________________
૩૬૮
બાધામૃત
૩૬૯
અગાસ, ભાદરવા સુદ ૬, ૧૯૯૮ જે કંઈ કરીએ તે એક આત્માર્થે કરવાની પ. પૂ. પ્રભુશ્રીજીની શિખામણ હૃદયમાં કતરી રાખવા ગ્ય છે; અને ગમે તેટલું કરીએ તે પણ મારાથી કંઈ બનતું નથી એવી વિનયભાવના હદયમાંથી ન ખસે તે ચૂકવા ગ્ય નથીજી. મારે તમારે બધાને આટલી અગત્યની વાત લક્ષમાં રાખી પ્રવર્તવાનું બનશે તે જરૂર પરમકૃપાળુદેવની કૃપાથી આપણું આત્મકલ્યાણ થયા વિના નહીં રહે એવી હૃદયની દઢ શ્રદ્ધા આપને, આપે જણાવેલા પત્રના ઉત્તરરૂપે લખી છે તે લક્ષમાં રાખવા ભલામણ છેજી. વ્યવહારના પ્રસંગે પ્રારબ્ધ અનુસાર આવી પડ્યા છે તેમાં નહીં મુઝાતાં, મનમાં સ્મરણધારા વહ્યા કરે એવી ટેવ પાડવાનો પુરુષાર્થ યથાશક્તિ કરતા રહેશો તે તે બને તેવું છેજ.
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૭૦
અગાસ, ભાદરવા સુદ ૬, ૧૯૯૮ પ. ઉ. પ. પૂ. પ્રભુશ્રીજીએ અત્યંત કરુણાથી અતિ દીર્ઘ દૃષ્ટિએ વિચારીને આ પર્યુષણપર્વની મર્યાદા ભાદરવા સુદ પૂર્ણિમા સુધીની રાખી છે જ, તે બાકીના દિવસોમાં દરરોજના નિત્યનિયમ ઉપરાંત “સમાધિસે પાનમાંથી દશલક્ષણધર્મ નામના પ્રકરણમાં દશ ધર્મનું વર્ણન છે તે છેડે થોડે વાંચવાનું વિચારવા અને બને તેટલું અમલમાં મૂકવા ભલામણ છે. અને ચૌદસને દિવસે યથાશક્તિ ઉપવાસ કે એકાશન તપ કરી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રની ભાવપૂર્વક બધાં મળી પૂજા ભણાવવાનું કે પારાયણ કરવાનું રાખે તે આત્મહિતવર્ધક છે અને પૂર્ણિમાને દિવસે પણ પારણા પછી શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર મેટા વચનામૃતમાં અર્થ સહિત છાપેલ છે તે વાંચવા વિચારવાનું રાખશે તે ઘણી આત્મ-ઉજજવળતા થવા સંભવ છે.
પહેલાં 'સ્મરણમાળા સંબંધી સૂચના કરી હતી તે ક્રમ શરૂ ન કર્યો હોય તે પ્રમાદ તજી કરતા રહેવા ભલામણ છે. પત્રમાં કંઈ ઉલ્લેખ નથી કર્યો તેથી સૂચન કર્યું છે. ન બને એવું નથી. જવ ધારે તે કરી શકે એમ છે, પણ ધારવું અઘરું થઈ પડ્યું છે, કારણ કે પુરુષાર્થ વીર્ય મંદ હોય ત્યાં શું બને? સત્સંગે જીવ બલવાન થાય છે પણ તે યંગ ન બને ત્યાં સુધી તેની ભાવના નિરંતર રાખવી ઘટે છે. જેની જેવી ભાવના, તેવી સિદ્ધિ તેને અવશ્ય પ્રાપ્ત થાય છે, માટે ભાવનામાં ભિખારી ન બનવું. ઉત્તમ ભાવના અખંડ રાખી હાલના સંગમાં બને તેટલે પુરુષાર્થ કરતા રહેવાને દઢ નિશ્ચય દરેક મુમુક્ષુએ કર્તવ્ય છે. એ જ વિનંતી.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૭૧
અગાસ, તા. ૧૯-૯-૪૨ ક્ષમા શૂર અરિહંત પ્રભુ, ક્ષમા ધર્મને સાર,
ક્ષમાઅથી યાચે ક્ષમા, ક્ષમા અર્પે ઉદાર. “તીર્થ શિરોમણિ સ@ાંતિપ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસથી લિ. પુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જય સદ્ગુરુવંદન સ્વીકારી ગયા કાળથી આજ દિન પર્યત જાણતા-અજાણતાં, પ્રત્યક્ષ કે પક્ષમાં આપનામાંથી કેઈન પ્રત્યે અગ્ય વર્તાયું
૧. જુઓ પત્રસુધા પત્ર નં. ૩૮ર