનું ફળ વગર ઈરછ પણ અવશ્ય આવશેજી.
વીતરાગ શબ્દ વિષે આપે પૂછ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે જેને રાગ, દ્વેષ અને અજ્ઞાનને નાશ થયે છે તે વિતરાગ છે. શુદ્ધ આત્મા હોય ત્યાં વીતરાગપણું છે. આત્મા મૂળ સ્વરૂપે સર્વ સરખા છે. શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રમાં છેવટના ઉપસંહારમાં કહ્યું છે –
સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય, | સરુ આજ્ઞા જિનદશા, નિમિત્ત કારણમાંય.” એ શબ્દ સાંભળતાં કે વાંચતાં આપણી દષ્ટિ ક્યાં જવી ઘટે ?” એમ તમારો પ્રશ્ન છે. તેના ઉત્તરમાં જણાવવાનું કે પરમકૃપાળુદેવનાં વચને આપણને જગાડ્યા છે, તેમને વચન