________________
૩૮૦
બાધામૃત
અગાસ
૩૮૫ “જનમ્યા શ્રી ગુરુરાજ જગતહિત કારણે,
કરવા અમ ઉદ્ધાર વારી જાઉં વારણે.” દિવાળી ઉપરના સમાધિમરણ વ્રતની આરાધના પણ બહુ રૂડી રીતે થઈ છેજ. જ્ઞાનપંચમીને દિવસે પણ બધા ઘણાખરા ઉપવાસ આદિ તપસ્યા કરી ભકિતભાવ, દાન વગેરે વડે ૫. ઉ. પ. પૂ. પ્રભુશ્રીએ જણાવ્યા પ્રમાણે આત્મહિતને અર્થે પુરુષાર્થ જેનાથી એટલે બનશે તેટલે કરશે. કાર્તિક સુદ પૂર્ણિમાને દિવસે તે પરમકૃપાળુદેવની જન્મતિથિ નિમિત્તે મહોત્સવ થશે. તે દિવસે બહુ ઉલ્લાસસહિત જન્મ મહોત્સવના પદ “આલોચનાદિ પદ સંગ્રહ” માંથી ગવાશે. તથા તે મહાપુરુષ આપણું કલ્યાણનું કારણ છે, તેથી તેને જન્મદિવસ તે આપણા કલ્યાણનો જન્મ ગણી, તે દિવસે તે મહાપુરૂષના જીવન સાથે આપણા જીવનને અભેદભાવ જાગે તેવી ભક્તિ કરી તે દિવસ સફળ કરે ઘટે છેજ. ગાડીને ડબા લગાવ્યા હોય તે આગળ એંજિન ચાલે તેમ પાછળ ચાલે તેવી રીતે પરમકૃપાળુદેવનું શરણ આપણે લીધું છે તે તેમની ગતિ તે આપણી ગતિ હો એવી ભાવના જ કર્તવ્ય છે. તેમણે આત્મગતિ સ્વીકારી છે તે આપણે પણ સંસારભાવના કે સંસારના સુખની વાસના છેડી એક આત્મા ઉપર લક્ષ રાખી આત્મગતિ આરાધી લેવી છેજ. તે મહાપુરુષને છે તે આપણને હે, આપણે બીજું કાંઈ જાણીએ નહીં અને બીજું કાંઈ આપણે જોઈતું નથી એવા સાફ દિલથી ભક્તિભાવના, અભેદભાવના ઉપાસવી ઘટે છેજી. તેમણે સંસારને અસાર જાણ્ય, લેકે શું કહેશે તેની દરકાર કરી નહીં, આત્માનું દિવસે દિવસે વધારે વધારે હિત થતું જાય તે પુરુષાર્થ વધાર્યો અને પરમશાંતરસમય ધર્મમાં લીન થયા તેવી રીતે આપણે પણ તેને શરણે તેની ભક્તિ કરતાં કરતાં તેવા જ થયું છેતે બીજા સંસારના, લેકેના અને દેહ વગેરેના વિચારો ભૂલી જઈ,
શું કરવાથી પિતે સુખી? શું કરવાથી પિતે દુઃખી? પિતે શું? કયાંથી છે આપ? એને માગો શીધ્ર જાપ. જહાં રાગ અને વર્ષો ષ, તહાં સર્વદા માને લેશ; ઉદાસીનતાને જ્યાં વાસ, સકળ દુઃખને છે ત્યાં નાશ. સર્વ કાળનું છે ત્યાં જ્ઞાન, દેહ છતાં ત્યાં છે નિર્વાણ;
ભવ છેવટની છે એ દશા, રામ ધામ આવીને વસ્યા.” (૧૦૭) આવા શાંતિના વિચારે બને તેટલા કરવાના છે અને એવા વિચાર ન ઊગતા હોય તે પણ રાગદ્વેષ મારે જરૂર દૂર કરવા છે એ નિશ્ચય કરી તે પ્રમાણે વર્તતાં વર્તતાં પરમપુરુષની દશાને તેની ભક્તિ કરનાર પામે છે. એ જ વિનંતી. * શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૮૬
અગાસ, તા. ૩-૧૨-૪૨ બાળ યૂલિ-ઘર-લીલા સરખી ભવચેષ્ટા ઈહિ ભાસે રે, રિદ્ધિસિદ્ધિ સવિ ઘટમાં પેસે અષ્ટ મહાસિદ્ધિ પાસે રે.
એ ગુણ રાંજ તણે ન વિસારું, સંભારું દિનરાત રે.”