________________
૩૭૦
બેધામૃત આપી છે તે આપણે બનતા બનાવમાંથી, સારાં નિમિત્તોથી દૂર ન રહેવાય તેવી શિખામણ ગ્રહણ કરવા ગ્ય છેજી. નિમિત્તાધીન વૃત્તિ ચલિત થઈ જાય તેવી હજી આપણી વૃત્તિ હોવાથી સત્સંગ, સલ્ફાસ્ત્ર, સદ્દવિચાર અને પુરુષાર્થપરાયણ રહેવાની અતિ અતિ આવશ્યકતા મને તે સમજાય છે”. આપ વારંવાર લખો છે કે વ્યવહારના સંયોગે, મુશ્કેલીઓ અણધારી આવી પડે છે, પણ તે તે પ્રસંગોને જોઈએ તે કરતાં વિશેષ મહત્વ અપાયું છે અને સત્સંગભાવનારૂપ કમળ છોડની સંભાળ ઓછી લેવાય છે એમ લાગે છે. વ્યવહારરૂપ જટિલ વૃક્ષને બહુ પિગ્યું છે અને તેના જેટલી આ નવીન છેડની સંભાળ લેવાય તે માટે શું કરવા વિચાર રાખે છે?
૩૭૪
અગાસ, તા. ૨૨-૯-૪૨ તમારો પત્ર મળે. સમાચાર જાણ્યા. તમે તમારા અનિશ્ચિત મનને હાલ તે બને ત્યાં સુધી ભક્તિમાં રેકતા રહો, એ જ ખાસ તે ભલામણ છે. ઉતાવળા થવા યોગ્ય નથી. હજી તમારી ઊગતી જુવાની છે, એટલે મનુષ્યભવની કેટલી કિંમત છે તેની તમને ઝાઝી ખબર નથી. એક એક પળ રત્નચિંતામણિ કરતાં અધિક કીમતી છે, તેને માત્ર વિષયભેગ કે ધન અર્થે ગાળી નાખવા યોગ્ય નથી. શા માટે આપણે આ ભવમાં આવ્યા છીએ અને શું કરીએ છીએ? તેને વિચાર કરવાનું કઈ ભાગ્યશાળીને સૂઝે છે. નહીં તે શરીરની જ કાળજી અને પંચાતમાં ઘણું જીવોનાં આખાં જીવન વ્યતીત થઈ જાય છે અને અચાનક મરણ આવીને ઊભું રહે ત્યારે ગભરાઈ જાય છે. માટે ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિને કાંઠે તજવા યોગ્ય નથી. અનાર્યભૂમિમાં સત્સંગનો દુકાળ છે. પત્રવ્યવહાર આદિ બંધ થઈ જવાના પ્રસંગેનો સંભવ છે. એવા વખતમાં જાણી જોઈને કેદમાં જનાર જેવી દશા હાથે કરી શા માટે વહોરી લેવી? લેભને મંદ કરી, આર્યક્ષેત્રમાં વિશેષ વસવું થાય તે હિતકારી જાણી, સામાન્ય સલાહ તમે માગી તેથી જણાવી છે. પછી જેમ પ્રારબ્ધ હોય તેમ બનશે. કોઈ પણ કામ કરતાં પ્રથમ આત્મહિત કેટલું સધાય તેમ છે તે પણ વિચાર કર્તવ્ય છે, પછી પૈસા આબરૂ વગેરે. એ જ
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૭૫
અગાસતા. ૨૪-૯-૪૨ તત છે. સત્
ભાદરવા સુદ ૧૫, ૧૯૯૮ આપને ક્ષમાપન પત્ર મળ્યો. તે વાંચી આપની ભાવના પાત્ર માટે જાણી આ પત્ર લખ્યો છે તે વાંચી કંઈ વિષમ ભાવ ઉદ્ભવવા સંભવ નથી છતાં કષાયયુક્ત વચન લખાય કે કઈ કર્મના ગે તેમ સમજાય તે ફરી તેની પણ ક્ષમા ઈચ્છું છું. માત્ર અનુકંપાબુદ્ધિથી ટૂંકામાં ટૂંકું લખું છું.
તમે. વર્તમાન સંજોગોમાં છે તેવા સંજોગોમાં કર્મવશાત હું હોઉં અને જે મને સતપુરુષને એગ થયું હોય તે જરૂર હું તે પૂર્વના ગમે તેવા સંસ્કાર જાતિસ્મૃતિજ્ઞાનથી જાણ હોઉં તે પણ જે બાઈ એ આત્મજ્ઞાની પુરુષની સાક્ષીએ જીવતા સુધી બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લીધું છે તેને તે વ્રત તેડવામાં મદદરૂપ કદી જીવ જાય તે પણ સંમત ન થાઉં. જે મારા