________________
૩૫૩
પત્રસુધા ગ્ય થાય છે. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ને તેને જ્ઞાન.” સમાધિસોપાનમાં પ્રથમ સમ્યફદર્શનનાં આઠ અંગ છાપેલાં છે તે વાંચવા ભલામણ છે. તેમાં વર્ણવેલા નિઃશંકિતતા આદિ ગુણે કેવાં પરિણામ વતે ત્યારે હોય છે તે વિસ્તારથી ત્યાં લખેલું છે.
બીજું મિથ્યાદષ્ટિ જે દેહાદિક પદાર્થોમાં હું અને મારું કરી રહ્યો છે તેને રાગદ્વેષની પરિણતિ હમેશાં ચાલુ હોય છે. તેથી જેવી રીતે તે સંસારનાં કાર્યો કરતાં બંધાય છે, તેવી જ રીતે અજ્ઞાન અને રાગદ્વેષનાં પરિણામ સહિત ધર્મને નામે દાન, શીલ, તપ, ભાવ આદિ ક્રિયા કરે છે તેમાં પણ બંધન નિરંતર થયા જ કરે છે. જેમ કે માંદે માણસ જે જે જોવા આવે અને દવા બતાવે તે બધાની દવા કરે તે કદી સાજે ન થાય, ઊલટી વધારે માંદો થાય; તેમ મિથ્યાષ્ટિને છૂટવાના રસ્તાનું ભાન નથી અને ભાન વગરના લેકે જે જે બતાવે છે તે ઉપાયો કરે છે તેથી શુભ કે અશુભ કર્મ બંધાય છે અને તેના ઉદયે ફળ ભેગવવું પડે છે. ટૂંકામાં મિથ્યાદષ્ટિ જે જે ક્રિયા કરે છે તે વખતે “રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ” રૂપ બીજ વાવતો જ રહે છે, તેથી તેની ક્રિયાનું પુણ્ય કે પાપરૂપ ફળ થયા વિના રહેતું નથી, અને સમ્યફદષ્ટિને તે બીજ બળી ગયું હોય છે તેથી વાવે તોપણ ઊગતું નથી. એટલે તેની બધી ક્રિયા છૂટવાના કારણરૂપ થાય છે, પણ બંધાવારૂપ ફળ તેની ક્રિયારૂપ ઝાડ ઉપર બેસતું નથી. સમ્યક દષ્ટિને વિકાસનાં કારણેમાં પણ સદ્દવિચારને લઈને વૈરાગ્ય થાય છે અને મિથ્યાદષ્ટિને અવિચારદશા હેવાથી છૂટવાનાં કારણે પજુસણ જેવાં પણ તકરાર કરી કર્મ બંધાવનારાં થાય છે. છાપામાં હમણાં આવ્યું હતું કે પાલિતાણામાં આદીશ્વર ભગવાનના દેરાસરવાળા ચોકમાં – એવા પવિત્ર સ્થળમાં પણ બે સાધુઓ ચેથ–પાંચમની તકરારમાં લાકડીએ લાકડીએ લડી પડ્યા. એટલે જાત્રાનું સ્થળ પણ તેમને કર્મ બંધાવનારું થયું. તે ફળનું કારણ મિથ્યાત્વભાવ છે જી.
૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૫૫
અગાસ, તા. ૨૭-૬-૪૨ તત્ સત્ બી. જેઠ સુદ ૧૪, શનિ, ૧૯૯૮ “અગ્નિ સમ તૃષ્ણા વધે, વિષયભગ રૃપ કાઠે રે, દુજન, વિષ, વિષ, અહિ, નાખે છવને કષ્ટ છે. પ્રભુ પરમ ઉપકારી રે. કામ પરિચય – પ્રિયતા, દકું-સુખ વલૂર્ય રે; પરિણામે દુઃખવૃદ્ધિ દે, આત્મ-દિવ્યતા ચૂરે છે. પ્રભુત્વ કામ નરકને દૂત છે, પાપ-તરુને પિષે રે; ભવ-ખાડે પડે અરે! મદન, મદાદિ દોષે રે. પ્રભુ મૃગ વીણા-સૂર સુણતાં, મરણશરણ આરાધે રે; સ્ત્રી દર્શન કે સ્પર્શથી, નર અનર્થને સાધે છે. પ્રભુત્વ મેહ ખુશામતથી વધે, તે સંગ ન સારો રે; કેળ કને કંથાર તે, દે દુઃખો વિચારે છે. પ્રભુત્વ
23