________________
૩૪૮
મેધામૃત
૩૫૦
અગાસ, તા. ૧૯-૫-૪૨ પ્ર. જેઠ સુદ ૪, મંગળ, ૧૯૯૮
તત્
સત્
“આથ હમારે હે ગુરુ ! એક જ આપની, આ અવનીમાં અવર નથી આધાર જો; સ્વા રહિત શ્રેયસ્કર સ્વામી, આપ છે, સઘળા બીજો સ્વાર્થ તણા સ`સાર જો. એથ॰ ભામે ગુરુજી આપ મળ્યા છે ભોમિયા,
હવે મને ભય શાનેા છે તલભાર જો; ચાર નહીં જ્યાં તેવે માર્ગે દારજો, કરતા આવ્યા છે અગણિત ઉપકાર જો. એથ૦ મુજમાં ભક્તિ કરવાની શક્તિ નથી, વ્હાર કરે। આ વાર સુણી ગુરુદેવ જો; આશ્રિત જનને પાળે છે પ્રભુ, પ્રેમથી,
ધન્ય ધન્ય હે પરમકૃપાળુદેવ જો. એથ’ વીત્યેા કાળ અનંત તે, કર્મે શુભાશુભ ભાવ,
તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મેાક્ષ સ્વભાવ.”શ્રીમદ્ રાજચંદ્ર
આજના પત્રમાં તમે જે સામાન્ય પ્રશ્ન કર્યાં છે તેના યથાસ્થિત ઉત્તર રૂબરૂમાં વિગતવાર થવા યેાગ્ય છતાં પત્રમાં સામાન્યપણે તેના ઉત્તર લખું છુંઃ
પ્રશ્ન : પૈસા વાપરવા ભાવના હાય તે કેવાં શુભ કાર્યોંમાં વાપરવા ? તેના ઉત્તરમાં જણાવવાનું કે જે વડે ધ પ્રાપ્તિ તથા ધર્મ આરાધનમાં પોતાને અને પરને મદદ મળે તેવાં કામમાં વાપરવા ઘટે. વપરાયા પહેલાં તે સંબંધી વિચાર કરતાં પણ ધધ્યાન થાય છેજી. જગતના જીવેા પેાતાની સ્વચ્છંદ પ્રવૃત્તિમાં પડયા છે, તે કેવી રીતે જ્ઞાનીના માને પામે, જ્ઞાનીની આજ્ઞાને પામે ? તે વિચારતાં પ્રથમ કા` એક સત્સંગ સમજાય છેજી. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે જ ધર્મ છે. તેની પ્રાપ્તિ ઘણા જીવાને કેમ થાય? તેના વિચાર કરી, જેને જેને ધન આદિની ખામીને લઈને સત્સંગ આદિ સાધનમાં વિન્ન નડતાં હોય તેને તેવી અનુકૂળતા કરી આપવામાં ધન વપરાય તે સારા માર્ગે વપરાયું ગણાય. દૃષ્ટાંત તરીકે ૫. ઉ. ૫. પૂ. પ્રભુશ્રીના હસ્તક સાધકસમાધિ ખાતાની લગભગ એક લાખ રૂપિયાની રકમ હતી તેનું ટ્રસ્ટ કરી તેના સદુપયોગ કરવા સૂચના કરી છે. તેમાં એક વિભાગ તા બ્રહ્મચારી ભાઈબહેનેા જે આશ્રમમાં જીવન પર્યંત રહેનાર છે અને જ્ઞાનીની આજ્ઞામાં જીવન ગાળનાર છે, તેમના ખારાક, કપડાં, દવા વગેરે તેમ જ તેમને સ્વાધ્યાય માટે ગ્રંથ વગેરે તથા ભણવા-ભણાવવામાં ખર્ચ કરવા પડે તે અર્થે વાપરવાનું નક્કી કર્યું છે. બીજા વિભાગમાં જ્ઞાન ખાતે ખર્ચ કરવાની સૂચના કરી છે કે કોઈ સત્શાસ્ર લખાવવાં હાય, છપાંવવાં હાય, મુમુક્ષુવાને વહેંચવાં હોય, કે નવાં ખરીદ્દીને પુસ્તક ભ`ડાર કરવા હોય તે ખાતે વાપરવા. કેઈ ને સારા અભ્યાસ કરાવવા બહાર
૧. મગળવાર ૨. માદક