________________
પત્રસુધા
૩૭૫
છે. માટે આ માંદગીમાંથી ઊઠીને પહેલું કાર્ય મારે ધર્મ સમજવા સત્સંગ, સલ્ફાસ્ત્ર, સદ્ગુરુને સમાગમ વગેરે આદરવા ઘટે છે. એમ વિચારી તે બાઈની યુક્તિને ધન્યવાદ આપ્યા. પછી દવા વાપરતાં રેગ દૂર થશે અને બન્ને બાઈ-ભાઈ સત્સંગપ્રેમી બની પોતાની યથાયોગ્ય ફરજો અદા કરવા લાગ્યાં.
જ્યારથી જીવને સમજણ આવે છે ત્યારથી તે પોતાનાં કપડાં આદિ વસ્તુઓ સંભાળે છે, સગાંકુટુંબીઓનાં મન સાચવે છે, ધન વગેરેની વ્યવસ્થા વિચારે છે, કુટુંબકીતિનો વિચાર કરી વર્તન રાખે છે, ધંધા વગેરેની કાળજી રાખે છે, તે ધર્મની સંભાળ કરવાની તેની ફરજ છે કે નહીં તે સત્સંગ વિના સૂઝતું નથી. વહેલું કે મોડે એ કામ પિતાને જાતે જ કરવું પડશે. કઈ કરી આપે તેવું એ કામ નથી. કોઈને ધન ન હોય તે ધીરનાર મળે, માંદો હોય તે ચાકરી કરનાર મળે, ભૂખ્યો હોય તે ખાવા આપનાર મળે, પણ પિતાના આત્માના હિતનું કામ કેઈન દ્વારા કરાવી શકાય તેવું નથી. તે તો બાપ કરે તે બાપ પામે, પુત્ર કરે તે તેને જ કામ આવે, સ્ત્રી કરે તે સ્ત્રીનું હિત થાય. પણ એક કરે ને બીજાને મળે તેવું આત્મવિચારમાં બની શકે તેમ નથી. માટે વહેલું મોડું એ આપણું કામ આપણે જ કરવું રહ્યું છે તેમાં મુલતવી રાખવામાં શો લાભ છે? ઘર બળતું હોય તેમાંથી જેટલું બહાર કાઢી દૂર મૂકીએ તેટલું બળતામાંથી બચ્યું, પણ કાઢીશું કાઢીશું કરતાં તે બધું બળી જાય, પછી શું કામ આવે ? માટે બને તેટલે બચતે વખત આત્મહિત સાધવામાં વાપરવાની કાળજી સમજુ જનેએ રાખવી ઘટે છે. છોકરવામાં જે વખત ગયે તે કરોડો રૂપિયા આપ્ટે પણ પાછે આવતું નથી, માટે સમય છે તે જ ખરી સંપત્તિ છે. Time is more than money. એ સૂત્ર સ્મૃતિમાં વારંવાર આણી, ધન કરતાં આ અમૂલ્ય અવસર વધારે કીમતી ગણી, તેને કોઈ જ્ઞાનીની આજ્ઞા અનુસાર ઉપયોગ થાય તેવી કાળજી પુરુષાર્થ કર્તવ્ય છેજ. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૮૦
અગાસ, તા. ૧૦-૧૦-જર आपका पत्र तथा मनीआर्डरसे रु. २०/- प्राप्त हुआ। आपकी संतोषवृत्तिसे संतोष हुआ। जैसी जिसकी भावना है वैसा ही उसका फल स्वयं प्राप्त होता है। निःस्पृही, निर्मोही परमपुरुषका अनुयायी वैसा ही होता है। वह रकम एक परमकृपाळुकी भक्तिमें रक्त भक्तजनके उपयोगमें आ चुकी है। सच्ची रकम तो यह मनुष्यभवरूप मूडी है उसका उत्तम उपयोग परमपुरुषकी आज्ञामें लगानेसे होता है।
૩૮૧
અગાસ, તા. ૧૩–૧૦–જર તત્ ૐ સત્
આ સુદ ૪, મંગળ, ૧૯૯૮ પરમ ઉપકારી અહો! રાજચંદ્ર ગુરુદેવ; જેને શરણે જીવતાં, ટળતી ભવભય ટેવ. ૧ શ્ર આત્મસિદ્ધિશાસ્ત્રસૃપ, ગંગા આવી ઘેર; ભવભવનાં પાપ હરે, આપે શિવસુખ લહેર. ૨ તન મન વચને આદરે, ભક્તિ ધર ઉલ્લાસ આત્મસમાધિ કારણે, તૐ સૌ લૌકિક આશ. ૩