________________
૩૫૦
બાધામૃત
કારણે પડી ન મૂક; પરંતુ વિશેષ બળ રાખીને તથા તે જ આધારે આપણું જીવન સુધરવાનું છે એમ માનીને, ગુપ્ત રીતે પણ દરરોજ કર્યા વિના રહેવું નહીં અને લોકે “ભગત’ એવાં ઉપનામ પાડે તેથી ડરીને કે શરમાઈને, કરતા હોઈએ તે પ્રત્યે અભાવ ન લાવે; પરંતુ વિચારવું કે તે લેકોને સત્પરુષને યોગ થયેલ નથી તે તેમનાં કમનસીબ છે અને ધર્મની કાળજી નથી રાખતા તેથી કર્મ વધાર્યા કરે છે. પૂર્વે પુણ્ય કર્યું હશે કે ધર્મની કંઈ જાણે-અજાણ્ય આરાધના કરી હશે તેનું ફળ અત્યારે મનુષ્યભવ અને સુખસામગ્રી મળી આવ્યાં છે, પણ અચાનક દેહ છૂટી જાય તે તેમની સાથે જાય તેવું કંઈ તેમણે આજ સુધી કર્યું નથી અને કરવાના ભાવ પણ સત્સંગ વિના તેવા પામર ને જાગવા મુશ્કેલ છે. તેથી ખાલી હાથે મરીને દુર્ગતિએ જશે. એવા જેને આપણે અનુકરણ કરીશું તે આપણું પણ એ જ વલે થશે. માટે ગમે તેમ તે બોલે તે પણ તેમની દયાજનક સ્થિતિ વિચારી મારે તેમના પર દ્વેષ રાખે નથી કે અહંકાર પણ કરે નથી કે હું બહુ ભાગ્યશાળી છું. પણ તેમના પ્રત્યે દયાની નજરે જોવા જેવું છે. જે આપણી વાત માને તેવા ન હોય, તેમને ધર્મની વાત કરવા જતાં પણ વિક્ષેપનું કારણ બને છે તે લક્ષ રાખી, બને ત્યાં સુધી ધર્મની બાબતમાં એાછું બેલવાનું થાય તેમ રાખી, આપણે આપણા આત્માને ઉદ્ધાર કરવા પુરુષની બને તેટલી આજ્ઞાનું આરાધન કરતા રહેવાની જરૂર છે.
સાત વ્યસન તથા સાત અભક્ષ્ય તત્વજ્ઞાનમાં લખેલાં છે, તેમાંથી જેટલાને ત્યાગ કર્યો હોય તે દેહ જાય તો પણ પાળ. કુસંગને વેગે ઢીલું મન ન થઈ જાય, લેકોને દુરાચારમાં વતા દેખી તેવાં ખોટાં આચરણ કરવાનું મન ન થાય તે સાચવવું. # શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૫ર
અગાસ, તા. ૩૧-૫-૪૨ જો ઈચ્છે પરમાર્થ તે, કરે સત્ય પુરુષાર્થ.” સત્સાધન જેને પ્રાપ્ત થયું છે તેનાં મહાભાગ્ય આ કાળમાં સમજવા યોગ્ય છે. જ્યાં સુધી તેવી ઉંમર નહોતી કે સમજ નહતી ત્યાં સુધી તે શું કરવું તે ખબર ન હતી તેથી કંઈ બન્યું નહીં, પણ જ્યારથી સમજણ આવી, ઘરનાં, દુકાનનાં, કુટુંબનાં કામની કાળજી રાખતા થયા ત્યારથી આત્માની કાળજી પણ કર્તવ્ય છે. ધનની સંભાળ દેહને અર્થે છે પણ દેહ જ નાશવંત છે તે જે વડે પરભવ પણ સુધરે એવી જ્ઞાનીની આજ્ઞા આત્મહિતકારી છે એમ ગણી, ધન કરતાં વિશેષ તેને માટે વિચારણા રહ્યા કરે તે કંઈ પુરુષાર્થ કર્તવ્ય છે. કેવી રીતે તે પુરુષાર્થ કર ? તેનું દષ્ટાંત પતે પરમકૃપાળુદેવ જ છે.
# શાંતિઃ
૩૫૩
અગાસ, તા. ૨૧-૬-૪૨ તત ૐ સત
બી. જેઠ સુદ ૭, રવિ, ૧૯૯૮ “અચિંત્ય તુજ માહાભ્યને, નથી પ્રફુલ્લિત ભાવ;
અંશ ન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ.” “પર પ્રેમ પ્રવાહ બ પ્રભુસે, સબ આગમ ભેદ સુ ઉર બ; વહ કેવલ બીજ જ્ઞાની કહે, નિજ કે અનુભવ બતલાઈ દિયે.”