________________
૩૬ર
બેધામૃત જાણે છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટ્યું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટ્યું છે જેને વિષે, એ જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુઃખ પરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા ગ્ય છે, કહી શકવાને યોગ્ય છે અને તે વચન સ્વાભાવિક આત્મા જાયાપૂર્વક હેવાથી તે દુઃખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જે કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવ રૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે તે તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વાભાવિકપણું પ્રગટ થાય.” (૩૫)
આ વચને વાંચ્યાં હોય તો પણ વારંવાર વાંચી તે ભાવ પ્રગટ થતાં સુધી મનનનિદિધ્યાસનના ક્રમની ખામી પૂરી કરવા જે પુરુષાર્થની જરૂર છે તેની ભાવના નિરંતર રહ્યા કરે તેમ વર્તવા ભલામણ છે.
તા. ૨૩-૭-રરને દિવસે પ્રભુશ્રીજીએ મને બેધમાં શિખામણ આપેલી બહુ હિતકારી જાણી નીચે લખી છેઃ “બહુ બેહ (ડ) કરવામાં ધર્મ નથી, તેમજ બહુ ઢીલ કરવામાં પણ નથી. માર્ગ મધ્યસ્થતાને છે.” કૃપાળુદેવને પૂછેલી વાત પ્રભુશ્રીજીએ મને તા. ૬-૯-૨રને દિવસે જણાવેલીઃ “સહજાત્મસ્વરૂપ પરમગુરુ મંત્રના જાપની રાત ને દિવસ ધૂન લગાવેલી, પણ વિકલ્પ ઊઠે કે હજી કેમ કંઈ જણાતું નથી ? આત્મા હોય તે કંઈક દેખાય ને ?” પણ અરૂપી આત્મા દેખાય ? પછી કૃપાળુદેવને વાત કરી કે મંત્ર જાપ ખૂબ કર્યો, પણ તમે કહો છે તેવું કેમ કંઈ જણાતું નથી ? કંઈ નહીં, હજી જારી રાખે” એ જવાબ મળે.
આ જડ જેવા દેખાતા દેહમાં ચેતન જાણાય છે, પણ વિશ્વાસ અને દઢતાથી ગુરુ આજ્ઞાનું પાલન કરવું અને જેવા કરવાની ઈચ્છા પણ ન રાખવી. યેગમાં તે માત્ર શ્વાચ્છવાસ સૂફમ થાય છે. જ્ઞાનીએ આત્મા જાણે છે તે જ મારે માન્ય છે, એવી શ્રદ્ધા જ કામ કાઢી નાખે છે. શાંતિપૂર્વક નિશ્ચિતપણે “સહજત્મસ્વરૂપ પરમગુરુને જાપમાં કાળ વ્યતીત કરે. તેથી નિર્જરા થાય.” (ઉપદેશામૃત: પૃષ્ઠ ૨૫૯)
૩% શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૬૩
અગાસ, આષાઢ વદ ૧૦, ગુરુ, ૧૯૯૮ વિ. સર્વ કાળમાં સત્સંગ જેવી આત્માને ઉપકારક કોઈ ચીજ નથી. તેમાં પણ આ હડાવસર્પિણી દુષમ કાળમાં અનાર્ય યુદ્ધના પ્રસંગમાં તે તેનું (સત્સગનું) પરમ હિતકારીપણું પ્રત્યક્ષ સહજ વિચારે સમજાય તેમ છે.જી. તેવા સત્સંગને વિયેગ રહે તેવા કર્મને ઉદય હોય તેવા પ્રસંગે ચિત્તમાં વૈરાગ્યભાવનાની વૃદ્ધિ કરી, સર્વ કાર્યમાં ઉદાસીન પણે પ્રવર્તતાં સત્સંગ-ગની ભાવના, સ્મૃતિ જાગ્રત રાખવાની જરૂર છે. સલ્ફાસ્ત્રનું વાચન, નિત્યનિયમમાં ઉલ્લાસભાવ, સવિચાર તથા સદાચરણ એ ઉપકારક જાણી ત્યાં સત્સંગના વિયોગે પણ સેવતા રહી સત્સંગભાવના વર્ધમાન થાય તેમ પ્રવર્તવામાં આત્મહિત છે. એ જ વિનંતી.
લિ. પુરુષના ચરણકમળમાં ભ્રમરસમ ચિત્તવૃત્તિ રાખવાની ભાવના રાખ દાસાનુદાસ બાળ ગોવર્ધનના જયસદ્દગુરુ વંદન સહ ક્ષમાયાચના સ્વીકારશોજી.