________________
પત્રસુધા
૩૪૫
૩૪૮
અગાસ, તા. ૧૪-૫-૪૨ તત છે. સત્
વિશાખ વદ ૧૪, ગુર ૧૯૯૮ “બાળપણે આપણું સસનેહી, રમતા નવ નવ વેશે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તે સંસાર નિવેશે
હે ! પ્રભુજી, ઓલંભડે મત ખીજે. ભગવાન પરિપૂર્ણ સર્વગુણસંપન્ન કહેવાય છે. તથાપિ એમાંય અપલક્ષણ કંઈ ઓછાં નથી!” (૧૯૫) વિષે પુછાવ્યું તેના ઉત્તરમાં જણાવવાનું કે “જ્ઞાનીકી ગતિ જ્ઞાની હી જાણે એ વચન પ્રમાણે તે મહાપુરુષનો આશય તે જ જાણે, પણ આપણે તેનાં બીજાં વચનેને આધારે આત્માર્થને અનુકૂળ અર્થ કરી તેને આશય સમજવા પ્રયત્ન કરીએ તે તેમાં અડચણ જેવું જણાતું નથીજી. પત્રાંક ૨૦૧ માં પોતે લખે છે: “અને વાસુદેવ હરિ ચાહીને કેટલેક વખત વળી અંતર્ધાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઈચ્છીએ છીએ; અને તમારે સહવાસ તે પણ અસંગતા જ છે, એથી પણ વિશેષ અમને પ્રિય છે. સત્સંગની અત્ર ખામી છે; અને વિકટવાસમાં નિવાસ છે.” એ આખો પત્ર વાંચવા-વિચારવાથી જે પદની તેઓશ્રીને પ્રાપ્તિ થઈ છે તે ટકાવી રાખવામાં કેટલી મુશ્કેલી પડતી હશે અને તેમાં સાંસારિક પ્રવૃત્તિ કેટલી બાધક સમજાતી હશે તથા સત્સંગની ઝંખના કેટલી છે તે જણાવવા પરમાત્માનાં “અપલક્ષણ રૂપ ઠપકે ભક્તિભાવે પરમાત્માને આપ્યો જણાય છે. તે જ વાત અન્ય પત્રમાં પ્રગટ કરી છે – “નિરંજનપદને બૂઝનારા નિરંજન કેવી સ્થિતિમાં રાખે છે, એ વિચારતાં અકળ ગતિ પર ગંભીર, સમાધિયુક્ત હાસ્ય આવે છે ! હવે અમે અમારી દશા કોઈ પણ પ્રકારે કહી શકવાના નથી, તે લખી ક્યાંથી શકીશું? આપનાં દર્શન થયે જે કંઈ વાણી કહી શકશે તે કહેશે, બાકી નિરુપાયતા છે.” (૧૮૭) એ કવિમય જીવનના અન્યક્તિરૂપ ઉદ્દગારો છે. જેમ સમકિતને દૂષણ આપવારૂપ વચન લખ્યું છે - “મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઈરછા ન થાય તે પણ મારે તેને પરાણે મેક્ષે લઈ જ પડે છે માટે મને ગ્રહણ કરવા પહેલાં એ વિચાર કરો કે મેક્ષે જવાની ઈચ્છા ફેરવવી હશે તે પણ કામ આવવાની નથી; મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તે મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તે પણ બને છે તે જ ભવે, અને ન બને તે વધારેમાં વધારે પંદર ભવે મારે તેને મોક્ષે પહોંચાડે જોઈએ. કદાચ મને છેડી દઈ મારાથી વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મહને ધારણ કરે તે પણ અર્ધ પુગલ પરાવર્તનની અંદર મારે તેને મેક્ષે પહોંચાડે એ મારી પ્રતિજ્ઞા છે! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે.” (વ્યાખ્યાનસાર ૧-૬૬) દૂષણનું નામ દઈ મહત્તા જેમ સમકિતની પ્રગટ કરી છે, તેમ પરમાત્માનાં અપલક્ષણ કહીને તેમનું વિકટતાથી પ્રાપ્ત થયું અને ટકાવી રાખવું થાય છે તે દર્શાવવા તેવી ભાષા વિચારણા પ્રેરવા આનંદદાયીરૂપે (હાસ્યરૂપે) જાણે પરમાત્માના સખા બની તેનાં દૂષણ દેખાડતા હોય તેમ લખાણ છે તે ઊંડા ઊતરી વિચારતાં સમજાય તેમ છે. રોપાંગનાઓ શ્રીકૃષ્ણને ચિત્તનો ચોર કે માખણચાર કહી વગેવતી હતી કે વખાણતી હતી તે તેને આશય સમજતાં આનંદ આવે તેમ છે.