________________
૩૪૪
બધામૃત કોણ ગણતરીમાં છીએ? પણ તે મહાપુરુષોએ દેહ છૂટતાં પહેલાં દેહથી ભિન્ન, સુખદુઃખને જાણનાર, અછેદ્ય, અભેદ્ય, જરા-મરણ-વ્યાધિ-પીડાથી રહિત, નિત્ય આત્માને જાણ દેહને મેહ તદ્દન છેડી દીધું હતું. આપણે પણ પરમકૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર પ્રભુને આશ્રયે દેહને મોહ છેડવો છે. તે પુરુષનું શરણું ભવજળ તરવામાં નાવ સમાન છે, માટે સ્મરણમંત્ર નિરંતર હદયમાં રાતે રહે તેવી ટેવ પાડી દેવા ભલામણ છે. તેમ જ “સદ્દગુરુપ્રસાદ”માંથી બધી અવસ્થાના ચિત્રપટનાં દર્શન જ કરાવતા રહેશે તથા રોજ સાંજે તેમની ભાવના રહેતી હોય તે વીસ દેહરા, યમનિયમ, ક્ષમાપનાને પાઠ, છપદને પત્ર, આત્મસિદ્ધિ વગેરેમાંથી સંભળાવતા રહેવું. વિશેષ ભાવના જાગે તે અવકાશે સમાધિસોપાનમાંથી સમાધિમરણ વિષેનું છેલ્લું પ્રકરણ વારંવાર સંભળાવતા રહેવું ઘટે છે. તેમનું ચિત્ત તેમાં રહેશે તે બીજા ભાવ છૂટી જ્ઞાની પ્રત્યે વિશેષ પ્રીતિ થતી જશે, નહીં તે વાંચનારને તે જરૂર લાભનું જ કારણ છે. આપણે તે આપણા આત્માને સંભળાવીએ છીએ એ મુખ્ય લક્ષ રાખી, ભલે જે સાંભળશે તેનું કલ્યાણ થશે એ ભાવે ઘરનાં જે નવરાં હોય તેમને સાંભળવા કહેવું. મંદિરમાં પણ પૂજા વગેરે કર્યા પછી વખત હોય તો એકાદ પત્ર વચનામૃતમાંથી નિરાંતે બેસી વાંચો કે ભક્તિ કરી ઘેર જવું. એકલા હોઈએ તે વધારે સારું છે. ભગવાન સાથે તે એકાંત જ સારી. આપણે આત્મા એકલે જ આવે છે અને એક જ જવાને છે. તેને જ ખરી રીતે સત્સંગમાં પણ સમજાવવાનું છે. તે જોગ ન હોય તો એકલાએ પણ પિતાના આત્માને શિખામણ મળે તેવું દરરોજ થોડું ઘણું વાંચન રાખતા રહેવાથી વૈરાગ્ય, ઉપશમની વૃદ્ધિ થતાં અપૂર્વ આનંદ આવશેજી. જેને કલ્યાણ સાધવું હશે તેને માટે ઉત્તમ સ્થળ તૈયાર થયું છે. હાલ છે તેમાંથી જેને લાભ લે હોય તે લઈ લેશે. તેને લાભ લેવા ઘણું ભાવના ભાવતાં હશે તે ભવિષ્યમાં ત્યાં લાભ લેવા જન્મશે અને ધર્મ આરાધી કલ્યાણ સાધશે. લૂંટમલ્ટ લહાવો લેવા જોગ આવ્યો છે ત્યાં પ્રમાદ કર્તવ્ય નથી. “બહોત ગઈ છેડી રહી, ડી પણ ઘટ જાય.”
» શાંતિઃ શાંતિઃ શાંતિઃ
૩૪૭
અગાસ, તા. ૧૩-૫-૪૨ આવા દુષમ વિકટ કાળમાં જન્મ્યા છીએ તે મુશ્કેલીથી ધર્મ સાધન થઈ શકે તે પ્રસંગ છે તે પણ જેણે આત્મકલ્યાણ અવશ્ય આ ભવમાં જેટલું બની શકે તેટલું કરી લેવું છે એવો નિર્ણય કર્યો હોય અને તે અર્થે ભેગાદિથી પાછા હઠવ્યા હોય તેવા એ વિકટ પુરુષાર્થ કરીને આત્મવૃત્તિને બાહ્ય પદાર્થોમાં તણાતી રોકી સસાધનમાં વારંવાર જોડવા કમર કસીને મંડી પડવા યોગ્ય છેજ. કામકાજ એકલે હાથે કરવાનાં હોય તે દિવસે વખત શેડો મળે, પણ રાત્રિ તે આપણું બાપની જ છે. તેમાંથી જરૂર જેટલી જ ઊંઘ લઈ લીધા પછી સત્સાધનમાં વિશેષ ભાવપૂર્વક પ્રવર્તાવા ભલામણ છે. શરીર બગડે નહીં તેટલે લક્ષ રાખી બને તેટલો કાળ પરમાર્થ ષિાય તેમ ગાળો ઘટે છે. આ યોગ બીજા ભવમાં મળી દલભ છે એમ જાણી બનતી જાગૃતિ અને સ્મરણમંત્રના ૨ટણમાં વૃત્તિ રાખતા રહેવા ભલામણ છે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ