________________
૩૫૮
બેધામૃત
નિરંતર કર્તવ્ય છે'. એ પુરુષની દશા સમજવા જેટલી પણ આપણી શક્તિ નથી તે તેની પ્રાપ્તિના અભિમાનને જગ્યા જ ક્યાં મળે તેમ છે? છતાં જીવને મેહદશા ભૂલવે છે. તે મેહને સત્વર ક્ષય થાઓ એવી તે અધમેદ્ધારણ પ્રભુ પ્રત્યે સાચા દિલની પ્રાર્થના છેજ.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૫૮
અગાસ, તા, ૨૭–૭-૪૨ તત 8 સત્
ગુરુપૂર્ણિમા, સેમ, સં. ૧૯૯૮ તમારું કાર્ડ મળ્યું હતું. છ માસ સુધી બાર તિથિ બ્રહ્મચર્ય પાળવાની ભાવના છે તે પરમકૃપાળુદેવના ચિત્રપટ આગળ નમસ્કાર કરી ભાવવ્રત લઈ લેશોજી. તમારા ઘરમાંથી ત્યાં હોય તે તેમને પણ લેવા જણાવશોજી. વ્રત વગેરે શાંતિ વધારવા અર્થે છે. કલેશનું કારણ ન બને તે લક્ષમાં રાખવા સૂચના કરી છે. “કઈ પણ કારણે આ સંસારમાં ક્લેશિત થવા
ગ્ય નથી” (૪૬૦) એમ પરમકૃપાળુદેવનું વચન છે, માટે કલેશનાં કારણે નિર્મૂળ કરવા તરફ દરેક મુમુક્ષુએ લક્ષ રાખવા યોગ્ય છે. કુટુંબમાં, મંડળમાં, ગામમાં, નાતમાં, દેશમાં જેમ કલેશ એછિ થાય તેમ કરવાની વૃત્તિ રાખવાથી ધર્મ પ્રગટવાનું કારણ બને છેજ. પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ નાસિકના બોધમાં છેલ્લી એ જ શિખામણ દીધી છે – “સંપ રાખો અને સત્સંગ કર્યા કરે.” ભક્તિ એ જ જીવનમાં મુખ્ય વનિ મુમુક્ષુને તે હોય, પણ જ્યાં સુધી મુમુક્ષતા પ્રગટી નથી ત્યાં સુધી જ્ઞાનની આજ્ઞામાં વિશેષ વિશેષ વર્તાય તેમ કરવાથી વૈરાગ્ય વધતાં ભક્તિ સહજ સ્વભાવરૂપ થવા ગ્ય છેજ.
બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવને મળે,
તેયે અરે! ભવચક્રને અટો નહીં એકે ટળે.” એ બધા એકઠા થાઓ ત્યારે વિચારશોજી અને શું કરવાથી આંટો ટળે? શું કરી રહ્યા છીએ? તે તપાસી જીવનપ્રવાહ સદાને માટે બદલાય એવું કંઈક વિચારશોજી. એ શાંતિઃ
૩૫૯
અગાસ, તા. ૨૮-૭-૪૨ તતું છે સત્
અષાઢ વદ ૧, મંગળ, ૧૯૯૮ “પૂર્વ પુણ્યના ઉદયથી, મળે સદ્દગુરુ-ગ; વચન-સુધા શ્રવણે જતાં, થયું હૃદય ગતાગ. નિશ્ચય એથી આવિયે, ટળશે અહીં ઉતાપ,
નિત્ય કર્યો સત્સંગ મેં, એક લક્ષથી આપ.” (૧૫૪) આપને પત્રસમૂહ મળે છે. પ્રશ્નો પૂછેલા વાંચ્યા. એક પહેલે પ્રશ્ન કેટલાક મુમુક્ષુઓની સમક્ષ વિચાર્યું. તેના સારરૂપ ઉત્તર નીચે લખું છું તે આપ વિચારવાનું હોવાથી સમજવામાં હરકત નહીં આવે છે. તેમાં પત્રક ૨૭૨ બે-ત્રણ લીટીને છે તેને ભાવાર્થ આપે પૂછયો છે એમ સમજાય છે. સદ્દગુરુનું લક્ષણ પહેલા વાક્યમાં ટૂંકામાં એવું કર્યું છે કે “જે મહપુરુષનું ગમે તેવું આચરણ પણ વંદન યંગ્ય જ છે.” આટલી વાત તે પૂછનાર અને સાંભળનાર બન્નેને માન્ય છે, એ વાત સ્વીકાર કરી, નિઃશંક આમ જ છે એવું ગણી