________________
૩૫૬
આધામૃત
ક
મેાહનીય ભેદ એ, દન ચારિત્ર નામ;
હણે મેધ વીતરાગતા, અચૂક ઉપાય આમ.’’ – આત્મસિદ્ધિશાસ્ર બને તેટલા સદ્વિચાર અને કષાયની મંદતા, સદાચરણ કરતા રહેવા વિનતી છેજી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૫૭ ॐ
અગાસ, તા. ૨૫-૭-૪૨ અષાડ સુદ ૧૩, શનિ, ૧૯૯૮
સ્વપર ઉપકારે સુખ તે ધર્મ પાળા, સ્વપર પરિણામે દુઃખના હેતુ ટાળા; તળ અશુભ ભાવે, શુભમાં કાળ ગાળા, અમલ કમલ જેવા દેહમાં દેહી (આત્મા) ભાળે. મિથ્યા દર્શને શ્રદ્ધાં, ત્રણસેં ત્રે ́સઠ કુસંગ–અજ્ઞાને, હા મુજ દુષ્કૃત મિથ્યા, સત્સ`ગ, સદ્મ, સાને. મહાપુરુષની મહેરથી, જાય જન્મ, સંસાર; વહાણુ વિષેના પહાણુ પણ, પહેોંચે દરિયાપાર.”
“તુમ જગમાંધવ, તુમ જગતતાત, અશરણ-શરણબિરુદ વિખ્યાત, તુમ સમ જીવન–રક્ષાપાળ, તુમ દાતા, તુમ પરમાળ; તુમ પુનિત, તુમ પુરુષ પ્રમાણુ, તુમ સમદર્શી તુમ સખ-જાન, જય મુનિ, યક્ષ, પુરુષ, પરમેશ, તુમ બ્રહ્મા, તુમ વિષ્ણુ મહેશ.''
તમારા પત્ર મળ્યા. વાંચી સતાષ થયા છેજી. પર`તુ તમારા પત્રમાં “મે તે આપને જ સજ્ઞ તરીકે માનેલા છે” આદિ લખ્યું છે તે વાંચી મારા દોષાના મને વિશેષ વિચાર થયા અને મારી જ કેાઈ ભૂલને પરિણામે તમને આવી માન્યતા થઈ હશે કે કેમ ? તે તપાસી જોતાં, દરેક પત્રમાં શ્રીમદ્ રાજચ`દ્રના પ્રત્યે માત્ર શ્રદ્ધા રાખી તેની કૃપાથી તરવાની ભાવના રાખનાર, માત્ર તમને તમારી દુઃખી દશામાં તે મહાપુરુષનું શરણ આધારરૂપ થાય એવી ભાવના રાખનારરૂપે જ મેં કઈ લખ્યું હોય તેમ લાગે છે. છતાં વાત કરનારની વહેલે ચડી એસે’’ તેવું તમારું વાકય મને ચાંકાવનાર લાગ્યું અને હાથીની ઉપમા ગધેડાને આપે તેમ જે પરમકૃપાળુદેવને લખવું ઘટે તે તેના ઘરમાં વાસીદું કાઢવાને પણ ચેાગ્ય નથી તેને લખા તે મને પેાતાને શરમાવનાર લાગવાથી આટલું લખ્યું છે. તે તમને ખોટું લગાડવા નહીં, પણ તમારી માન્યતા મારા ઉપરથી ઊઠી તે મહાપુરુષના જ પાલવ પકડી સતી સ્ત્રીની પેઠે ત્યાં જ (પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર ઉપર જ) સવ ભાવે અણુતા થાય તે તમને અને મને પણ હિતકારી જાણી ખરેખરી ધ્યાનમાં રાખવા લાયક વાત લખી છે, તે વાંચી હૃદયમાં ધારણ કરી કદી ન ભુલાય તેવી અચળ કરવા આ સૂચનારૂપ વિનંતી છેજી.
તમારા હૃદયમાં શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુ પ્રત્યે પ્રેમ છે તે જાણીને જ તમને પત્ર લખવાનું ચાલુ રાખ્યું છે. એક મુમુક્ષુભાઈ તરીકે જ મારા પ્રત્યે ભાવ રાખી આપણે બધા તે મહાપુરુષના