________________
૩૫૪
બેધામૃત ઉચ્ચ કુળ જે પામીને, ધર્મ તજે ધન-પ્રેમે રે, ધાન બની બીજા ભવે, પામે એંઠ ન કેમે રે. પ્રભુ ધર્મ બંધુ સમ જાણ, બને લેક સુધારે રે; નાવ સમાન સુધર્મ છે, ભવદુઃખોથી તારે છે. પ્રભુ અગ્નિને જળ બૂઝ, તેમ ધર્મ દુઃખ ટાળે રે, ધર્મ-નિસરણીએ ચઢી, મેક્ષ-સુખ જીવ ભાળે છે. પ્રભુ (પ્રજ્ઞા. ૯૯)
"यदा माहात् प्रजायेते रागद्वेषौ तपस्विनः ।।
તવૈવ માતૃ સ્વસ્થમામાને રાખ્યત: ક્ષતા” (ાધિરાત5) ભાવાર્થ : જેને ઈચ્છાઓ રોકવી છે એવા તપસ્વીને જ્યારે મેહના ઉદયે રાગદ્વેષની વૃત્તિઓ ઘેરી લે (ઉત્પન્ન થાય) ત્યારે શું કરવું ? તેને ઉપાય બતાવે છે, કે તે જ ક્ષણે (મેહને ઉદય થતાં જ ચેતી જવું, ઢીલ ન કરવી) સ્વસ્થ, શાંત આત્માની ભાવના કરવી [“હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ, સ્ત્રી, પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું એમ આત્મભાવના કરતાં રાગદ્વેષને ક્ષય થાય” (૬૯૨)] કે ક્ષણવારમાં તે રાગદ્વેષ શાંત થઈ જાય છે.
તીર્થ શિરોમણિ સમાધિપ્રેરક શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અગાસ સ્ટેશનથી લિ. સપુરુષના ચરણકમળની સેવાને ઈચ્છક દાસાનુદાસ બાળ ગોવર્ધનના જયસદ્દગુરુ વંદન સ્વીકારવા વિનંતી છેજ. વિ. આપને પત્ર મળે. શહેરના ઝેરી વાતાવરણમાં ધર્મભાવના નિર્જીવ ન થઈ જાય તે અર્થે સવાચન, સરખી ભાવનાવાળાને સમાગમ, વિચાર, ભક્તિનો નિયમિત અમુક વખત અને અવકાશે સ્મરણ કરતા રહેવાની ટેવ ચૂકવા ગ્ય નથી. રિસેસ કે રજાના વખતે શું કરવું તે સંબંધી સૂચના જણાવવા પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે પા કલાક ઉપરાંત વખત મળે ત્યારે કોલેજ પાસે બોટનિકલ ગાર્ડન છે તે ઉઘાડે રહેતે હોય તે ત્યાં જઈ એકાંતમાં બેત્રણ જણે નિત્ય-નિયમની ભક્તિ મંગળાચરણપૂર્વક કરી લેવી. એકલા ઘેર કરી હોય તે પણ સમૂહમાં અહીં જેમ કરીએ છીએ તેમ ભક્તિ કરવાથી શાંત ભાવનાની અસર ભણતી વખતે પણ રહેશે. બીજી ટૂંકી રિસેસમાં એકઠા થઈ શકાય તે ફરતા ફરતા પણ આત્મસિદ્ધિ આદિ કાવ્યની કઈ કોઈ કડી સામસામી પૂછી બને તેટલે અર્થને વિરતાર કરવાની ટેવ પાડવી. જેમ એકાંતમાં વિચારવાને વખત રાખવાની જરૂર છે તેમ પરસ્પર ચર્ચા તે કડી વિષે થાય, તેના સમર્થનમાં કે વિરોધમાં જે જે વિચારો દર્શાવાય તે નિખાલસપણે દર્શાવવા, અને આખરે પરમકૃપાળુદેવને જે કહેવું હોય તે ખરું એ નિર્ણય છેવટને મનમાં રાખવે. કોઈ બાબતમાં આગ્રહ કરી ખેંચતાણ ન કરવી, પણ ઢીલું મૂકી ખરું હોય તે આપણે ગ્રહણ કરવું છે એ ભાવ રાખે. નિબંધને વિષય આપ્યું હોય તેના ઉપર જેમ વિચાર કરીએ છીએ તેમ કોઈ પણ પરમકૃપાળુદેવનું વચન લઈ તેના વિષે બને તેટલા વિચાર કરતા રહેવા ભલામણ છેજી.
ભૂતકાળની વાત ભૂલી જવી. માત્ર ભૂલ થઈ હોય તેવી ફરી ન થવા બાબત શિખામણ તેમાંથી ગ્રહણ કરવી. પણ ભૂલને સંભાર સંભાર ન કરવી. રસ્તામાં પડેલા કાંટા-કાંકરાને કઈ