________________
પત્રસુધા
૩૭૧ પુરુષવેદનું બળવાન પણું જણાય તો તેને કોઈ પણ પ્રકારે રોકું. તેમ ન બને તે કઈ જગતમાં મને ઈચ્છતી અન્ય સ્ત્રી હોય, મળી આવે તે તેની સાથે લગ્ન કરું, પણ જેણે પુરુષની સાક્ષીએ વિષયને ઓકી નાખ્યા છે, તે પિતાની ઈચ્છાએ મને વીનવે, “મારે માથે બધું પાપ એમ દેવગુરુની સાક્ષીએ કહે તે પણ તેને સંગ પ્રાણ જતાં પણ હું તે ન કરું, કારણ કે તેના જેવું ભયંકર બીજું કોઈ પાપ મને નરકે લઈ જનારું જણાતું નથી.
શાસ્ત્રોમાં તે આમ કહ્યું છેઃ “જ્ઞાનને નાશ થવાથી અથવા વિવેક ચક્ષને નાશ થવાથી જ સ્ત્રીના મહા ગંધી નિંદ્ય શરીરમાં રાગી બની જીવ તેનું સેવન કરે છે, કામથી અંધ બની મહા અનીતિ કરે છે, પિતાની કે પરની સ્ત્રીને વિચાર પણ કરતું નથી. “આ દુરાચારથી આ લેકમાં પણ હું માર્યો જઈશ, રાજા ભારે શિક્ષા કરશે, મારી આબરૂના કાંકરા થશે, મારી ધર્મકરણીમાં ધૂળ પડશે, હું ધર્મભ્રષ્ટ થઈશ, બુદ્ધિભ્રષ્ટ થઈશ અને ભૂંડા મેતે મરીને નરકે જઈશ, ત્યાં અસંખ્યાતકાળ પર્યત ઘેર દુઃખ ભેગવવાં પડશે, વળી તિર્યંચગતિ(ઢરપશુ આદિ)ના અનેક ભવમાં અસંખ્ય દુઃખ ભેગવવાં પડશે; કદાચ મનુષ્ય થઈશ તે આંધળ, ફૂલ, કૂબડો, ગરીબ, અપંગ, બહેરે, બેબડ થઈશ; ચંડાળ, ભીલ, ચમાર આદિ નીચ કુળમાં જન્મવું પડશે, ત્યાંથી વળી ઝાડ, પહાડ આદિ સ્થાવર જંગમ જતુ થઈને અનંત કાળ સુધી જન્મમરણનાં દુઃખ ભેગવવાં પડશે” આ સત્ય વિચાર કામીને ઊપજ નથી.”
જે શીલ સાચવવું હોય, ઉજજવળ યશ ઈચ્છતા હે, ધર્મને ખપ હોય અને પિતાની આબરૂ રાખવા ઈચ્છતા હો તે આ ઉપર જણાવેલી શાસ્ત્રની શિખામણ માની “ભૂલ્યા ત્યાંથી ફેર ગણુ સમજ્યા ત્યાંથી સવાર ગણું આજથી ચેતી જાઓ, પાછા વળી જાઓ; અને બ્રહ્મચર્યભાવને જીવન પર્યત ટકાવવાના નિશ્ચય ઉપર આવી જાઓ; તે જેમ તમે ઉપર ઉપરથી કહો છે કે વિષય માટે અમે પ્રેમ નથી જોડ્યો તે ખરું પડે. સારી સત્સંગતિ વિના આ કાળમાં બ્રહ્મચર્ય પાળવું દુર્લભ છે. સાથે રહીને તેમ પાળવા ધારણુ રાખી હશે તે પણ તેવા લાલચના પ્રસંગમાં ધૂળ સાથે મળી જતાં વાર ન લાગે તે જીવને સ્વભાવ ભગવાને દેખીને સાધુને પણ નવ વાડ કહી છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૭૬
અગાસ, તા. ૨૮-૯-૪૨ તત્ સત્
ભાદરવા વદ ૫, મંગળ, ૧૯૯૮ તમારા કાઈથી તમારી શરીરસંપત્તિ ક્ષીણ થતી જાણી ધર્મપ્રેમને લઈને ખેદ સહિત વૈરાગ્યનું કારણ બન્યું છે. પણ તમારા ભાવે મહારોગથી પણ દબાય તેવા નથી એમ જાણ સંતોષ થયે છે. તમે ગઈ વખતે આવ્યા ત્યારે “તત્ત્વજ્ઞાન” લેતા ગયા છે તે તેમાં છેલ્લે પાને તમને લખી આપ્યું હશે. તે નિત્યનિયમાદિ અક્ષરશઃ પ્રાણ ટકે ત્યાં સુધી નહીં ચૂકવા ભલામણ છે. તેમાં સાત અભક્ષ્યના ત્યાગ વિષે લખી આપ્યું હોય તે ફરી વાંચી જજે. જે સાતે અભક્ષ્યને ત્યાગ પ્રતિજ્ઞાપૂર્વક તમે કર્યો હોય તે તમે પુછાલી હવામાંથી કોઈનું સેવન થઈ શકે તેમ નથી, એમ ગણી સંતેષ રાખી બીજી બને તે દવાઓ કરતા રહેવા ભલામણ છે. જો તમે મધ, માખણમાંની કોઈ ચીજ દવા માટે વાપરવા છૂટ રાખી પાંચ કે છ ચીજોને